Nayanaben Shah

Romance

3  

Nayanaben Shah

Romance

આવો ને રંગરસિયા

આવો ને રંગરસિયા

3 mins
10


કેયાને હજી પણ એ દિવસ યાદ હતો કે જયારે એ હોળીમાતાની પ્રદક્ષિણા ફરતી હતી અને આજુબાજુ પાણીથી પ્રદક્ષિણા બધા ફરતા હતાં એના કારણે ચારેબાજુ કાદવ થઈ ગયો હતો. એટલે તો કેયાનો પગ લપસી પડ્યો પણ એ પડે એ પહેલાં એની પાછળ ફેરા ફરતાં કરણે એને પકડી લીધી. એણે કરણ સામું જોઈને "થેન્ક યુ" કહ્યું. કરણ જવાબ આપે એ પહેલાં પાછળ આવી રહેલા લોકો કહેતાં કે ઉભા ના રહો જલદી કરો. કરણ એટલું જ બોલ્યો,

"માનવતા જેવી કોઈ ચીજ હોય છે. મને પણ ઉભા રહેવાનો શોખ નથી."

કેયાએ તો પ્રથમવાર જ કરણને જોયેલો. પરંતુ બીજાદિવસે એણે કરણને એ કોલેજ જતી હતી ત્યારે જોયો. એ ઝડપથી ચાલી કરણની બાજુમાં ઉભી રહી અને બોલી, "કાલે મારા કારણે તમારે બધાનું સાંભળવુ પડ્યું."

"હાથમાં ચોપડા લઈ ને ક્યાં જાય છે ?આજે તો ધૂળેટી છે કોઈ રંગી કાઢશે." કરણ કેયા સામે જોઈને બોલ્યો.

"મારે આજે પેપર સબમિટ કરવા પડે એમ છે." ત્યારબાદ બંનેનો પરિચય વધતો જ ગયો. આખરે બંને જણે જિંદગીભર સાથે રહી જીવન વિતાવવાનું નક્કી કર્યુ. બંને સમજદાર હતા બંનેની પસંદગી પણ ઉત્તમ હતી તેથી ઘરનાયે પણ એમના પ્રેમ પર મંજુરીની મહોર મારી દીધી.

સમય વિતતો જતો હતો. લગ્નબાદ બંને સુખી હતા. હોળીના આગલા દિવસે બંને જણા જુની યાદો વાગોળતા હતા.પણ કેયાએ કહ્યું કે, "મને તો ઘણી ઇચ્છા છે. પણ ઘરે બધાને ગમશે ?"

કરણ કેયા તરફ જોઇને બોલ્યો, "ચોક્કસ નહીં ગમે. કારણ આપણે ત્યાય નવા મહેમાનનું આગમન થવાનુ છે એટલે તારે તારી તબિયત સાચવવી ઘણી જરૂરી છે."

"ચારે તરફ રંગોનું સામ્રજ્ય ફેલાયેલુ હોય તો કોરા રહેવું કોને ગમે ? હોળી તો આવતા વર્ષે પણ આવશે."

બીજા વર્ષે કેયા એની નાની ઢીંગલીને લઈ સાસરે આવી. પણ એનો શોખ ક્યાં ઓછો થયો હતો ? એણે તો વિચારી જ રાખ્યં હતું કે હું છેલ્લા બે વર્ષથી હોળી રમી નથી તો આ વર્ષે કરણને રંગવો જ છે. કરણને પણ એના ઈરાદાની ખબર પડી ગઈ હતી એટલે એ સવારથી જ "આવુ છું" કહીને ઘરની બહાર જતો રહેલો. કેયાએ ભગવાનને કેસુડાના જણથી સ્નાન કરાવ્યા પછી બધો જ કેસુડો પાણીમા નાંખી રંગીન પાણી બનાવી પાણીની પીપમાં નાખ્યું હતું. એ વાત કરણના ધ્યાન બહાર ન હતી.

કરણે પણ નક્કી કરેલું કે આજે કેયાના હાથે રંગાવું તો નથી. અને કેયા વારંવાર મેસેજ કરતી રહી કે આપણી ઢીંગલી રડે છે ઘેર આવો. પણ જો કે કેયાને ખાતરી હતી કરણ પુરણપોળીનો ચાહક છે એટલે જમવાના સમયે તો આવશે. તેથી એટલે મેસેજ કર્યો, "આવો રંગરસિયા, પુરણપોળી ખાવા.."

આખરે કરણે પણ એનો ગમતો કેસરી રંગ લઈ ઘર તરફ પ્રયાણ કરતાં મેસેજ કર્યો, "તારો રંગરસિયા તારા હાથે કેસુડાના રંગે રંગાઇ પુરણપોળી આરોગવા આવી રહ્યો છે."

બસ પછી તો વર્ષોસુધી યાદ રહી જાય એવી હોળી કેસરિયા રંગે ખેલાઇ. જે જિંદગીભરની યાદગીરી બની રહી.


Rate this content
Log in

Similar gujarati story from Romance