Kalpesh Patel

Horror Inspirational

5.0  

Kalpesh Patel

Horror Inspirational

લેમન રાઈસ.

લેમન રાઈસ.

6 mins
2.3K


જયા અને હું સાઉથ ઇંડિયન વાનગીના આશિક છીએ, અને અમારા કોટેજની નજીકની આવેલી દક્ષિણાયન રેસ્ટોરન્ટની તેમાં હથોટી છે. જ્યારે અમે ઘરે ખાવાનું ન બનાવતા હોઈએ ત્યારે દક્ષિણાયન અમારા માટે જમવાનો સૌથી સહેલો વિકલ્પ રહેતો. વખત જતાં હવે અમે ઘરે રહીને પણ એલઇડી ટોર્ચના ઝબકારા મારીને ઓર્ડર આપી હોમ ડિલિવરી માટેની ભાષા રેસ્ટોરન્ટના માલિક સંતોષ સાથે ગોઠવી રાખેલ, અને આમ અમારું કામ આસન થયેલું. પણ જયાને રેસ્ટોરન્ટમાં જવું વધારે ગમતું, કદાચ જમ્યા પછીની સફાઈ કે ખાતા બચેલ સ્ટફના પેકિગનો તે સરળ વિકલ્પ હતો.

આજે શનિવાર હતો, શોપિંગ પતાવી, કોટેજે પહોચતા સાડા આંઠ થવા જઇ રહ્યા હતા, જયાએ ગાડી સીધી દક્ષિણાયનના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરી ત્યારે રેસ્ટોરન્ટના માલીક સંતોષને નવાઈ ન લાગી અને તેણે હોલમાં નજર કરી તો ચાર નબરનું કોર્નર વિન્ડો પાસેનું ટેબલ ખાલી હતું, રાહતનો શ્વાસ લઈ અમને ત્યાં બેસાડયા. રાબેતા મુજબ સ્ટફ પરોઠા, મેંદુ વડા અને ચિકન, ચીઝ લેમન રાઈસ વિથ કોકમ કટનો વણ આપ્યો ઓર્ડર સર્વ થઈ ગયો જમવાનું પત્યુ અને ફ્રેશ ગ્રાઈન્ડ બ્લેક કોફી પીધી ત્યાં સુધી, નહી ખાધેલા ચીઝ લેમન રાઈસ અને કોકમ કટનું પાર્સલ પેક, બિલ સાથે ટેબલ ઉપર આવેલું તે ચૂકવી અમે કોટેજે આવી ગયા. શોપિંગ બેગ ખાલી કરી સામાન ગોઠવી દીધો, તેમજ ડેરી આઈટેમસ અને ફૂડ પાર્સલ ફ્રીઝમાં રાખી દીધું જેથી કાલે બપોરે કામ આવે.

બીજે દિવસે રવિવારે સવારે ટ્રેકિંગમાં ગયા અને રાત્રે આવતા મોડુ થયું તેથી સીધા ઘેર આવી ગયા હતા, હું શાવર લઈ બાહર આવ્યો ત્યાં જોયુ તો જયા માથું પકડી બેઠી હતી, મને જોતાં બોલી, "ડિયર તમે ફ્રીઝમાં રાખેલા ચીઝ લેમન રાઈસ પતાવ્યા હતા, તો તારે કહેવું જોઈતું હતું, હવે અત્યારે શું ખાઈશું ? મને ખબર હોત તો હું મેંટલી ફૂડ મેકિંગ માટે પ્રિપેર રહેત.

"ઑ શીટ.. જયા ડોન્ટ સ્ક્રેડ મી, આઇ હેવ નોટ ઇવન સીન ઘ કલર ઓફ ધેટ ફૂડ પેક, આઇ હેવ નાઇધર ટેકન ઈટ નોર ગારબેજડ ઈટ. નથિંગ મેટર એન્ડ નો મોરે અપ સેટ, ઇ વિલ મેકિંગ ફૂડ ફોર અસ, ઓહ કેન યૂ પ્લીઝ બ્રિંગ મેગી પેક ફ્રોમ પેંટ્રી નાવ, આઇ એમ પ્રીપેરિંગ ડિશ, યૂ મે ગો ફોર ફ્રેશ ધેન."

જયા સ્નાન અને ચેન્જ કરી ડાઈનિંગ ટેબલે આવી ત્યાં સુધીમાં મે મેગી- મસાલા વિથ ચીઝ સ્પ્રેડ તૈયાર કરી હતી તે ખાવા બેઠા. અને ખાતા –ખાતા જયાએ જ્યારે કીધું કે પેંટ્રી સ્ટોરેજમાં મેગીનું એકજ પેક હતું, હવે ચોંકવાનો વારો મારો હતો, હજુ હમણા શનિવારે રાતે તો મેગીના છ કોબ્મો પેક સ્ટોરેજમાં રાખેલા, તો તેમાથી પાંચ ક્યાં ઘર કરી ગયા ?

સવારે ઉઠ્યા ત્યારે વાત વિસરાઈ ગઈ અને સોમવારે લગભગ દસના સુમારે જ્યારે અમારો લેન્ડ લોર્ડ સુધાકર રેન્ટ માટે આવ્યો ત્યારે તેને ટ્રીટ કરવા ઓરેન્જ જ્યુસ માટે ફ્રીઝ ખોલ્યું તો જ્યુસનો ટેટ્રા જાર ખાલી હતો માંડ એક ગ્લાસ હતો તે લેન્ડ લોર્ડને આપતો હતો, ત્યારે લેન્ડ લોર્ડે મારા ચહેરાની મૂંઝવણ પારખતા કહ્યું, ટેક ઈટ ઇઝી, જો તું બેંકમાંથી રોકડ ઉપાડવી ભુલી ગયો હોય તો વાંધો નહી, આવતા રવિવારે. ના સુધાકરજી એવું નથી વાત અલગ છે, આજકાલ કોટેજમાં વિચિત્ર બીના બને છે. ઘરના ફ્રિઝ અને પેંટ્રીમાથી ખાવાની ચીજ ગાયબ થતી રહે છે. પહેલા હું અને જયા એક બીજાએ વાપરી હશે તે વિચારી ચૂપ હતા, પણ ગઇકાલે રાત્રે મે મ્હારા હાથે ફ્રીઝમાં ઓરેન્જ જ્યુસનો ટેટ્રા પેક જાર અને પેંટ્રીમા મેગીના પેક મૂકેલા તે ગાયબ થયા હતા.સુધાકર સાંભળી હેબતાઈ ગયો. ના હવે આમ આ કોટેજમાં ના થવું જોઈએ.

સુધાકરે માંડીને વાત કરતાં કહ્યું કે ચાર વરસ પહેલા અંહી એક યહૂદી ફેમિલી રહેતું હતું, પીટર, તેની પત્ની યામાં અને તેઓની ૪૦૦ પાઉન્ડ વજનની દીકરી ઝેન. પીટરને આ કઢંગી અને ભારેખમ છોકરીનો બાપ હોવા બદલ જેટલી શરમ, તેનાથી વધારે અણગમો હતો અને વારે વારે તે તેની પત્ની અને જીસસને કોસતો. ત્યારે યામ તેને સમજાવતી, બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે, અને તેમાય નસીબ વાળાને ઈશ્વર છોકરી આપતા હોય છે, તો જોતો ખરો ભલે તે જાડી છે, તેથી શું થયું ? તેનું નિર્દોષ હાસ્ય એક વાત તું જો, કેવી પ્રેમાળ બાળકી છે.

ભારોભાર અભાવથી પીડિત પીટરે તેની ભારેખમ ઝેનના ખાવા પીવા ઉપર તેનો પહેરો રાખવો ચાલુ કર્યો, ત્યારે યામા એ નારાજગી દર્શાવી, પણ પીટર ઝેનને મલાઈ વગરનું દૂધ અને શેકેલા મોળા મીઠા વગરના આપતો.

એક દિવસ પીટર અને યામા બંને કોઈના ફ્યુનરલમ ચર્ચ ગયા ત્યારે રોજની પીટરની કટકટ વચ્ચે, પોતાની પ્રેમાળ માતાની મનોમન માફીમાંગી, કરમી ભૂખથી પીડિત ૪૦૦ પાઉન્ડનું ધરખમ વજન ધરાવતી ઝેને હાથની નસ કાપીને ભૂખની પીડા કરતાં મોતને વધારે વહાલું કરેલું ! વહાલી દીકરી ઝેનના આ આત્મઘાતી પગલાથી જ્યારે પીટર અને યામા કોટેજે પરત આવ્યા ત્યારે, ઝેનને લોહીના ખાબોચિયામાં મરેલી જોઈ, એજ વખતે યામા ઊંડા આઘાતમાં સરી ગઈ, ઓહનો માય ચાઇલ્ડ, યૂ કેન નોટ લીવ યોર પુવર મધર એલોન, કહેતા તેણે પણ ઝેનના આત્મઘાતી નાદાન પગલાં બદલ પોતાને જવાબદાર માની જીવ છોડી દીધો.

પત્ની અને દીકરીના આમ અચાનક અવસાનથી વ્યથિત થયેલ પીટર કોટેજ ખાલી કરીને જતો રહ્યો હતો. તે પછી નવા આવેલા ટેનેંટની તારા જેવી ફરિયાદ હતી, તે ચર્ચના પાદરીની વિઝિટથી દૂર થઈ હતી, અને કોઈ આવી તકલીફની ફરિયાદ તે રહ્યો ત્યાં સુધી નહતી. ચિંતા છોડ..... ચાલ આવતે રવિવારે સવારે હું તે પાદરીને પૂજા માટે ફરી તેડી લાવીશ, તારી મુશ્કેલીનો રસ્તો તેની પાસે છે. મે તેને ભાડું આપી રવાના કર્યો.

પાછો શનિવાર આવ્યો, અને એજ ક્રમ રિપીટ, અમે શોપિંગ પતાવી દક્ષિણાયન રેસ્ટોરન્ટ ગયા અને સ્ટફ પરોઠા, મેંદુ વડા અને ચીઝ લેમન રાઈસ વિથ કોકમ કટ ની ડિશ પતાવી, અને મને ખબર નથી કેમ ? પણ મે એક ફૂલ ડિશ એક્સટ્રા ચીઝ લેમન રાઈસ વિથ કોકમ કટને હોમ પેક કરવા કીધું ત્યારે જયાને નવાઈ લાગી, પણ તે મુંગી રહી અને મનમાં એવો અંદાજ લગાવતી હતી કે મને ભાવે છે, માટે આમ કરું છું. અમે કોટેજ આવી ગયા, અને શોપિંગ બેગ ખાલી કરી અને સામાન ગોઠવી અને ડેરી આઈટેમસ અને ફૂડ પાર્સલ ફ્રીઝમાં રાખી દીધું. તે રાત્રે મને મોડા સુધી ઊંઘ ન આવી સુધાકરે રવિવારે કીધેલી ઘટનાની ભૂતાવહે મારા મનનો કબ્જો લીધેલો હતો. હું રોકિંગ ચેરમાં હતો. ક્યારે ઊંઘયો તેનોઅંદાજ ના રહ્યો. પણ એકાએક મારી આંખ ખૂલી તો એક જાડી છોકરી અને એક જાજરમાન યહૂદી મહિલા સંતૃપ્ત મુદ્રામાં નજરે પડ્યા

“No one else in world than a mother knows the strength of love for her child”. For That Pitar was failed to understood.” અને મા દીકરી બંને મારો આભાર માની રહ્યા હતા, અને યામા મને કહી રહી હતી. "આભાર મારા દીકરા, મારી વહાલી દીકરી ઝેનને તેની ગમતી ડિશ આપવા બદલ, હું તને આનું બિલ બક્ષિસ સાથે આપવા માંગુ છું, બોલ કેવી રીતે ?" \

અને મારી આંખ ઉઘડી ગઈ, જોયું તો સવારના સાત વાગ્યા હતા, મે કોફી બનાવી અને લિવિંગ રૂમમાં આવી મારા ક્રેડિટ કાર્ડની ડેબિટ રકમ ચાર્જ કરતો હતો ત્યાં, ક્રેડિટ કાર્ડને વીંટળાયેલી પાંચસો રૂપિયાની એક નોટ જોઈ, હું લેપ ટોપના સ્ક્રીન ઉપર નવમી મે અને વરસ ૨૦૨૧, એટલે કે મે મહિનાનો બીજો રવિવાર, મધર્સ ડેની યાદ આવતા, લેપટોપને મે ઝટ કોરાણે મૂકી કોફી ગટ ગટાવી, અને ફ્રીઝ પાસે આવી જોવું છું તો ફ્રીઝમાં લેમન રાઈસનું પાર્સલ નહતું. મને હવે... ઘટનાની ઘેડ બેસતી હતી.

બરાબર દસને ટકોરે સુધાકર પાદરીને લઈ આવ્યો ત્યારે., મે તેને આદર સાથે હસીને પાછો વાળ્યો. "થેન્ક યુ સુધાકર, મેટર વોઝ સોલ્વ.... એ તો “ તે”...ભૂખી હતી,એટ્લે એણેજ ખાઘેલું.. હતું !"

સુધાકર પરસેવો લૂછી હાશકારો લેતો રવાના થયો. ત્યારે હું હજુ એક "મા"નો તેના સંતાન માટેનો વિશુદ્ધ પ્રેમ કેટલો પ્રગાઢ હોય છે તેનો તાગ મેળવી મધર ડે ૨૦૨૧ની સવારે મારી દિવંગત માતાને યાદ કરી અંજલી આપતો હતો.

કથા બીજ વિવરણ :-સંસારમાં કદાચ ઈશ્વર પછી જો કોઈનું સ્થાન હોય તો તે “માં”નું છે, તેનો વિશુધ્ધ પ્રેમ એટલો પ્રગાઢ હોય છે કે તે તેની હયાતી પછી પણ રેલાતો હોય છે, મધર ડે ૨૦૨૧ ના અવસરે આદર સહ રજૂ છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror