Nayanaben Shah

Action

2.6  

Nayanaben Shah

Action

લાંબી રાત

લાંબી રાત

2 mins
22


સાત્વિક આજે પણ એ જ રીતે ગુસ્સે થઈને બોલતો હતો,"મારે કંઈ જમવું નથી કે મારે અહીં રહેવું પણ નથી. પૈસા અને પ્રમોશનની લાલચમાં તમે કશું વિચાર્યું જ નહીં. આપણે ત્યાં શું દુઃખી હતા ?જયાં મન પ્રફલ્લિત રહેતું હોય, સુંદર મજાનું પ્રાકૃત્તિક સૌંદર્ય વિખરાયેલું હોય એવી જગ્યા છોડીને આ રાજસ્થાનના રણમાં રહેવા આવી ગયા ?"

સાત્વિકની મમ્મી તથા એના પપ્પા એને સમજાવી રહ્યા હતા,"બેટા,આપણે કોઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેવાનું. સુખ કે દુઃખની અનુભૂતિ તમારૂ મન કરે છે. અહીં આપણે સુખી જ છીએ ને !

"સુખી એટલે ચોવીસે કલાક રૂમમાં Ac. ચાલુ કરીને બેસી રહેવાનું. કોલેજ જવાનું હોય તો કારમાં Ac. ચાલુ કરીને જવાનું. કોલેજમાં તો મને જવું જ ગમતું નથી. પણ શું કરૂ ?"બોલતાં સાત્વિકની આંખમાં આંસુ આવી ગયા.

એની મમ્મી એની પાસે આવતાં બોલી,"જો બેટા દરેક ઋતુનું આગવું સૌંદર્ય હોય છે. કાયમ જો શિયાળો હોય તો તમને ફળોમાં વૈવિધ્ય ના મળે. કેરી,બોર,જાંબુ, જામફળ વગેરે આપણને ઋતુ પ્રમાણે મળી રહે છે. ચોમાસુ ના હોત તો મનુષ્ય અને પશુપક્ષી પાણી વગર શું કરત ? ગરમી પડે છે એમ ઠંડી પણ પડે છે. . . . "મમ્મી હું પાછો ડેલહાઉસી જતો રહું છું. હવે મને સમજાવવાની કોશિશ ના કરીશ. ઉનાળાની ગરમીમાં પસીને રેબઝેબ થઈ જવાય છે. આખો વખત પરફ્યુમ છાંટવાનું. "

દિવસે દિવસે સાત્વિકનો અસંતોષ વધતો જતો હતો. આખરે એ ડેલહાઉસી પેઇંગગેસ્ટ તરીકે જતો રહ્યો. કોલેજમાં જુના મિત્રો મળી ગયા. સાત્વિકને લાગતું હતું કે એણે પાછું એનું સ્વર્ગ પ્રાપ્ત કરી લીધું.

એ જે દિવસે ડેલહાઉસી આવ્યો એ દિવસે જ ત્યાં"સ્નોફોલ" થયો. બસ,પછી તો સાત્વિકને લાગતું હતું કે એ જાણે સ્વર્ગમાં આવી ગયો.

બરફના ગોળા બનાવી એ ક્યારેક દૂર સુધી ફેંકતો તો કયારેક ઊંચે આકાશ તરફ. તેને તો એની રૂમ પર જવાની ઈચ્છા જ થતી ન હતી. રાતોરાત જાણે કે એ બાળપણમાં પ્રવેશી ગયો હતો.

કેમ ખુશ ના હોય ? ડેલહાઉસી તો એનું જન્મ સ્થાન હતું. જાણે કે એ પાછો માતાના ખોળામાં બેસી ને રમવા લાગ્યો ના હોય ! બીજે દિવસે પણ વાતાવરણ એવું જ હતું. નાના બાળકો દરિયા કિનારે રેતીમાંથી ઘર બનાવીને ખુશ થાય અને સાચુ ઘર બનાવ્યું હોય એટલો આનંદ માણે. પરંતુ આ તો સાત્વિક હતો એણે તો રસ્તા પર પડેલા બરફમાંથી શિવલીંગ બનાવ્યું. મનમાં બોલી ઉઠ્યો,"બાળકો રેતીમાંથી ઘર બનાવી પોતાના ઘર જેટલો આનંદ માણે છે પરંતુ હું તો શિવલીંગ બનાવી સ્વર્ગની અનુભૂતિ અનુભવુ છું. "હંમેશ શિયાળો રહે તો મનુષ્યની કાર્યક્ષમતામાં પણ વધારો થાય. તે પોતે બનાવેલ શિવલીંગ તરફ હાથ જોડી બોલી ઉઠ્યો,"હે ભગવાન આજ મારૂ સ્વર્ગ છે એ ક્યારેય છીનવી ના લેશો. બધા ભલે કહેતાં હોય કે શિયાળાની રાત લાંબી હોય પણ હું ડેલહાઉસીથી દૂર રહ્યો એ દિવસો તો મારા માટે લાંબી રાત સમાન જ હતા."


Rate this content
Log in

Similar gujarati story from Action