લાલીયો ટોમી
લાલીયો ટોમી
1 min
122
લાલીયો સોસાયટીનાં થાંભલા પાસે ઊભો હતો...
૨૫ નંબરનાં બંગલાના માલિક રાકેશે ટોમીનાં ગળાંનો બેલ્ટ છોડીને પોતે ઘરનાં ઝાંપા પાસે ઊભા રહ્યાં...
ટોમી દોડતો દોડતો લાલીયા પાસે ગયો...
લાલીયો કહે સાંભળ્યું છે આ લોકડાઉન વધશે?
ટોમી કહે...
એમાં તને અને મને ક્યાં નુકસાન છે કોઈ?
આ માણસજાત ને તકલીફ વગર બેલ્ટ બાંધ્યે ઘરમાં કેદ થઈ ગયા છે..
લાલીયો... સાચી વાત...
ટોમી... બિચારા માણસ...
મને તો દયા આવે છે...
આપણે કેવાં એકબીજાને મળી શકીએ છીએ અને એ લોકો જો કેવાં દૂર ભાગે છે...
આમ કહીને ટોમી લાલીયા ને ચાટી રહ્યું.