Nayanaben Shah

Classics

3  

Nayanaben Shah

Classics

અસ્તિત્વનો ઉત્સવ

અસ્તિત્વનો ઉત્સવ

2 mins
17


કલ્યાણીને આજે બારી પાસેથી ઉઠવુ ગમતુ જ ન હતું. આકાશમાં કાળા કાળા વાદળ ઘેરાયેલા હતા અને એ પણ કેટલી રસપ્રદ ચોપડી વાંચી રહી હતી. કવિ કાલિદાસનું "અભિજાત્ય શાકુંતલમ્" એક પ્રણયકથા હોવા છતાં પણ ખુબ જ સંસ્કારી ભાષામાં લખાયેલું પુસ્તક હતું.

કલ્યાણી ખૂબ જ સૌંદર્યવાન હતી. ઉજળો વાન હોવાથી એ જ્યારે કાળા રંગના વસ્ત્ર પરિધાન કરતી ત્યારે એના સૌંદર્યમાં ચારચાંદ લાગી જતા. બધા કહેતાં કે કલ્યાણીને હોળીમાં કાળારંગથી જ રંગવાની. ગોરી કલ્યાણી પર કાળો રંગ નાંખવાથી એ ખૂબ જ લાવણ્યમય લાગશે.


કહેતો, "કલ્યાણી,તને કાળારંગથી રંગવાની મજા જ જુદી છે. ગોરા શરીર પર કાળો રંગ. . . " કલ્યાણી હસીને કહેતી "કશ્યપ,ગુજરાતીઓને બે રંગનું જ આકર્ષણ હોય છે. ગોરી પત્ની અને કાળુ નાણું."

"કલ્યાણી મને સફેદ અને કાળા રંગનો મોહ છે જ. પણ કાળુ બ્લેકબોર્ડ અને એના પર ચોકથી લખાયેલા સફેદ રંગના અક્ષરો. "

"કાળા રંગનું મહત્વ પણ કંઈ ઓછુ તો નથી જ ને ? આજકાલ નોનસ્ટીક વાસણોને કારણે લોઢામાં રસોઈ ઓછી બનાવાય છે. પરિણામ સ્વરુપ શરીરમાં આયર્ન ઓછુ થતુ જાય છે." કલ્યાણી બોલી ઉઠી.

"કરાટેમાં પણ બ્લેકબેલ્ટ મેળવનાર પોતાનો બચાવ અદભૂત રીતે કરે છે એટલું જ નહીં પણ વી.આઈ.પી. ઓની સુરક્ષા માટે જેને રાખવામાં આવે છે એને બ્લેકકમાન્ડો કહેવામાં આવે છે. "

કશ્યપ કરાટે શીખતો હતો એટલે એની પાસે ભરપુર માહિતી હતી. એટલું જ નહીં એણે એવું પણ કહ્યું, "કલ્યાણી, હું તને તારી ગોરી ચામડીને કારણે પ્રેમ નથી કરતો કદાચ તું કાળી હોત તો પણ હું તને પ્રેમ કરત. આપણામાં એક શબ્દ વારંવાર બોલાય છે, "બ્લેક બ્યુટી". વ્યકતિના સંસ્કાર જોવાય છે કાળી ધોળી ચામડી નહીં. એવું જ હોત તો શ્રી નેલ્સન મંડેલા આખી દુનિયામાં આટલા લોકપ્રિય ના થયા હોત. "

એવામાં જ વરસાદના છાંટા પડવાના ચાલુ થઈ ગયા. કાળા વાદળો વચ્ચે સફેદ વીજળીના ચમકારે વાતાવરણને ઠંડક પ્રદાન કરી. જે કશ્યપ અને કલ્યાણીને ગમી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Classics