Nayanaben Shah

Tragedy

4.5  

Nayanaben Shah

Tragedy

તિરાડ

તિરાડ

4 mins
25


આવકારને મનમાં આનંદ સમાતો ન હતો. તેના પપ્પાને આખરે એ મનાવી શક્યો. ચુસ્ત અનુસાશનમાં માનનારા એના પપ્પાએ કહ્યું, "હું અમેરિકા આવુ છું. જો તારી પસંદ કરેલી યુવતી મને પસંદ પડે તો જ હું હા પાડીશ."

જો કે આવકારને વિશ્વાસ હતો કે આરાધના એટલી તો સંસ્કારી છોકરી છે કે પપ્પાને ના પાડવાનું કોઈ કારણ જ નહીં મળે.

જ્યારે આવકારના પપ્પા અમેરિકા આવ્યા ત્યારે આવકાર એરપોર્ટ પર એના પપ્પાને લેવા ગયો. મમ્મીને ના જોતાં એ  બોલી ઉઠ્યો, "પપ્પા, તમે એકલા કેમ આવ્યા ? મમ્મીને ના લાવ્યા ?"

"જો આવકાર  તું તો જાણે છે કે હું `બૈરાંઓ´ને માથે નથી ચઢાવતો. આ વાત તું પણ યાદ રાખજે નહીં તો તું દુઃખી દુઃખી થઈ  જઈશ. "

આવકારના પપ્પા એ વાતથી અજાણ હતા કે આવકારની બાજુમાં ઉભેલી યુવતી એની પસંદ આરાધના છે. શરૂઆતથી જ વાતાવરણમાં તનાવ ઉભો થયો. આરાધનાએ આવકાર સામે જોઈને ઈશારાથી કહી દીધુ કે, "હું જઉં છું".

આવા સંજોગોમાં આરાધનાને રોકાઈ જવાનું કહેવાની આવકારની હિંમત પણ ક્યાં હતી ! એ તો સારૂ હતું કે એ એની કાર લઈને આવી હતી.

આરાધના મનથી ભાંગી પડી. આવકારના ઘરની વ્યક્તિઓ સાથે કઈ રીતે રહેવાશે ? જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન ના જળવાતુ હોય ! ઘેર પહોંચ્યા બાદ આવકારે આરાધનાને ફોન કરી એના પપ્પાના વર્તન બદલ માફી માંગી. પપ્પાને મળવા બીજે દિવસે આવવાનું કહી પણ દીધુ. આરાધનાનું મન આવકાર સાથે મળી ગયું હતું.

ગુજરાતથી આટલે દૂર ગુજરાતી મળી જાય તો જરૂરથી એકબીજાને ગમે. એમનો પરિચય આખરે પ્રેમમાં પરિણમ્યો. આરાધનાના ઘરેથી કહી દીધું હતુ કે, "તેં જે પસંદગી કરીહશે એ સમજી વિચારીને જ કરી હશે. ગુજરાતી છોકરાંઓ સંસ્કારી જ હોય. તમે બંને ભારત આવો ત્યારે તમારા લગ્ન વિધીસર કરાવીશું. "

જો કે આવકારે આરાધનાને કહેલું જ કે, "મારા પપ્પાનો સ્વભાવ પિત્તળ છે. બોલવાનુ કંઈ જ ભાન નથી. છતાં પણ એમની જાતને દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ માને છે. પરંતુ આપણે ભારત જવુ જ નથી એટલે એમની સાથે રહેવાનો સવાલ જ નથી. મારી માની જિંદગી તો આ માણસે બગાડી જ છે. હું કંટાળીને અહીં આવતો રહ્યો. એ તો મને પૈસા આપવા પણ તૈયાર ન હતા. મારા મામાએ મને પૈસા આપી અહીં મોકલ્યો. એમને જેટલા પૈસા હોય એટલા ઓછા જ પડે છે. મારી પાસે હંમેશ પૈસા માંગતા જ હોય. વારંવાર કહે,"મેં તને મોટો કર્યો એટલે મારો હકક  છે. "

આરાધના આવકારને સમજતી હતી. એની સ્થિતીથી એ પરિચિત હતી. જો કે આવકારે એમ પણ કહ્યું હતું કે, "તું સમયસર આવી જજે. પપ્પા થોડુ પણ મોડુ થશે તો અનેક વાંધા વચકા પાડશે. "

બીજા દિવસે મોસમ ખરાબ હતી. આરાધનાને થયુ કે હું નહીં જઉં તો એના પપ્પા એને કહેશે કે તારી પસંદગી આવી ! જો કે ઠંડી ખૂબ જ હતી. થોડો થોડો બરફ પડી રહ્યો હતો પરંતુ આરાધના એવા વાતાવરણમાં પણ આવકારના ઘેર પહોંચી ગઇ.

થોડી જ વારમાં બરફના કરા પડવા માંડ્યા. બે કલાકમાં તો રસ્તા પર એકાદ ફુટ જેટલો બરફ થઈ ગયો. તેથી આવકારે કહ્યું, "આરાધના,તું આવામાં કઈ રીતે જઈશ ? તું અહીં રોકાઈ જા."

"આવકાર, તમારા લગ્ન નથી થયા કે એ રાત્રે અહીં રોકાય. હું આવુ ચલાવી જ ના લઉં. "

આવકારને એવી આશા ન હતી કે પપ્પા આવા શબ્દ બોલશે. પણ આરાધના બોલી ઉઠી, "વાંધો નહીં હું જતી રહીશ."

જો કે આટલું બોલતાં એની આંખોમાં પાણી આવી ગયા હતા. જો કે બાજુમાં જ એની બહેનપણીનું હાઉસ હતું . ત્યાં રોકાઈ ગઇ. પણ એના મનમાં એક તિરાડ પડી ગઈ હતી. મનથી એ ભાંગી પડી હતી પણ આવકારને કંઇ પણ કહે તો એને દુઃખ થશે એમ માનીને એ ચૂપ રહી. જો કે એના પપ્પાએ લગ્નની હા કહી. બે મહિના બાદ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ.

લગ્ન સમયે આવકારના પપ્પા એ ખૂબ સારૂ વર્તન કર્યું. એમણે એટલે સુધી કહ્યું,"તમને ફાવે તે વ્યવહાર કરો. અમારો કોઈ બાબતનો આગ્રહ નથી. તમે કોઈ જ વ્યવહાર નહીં કરો તો પણ વાંધો નથી. "એના મનમાં પડેલી તિરસ્કારની તિરાડ પુરાઈ ગઈ હતી. મન માની ગયું કે જુનવાણી છે એટલે એવું હોય. પણ મારા માબાપ જોડે ખૂબ સારો વહેવાર કર્યો. લેવડદેવડમાં પણ કંઈ માંગ્યુ નથી.

જો કે એની પાછળ એમની ગણતરી હતી જ કે પૈસે ટકે સધ્ધર છે એટલે એ ઘણો વહેવાર કરશે. જો હું માંગીશ તો ઓછુ મળશે અને આમ પણ કમાતી વહુ એટલે નિયમીત દર મહિને મળતું દહેજ. આરાધના ખુશ થઈ ગઈ. લગ્નના બીજા દિવસે આવકારે કહ્યું, "અમે કાલે કુલુ મનાલી જઈશું."

બસ, આ વાક્ય સાંભળતાં જ આવકારના પપ્પા બોલી ઉઠ્યા, "ઘેર આટલા બધા મહેમાનો છે એ બધાના વૈતરાં તારી મમ્મીએ કરવાના અને તમે લોકો રખડવા જવાના ?આવીને કહેશો કે, "અમે પાછા અમેરિકા જઈએ છીએ. છોકરો પરણાવ્યાનો અર્થ જ શું ?"

આવકાર કંઈ જ બોલ્યો નહીં. બીજા જ દિવસે કહ્યું,"અમે અમેરિકા જઈએ છીએ. આમ પણ અમારી ઓપન ટિકીટ હતી. "આવકારની મમ્મી બોલી, "બેટા, રોકાઈ જા. તારા પપ્પાનો સ્વભાવ તો એવો જ છે. હું પણ આટલા વર્ષોથી એમનો સ્વભાવ સહન કરૂ જ છું ને ?"

"મમ્મી,જ્યારે પણ મારી જરૂર હશે ત્યાર હું આવી જઈશ."

આરાધના એકાંત મળતાં જ બોલી, "આવકાર, મને લગ્ન વખતે લાગેલું કે, "તારા પપ્પા સારૂ વર્તન કરે છે તેથી એમના પ્રત્યેની નફરતની તિરાડ તેમના પ્રેમભર્યા શબ્દોથી ભરાઈ ગઈ. પરંતુ તિરાડ પુરવા લાપી અને કેમિકલ લગાડીને પુરવા છતાંય સતત વધારે તડકો કે વધુ વરસાદ કે ઠંડી પડવાથી પાછી દેખાવા લાગે છે. આજે એમના ગરમ સ્વભાવથી પ્રેમથી પુરાયલી તિરાડ ફરી ઉપસી આવી. "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy