Nayanaben Shah

Romance

4  

Nayanaben Shah

Romance

રંગાયા પ્રેમ રંગે

રંગાયા પ્રેમ રંગે

2 mins
25


રિયાન અને રૈનાને તો ખડખડાટ હસવું હતું. પરંતુ દીકરાનો દીકરો પણ આઠ વર્ષનો થઈ ગયો હતો. ટી. વી. તથા મોબાઈલના યુગમાં છોકરાંઓ એમની ઉંમર કરતાં વધારે સમજદાર બની જતાં હોય છે. એમનું સ્મિત જોતાં જ એમનો પૌત્ર બોલી ઊઠ્યો,"તમે કેમ હસ્યા ? આ પર્પલ રંગ મારા મિત્રો સાથે રમવા માટે લાવ્યો છું. "

પતિપત્ની એકબીજા સામે જોઈને બોલ્યા,"બેટા,તું જાણે છે કે તારા દાદાને જાંબુ બહુ ભાવે છે પણ અત્યારે જાંબુ મળે નહીં એટલે અમે હસી પડ્યા. "પૌત્ર તો રમવા જતો રહ્યો પણ પતિપત્ની જુના દિવસો યાદ કરવા લાગ્યા. આજથી પચાસ વર્ષ પહેલાં બંને કોલેજમાં હતાં. એટલું જ નહીં બંને એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત હતા. બંનેના ઘરનાનો પણ વિરોધ. એવામાં ધૂળેટી આવી અને રિયાનનો સખત આગ્રહ હતો કે તારે રજા હોવાના કારણે મને મળવા આવવું જ પડશે.

રૈના એ દિવસે છાનીમાની ઘરની બહાર નીકળી ગઈ. જ્યારે એ અને રિયાન મળ્યા ત્યારે તેઓએ જોયું કે રૈનાના પપ્પા સામેથી આવી રહ્યા હતા. રૈના સખત ગભરાઈ ગઈ હતી. પરિણામ તો નક્કી જ હતું કે બંને જણાંને રસ્તામાં માર પડવાનો જ હતો. રૈના ધ્રુજી ઊઠી. પરંતુ રિયાને કહ્યું,"પરિસ્થિતિનો સામનો તો કરવો જ જોઈએ. "

એણે જોયું કે એનો મિત્ર પર્પલ રંગ લઈને આવેલો એટલે એણે એના હાથમાંથી ઝૂંટવી લીધો અને બંને જણાંએ પર્પલ રંગથી પોતાનું મોં રંગી નાખ્યું. બંનેમાંથી કોઈ ઓળખાય એવા રહ્યા જ ન હતા. રિયાનની સમયસૂચકતા કામ લાગી ગઈ.

લગ્ન બાદ ઘણી વખત એ કહેતાં પર્પલ રંગ આપણને ગમી ગયો છે. લગ્ન બાદ રિયાને રૈનાને પર્પલ રંગનો ડ્રેસ આપ્યો. રૈના બોલી,"તને ખબર છે આ વિશે ? "

"એકવાર ભગવાન રાધાને પરેશાન કરવા ચંદ્રબાલી સાથે રાસ રમે છે ત્યારે રાધા ગુસ્સે થઇને ભગવાને આપેલી પ્રેમની નિશાની જેવા પર્પલ દુપટ્ટાને ફેંકીને ચાલી જાય છે. હવે હું પણ રિસાઈને દુપટ્ટો ફેંકી દઈશ. પછી ભગવાને જેમ રાધાજીને મનાવ્યા એમ તું પણ મને મનાવજે. "

"રૈના,જિંદગીમાં રિસામણાં મનામણાં ના હોય તો જિંદગીમાંથી રસકસ ઊડી જાય. પ્રેમ એ જ આપણા જીવનનો વૈભવ છે. જો કે પર્પલ રંગ વૈભવ તથા સર્જનાત્મકનું પ્રતિક છે. "

લગ્નના આટલા વર્ષ આપણે પ્રેમના વૈભવ સાથે તો જીવ્યા છીએ" જો કે બંનેના મોં પર સંતોષ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance