Bhavna Bhatt

Tragedy Inspirational Others

4  

Bhavna Bhatt

Tragedy Inspirational Others

લાલીયાવાડી

લાલીયાવાડી

3 mins
501


આજકાલ સાહિત્ય જગતમાં લાલિયાવાડી ભરપૂર માત્રામાં ચાલે છે.. તમને ચાપલૂસી અને મસ્કા મારતાં આવડતાં હોય તો તમે દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી જાવ... ઘણા ખરા ગ્રુપમાં તો તમારી સારી અને મૌલિક વિચારોવાળી રચનાને ગણત્રીમાં જ લેવાય નહીં અને અમુકતમુક જે ફિક્સ હોય એમને જ દર વખતે અને દરેક સ્પર્ધામાં નંબર મળી જ જાય પછી એ રચનાઓનો કોઈ અર્થ પણ થતો નાં હોય અને અમુક તો જે ટાસ્ક આપ્યો હોય એ શબ્દ ગૂગલમાં સર્ચ કરી ને હિન્દી મિશ્રિત રચના લખે તોય દર વખતે એમનો જ નંબર આવતો હોય છે અને ઘણાં ગ્રુપમાં તો એટલું બધું પોલંપોલ ચાલે છે કે જેની વાત પણ કરવી મુશ્કેલ છે.

અમુક આપેલ શબ્દ પર રચના લખવાની કહી હોય પણ એ રચના બીજા વીસ ગ્રુપમાં અજ્ઞાત નામથી ફરતી હોય એમાં ઉપર અને છેલ્લે નામનાં સુધારાઓ કરીને પોતાના નામે મુકે છતાંય એડમીન પેનલ એમને નંબર આપી વધાવે છે.

મારો લખવાનો ઉદેશ એટલો છે કે આ વાંચીને સાચાં સાહિત્ય પ્રેમી ચેતી જજો.. 

બાકી મને પણ ખબર છે કે મારી પીઠ પાછળ કેટલું બોલાય છે.

અમુક ગ્રુપમાં લિંક મોકલી ને ત્રણસોથી પાંચસો માણસો ને એડ કરવામાં આવે છે પછી એકાદ શબ્દ ઉપર રચનાઓ લખાવવામાં આવે છે પછી બધાયની રચનાઓ આવી જાય એટલે જોરશોરથી પ્રચાર કરવામાં આવે કે આ બધી રચનાઓની હાર્ડ કોપી ( પુસ્તક ) સ્વરૂપે પ્રગટ કરવામાં આવશે તો એની કિંમત આટલી છે.. અને દરેક લેખક એ એ કિંમત અને જેટલી કોપી જોઈતી હોય એની કિંમત ચુકવવી પડશે અને કુરિયર ચાર્જ અલગથી થશે છતાંય ગાડરિયા પ્રવાહની જેમ રચનાકારો પોતાના રૂપિયા અને પોતાની રચના બીજાને નામે કરી દે છે આમ રચનાકારો ને કોઈ ફાયદો નથી થતો ઉપરથી ઘરનાં રૂપિયા ખર્ચીને લાચાર બની જાય છે.

અને જે તે વ્યક્તિ એ બધાંય રચનાકારોની રચના એકત્રિત કરી પુસ્તક સ્વરૂપ આપ્યું હોય એનું મુખપૃષ્ઠ ઉપર નામ હોય છે અને એ પુસ્તક થકી એ એમેઝોન અને બીજા અનેક સ્થળે વેચાણ કરી અઢળક લાભ મેળવી જાય છે અને એવોર્ડ મળે તો પણ એમને જ મળે છે આમાં રચનાકારો ને કોઈજ લાભ કે ફાયદો થતો નથી.

આટલી હદ સુધી સાહિત્ય જગતમાં લાલિયાવાડી ચાલે છે..

તમારી જ રચના અને તમારાં જ રૂપિયા અને લહેર કરે બીજા કોઈ..

શા માટે આટલી સસ્તી પ્રસિદ્ધિ માટે રચનાકારો દોડ લગાવી રહ્યા છે.

તમારી રચના સારી હશે તો એક દિવસ એવો આવશે કે તમારી નામનાં ચારેકોર વાયુવેગે ફેલાઈ જશે માટે ઘેટાં બકરાંની જેમ ગાડરિયા પ્રવાહમાં ન ચાલો પણ પોતાની આગવી સૂઝબૂઝ થકી અને પોતાના જ મૌલિક વિચારો થકી સિંહ બનીને રહો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે જ.

આજકાલ તો એવું છે કે બીજાની રચના કે લેખ કે વાર્તા ગમે તો એને લાઈક કરીને પ્રોત્સાહન નહીં આપવાનું પરંતુ પહેલાં કોપી કરી લેવાનું પછી અમુકતમુક ફેરફાર કરી ને પોતાના નામે રૂપિયા અને ઓળખાણ થકી વિવિધ છાપાઓમાં છપાવી દેવાનું અને પછી સોસયલ મિડિયામાં શેર કરીને નામના મેળવી લેવાની એટલે ઓરીજીનલ લખવાવાળાની મહેનત ઉપર પાણી ફેરવીને પોતાનો જય જયકાર બોલાવી દેવાનો..

આજકાલ સાહિત્ય જગતમાં આવી અનેક લાલિયાવાડી ચાલે છે.

આજે આટલું જ..ફરી ક્યારેક બીજી સમસ્યાઓ વિશે માહિતી આપીશ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy