Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

લીલી ચુંદડી

લીલી ચુંદડી

2 mins
7


"કરણ,આપણે સામે જ જવાનું છે"

"મને ખબર છે પણ હું જરા ઠંડકમાં કાર પાર્ક કરૂ તો ગરમ ના થાય. "

"જો કરણ તને તો કોઈ પણ ઝાડ નીચે કાર પાર્ક કરવાનો હકક જ નથી. મેં તો તારી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના જ કહી છે. છતાં પણ તારા આગ્રહને વશ થઈને આજે હું તને મળવા આવી. "

"દુર્વા, હું કારણ જાણવા જ માંગુ છું. આપણે છેલ્લા પાંચ વર્ષથી સાથે જ ફરીએ છીએ. પણ છેલ્લા કેટલાક સમયથી તું લગ્ન માટે ના જ કહે છે. મારા ઘરનાને પણ તું પસંદ છું. આર્થિકસ્થિતી પણ આપણા બંને ઘરોની સરખી છે. તને તકલીફ ક્યાં છે ?"

"જો કરણ મને એક તકલીફ હોય તો કહું પણ તારી સામે મને અનેક તકલીફો છે. મારી ઇચ્છા તારી સાથે જીવન વિતાવવાની નથી. તમારે ત્યાં માત્ર પૈસો જ છે. બંગલો ભવ્ય બનાવ્યો. એ માટે ખુલ્લી જગ્યામાં જે બાગ હતો એ પુરી દીધો. તને એમ પણ ના થયું કે વૃક્ષોને કારણે માનવજાતને કેટકેટલા ફાયદા થાય છે ! વનસ્પતિમાં પણ જીવ હોય છે. જે વ્યક્તિ ઝાડને મૂળમાંથી કાપે એ માનવ હત્યા બરાબર છે. "

"દુર્વા તું વાતને ક્યાંની ક્યાં લઈ જાય છે ?"

"ધૂળેટીના દિવસે ઇકો ફેન્ડલી રંગ વાપરવાને બદલે તમે બધા ભાઈબંધો પાકા રંગથી હોળી રમ્યા. એ તો ઠીક પછી તમે બધા નદીએ નહાવા ગયા. એ રંગો નદીમાં વહેવડાવીને નદી ગંદી કરી. દિવાળીમાં તમે દસ હજારીયા લુમ ફોડી. તમે વાતાવરણમાં અવાજનું કેટકેટલુ  પ્રદુષણ ઠાલવો છો એ વિચાર્યું છે ? ઉતરાયણ પર પણ ચાઇનીસ દોરી વાપરી પંખીઓને ઈજા પહોંચાડો છે. આ એક પ્રકારની ક્રુરતા નહીં તો બીજુ શું છે ?

અત્યારે પણ કાર પાર્ક કરવા છાંયડો શોધો છો. નીચે લોનમાં બેસશો. ત્યારે તમને આનંદ આવે છે. ખુલ્લા પગે ઘાસમાં ચાલો છો. આ તો આપણી ધરતી એટલી દયાળુ છે કે વરસાદી પાણી પડતાં કેટકેટલું ઘાસ ઉગી નીકળે છે જે પશુઓ માટેનો ખોરાક બની જાય છે. વનસ્પતિઓની તથા ફુલછોડની વૃધ્ધિ થાય છે અને આખી ધરતી લીલારંગની ચુંદડી ઓઢી લે છે. આપણે બેઠા છીએ ત્યાં તું દૂર સુધી જો. નવા નવાપર્ણો ફુટી નીકળે છે. આ બધુ ધરતી આપણને સતત નાવીન્ય આપતી જ રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational