Nayanaben Shah

Romance

3  

Nayanaben Shah

Romance

જીવનનો ધબકાર

જીવનનો ધબકાર

2 mins
31


"ભામિની આજે પણ તું પીળો ડ્રેસ પહેરીને આવી ? આ અઠવાડિયામાં ચોથીવાર. . . "કેયાંશ બોલી ઊઠ્યો.

"કેયાંશ,તને ખબર છે કે દરેક યુવતીને પીળો રંગ ગમતો જ હોય. "કહેતાં ભામિની હસી પડી.

"એનું કોઈ ખાસ કારણ ? "

"તું જ વિચાર કર. દરેક સ્ત્રીને સોનું પ્રિય જ હોય સોનાનો રંગ પીળો જ હોય. તને ખબર છે કે મને પીળો રંગ ગમે છે એટલે ધુળેટીને દિવસે તું પીળો રંગ લઈને આવેલો અને મેં એ દિવસે પણ પીળો ડ્રેસ પહેરેલો. "

"એ તો તને ખુશ કરવા. "

"કેયાંશ,મેં તને ગયા વર્ષે વેલેન્ટાઇન ડે પર લાલ ગુલાબ આપી પ્રેમનો એકરાર તો કરેલો જ હતો. પણ આ વર્ષે પીળુ ગુલાબ આપ્યું એ સુખ અને આશાવાદનું પ્રતિક છે કે આપણા લગ્ન થાય અને આપણે સુખી થઈએ. અને પીળા રંગથી ડિપ્રેશન ઓછું થઈ જાય છે. મેઘધનુષ્યમાં પણ એક રંગ પીળો હોય છે એના કારણે તો મેઘધનુષ્યનો ઉઠાવ અનેક ઘણો વધી જાય છે. "

બીજી પણ એક વાત છે કે હું માનુ છું કે પીળો રંગ સંપૂર્ણ વફાદારીનું પ્રતિક હું માનુ છું. સૂર્યમુખીનું ફૂલ સતત સૂર્યને જોયા કરે છે. સૂર્ય જે બાજુ જાય એ બાજુ એ ફૂલ ફરે. અરે,પૂજામાં પણ કહેવાય છે કે પીળું પિતામ્બર. . . "થોડીવાર અટકીને ભામિની બોલી,"અગ્નિની જ્વાળાનો રંગ પણ પીળો. એટલે તો કહેવાય છે કે અગ્નિની સાક્ષીએ. "

"ભામિની,હવે બસ કર મને પણ હવે પીળો રંગ પસંદ પડવા માંડ્યો. હવે ખુશને ? અને કેયાંશે હસીને કહ્યું,"ભામિની કાલે હું પણ પીળા રંગનું ખમીસ પહેરીને આવીશ"કહેતાં કેયાંશ હસી પડ્યો. ભામિનીએ પણ કેયાંશના હાસ્યમાં સાથ આપ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance