લેણદેણ
લેણદેણ
વોટ્સએપનાં નાગર ગ્રુપમાંથી મળેલા મોટી બહેન. ખૂબ જ પ્રેમાળ, સરળ, હસમુખા, અને ભોળા, દિલ ના ઉદાર. કાયમ મને લાડ કરે એમની મીઠી વાતો. પર્સનલમાં મેસેજ કરતા ખૂબ જ દિલથી નજીક આવી ગયા. રોજ મેસેજથી વાતો કરી એક બીજાના શોખ અને શું ભાવે અને શું ગમે એ જાણીને બેવ ને ઘણું બધુ અનુકુળ અને મળતું આવ્યું. જે દિવસે બહાર જવાનું હોય અથવા કોઈ ઈમરજન્સી હોય ત્યારે ફોન કરીને જાણ કરી દે અને વાત કરે. આમ કરતા ખૂબ જ નજીક આવી ગયા દિલથી એક બીજાને રૂબરૂ મુલાકાત કરવા આતુર થયા અને મોટી બહેન (ભાગયશ્રી) એ છોટી ઉર્ફે નિલમ ને ખુબ જ આગ્રહ કર્યો કે તું દિવાળી વેકેશનમાં ભચાઉ આવ. નિલમે ઘર વાત કરી. મોટી બહેન એ ફોન કરીને ઘરના બધા સાથે વાતચીત કરી અને મોકલવા કહ્યુ. નિલમ કંઈ કેટલા સપના અને ઉત્સાહથી મોટી બહેન ના ઘરે ભચાઉ એકલી ગઈ અને મોટી બહેન બસ સ્ટેન્ડમાં લેવા આવ્યા ત્યાં જ ભેટી પડ્યા અને બહુ વહાલ કર્યુ. નિલમ ને કોઈ પિયરમાં ન હોવાથી મોટી બહેનનો પ્યાર અને મમતા મળતા ખૂબ જ ખુશ થઈ અને એક અઠવાડિયું એમની પાસે રહી. આજે બે પરિવારમાં અેટલો સંપ છે એક દિવસ ફોન પર વાત ન થાય તો ચિંતા કરે. મોટી બહેને એક અઠવાડિયામાં અનેક જન્મનો પ્યાર અને લાગણી અાપી અને ખુબ જ સાચવી કે નિલમ આ જીવન ભુલી શકે નહીં!!!!
