The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Margi Patel

Tragedy Others

3  

Margi Patel

Tragedy Others

લાઈફટાઈમ કોરેન્ટાઇન

લાઈફટાઈમ કોરેન્ટાઇન

3 mins
157


ભાભી દેખો તો ખરા તમારા જોડે કેટલા બધા કપડાં છે. હું તો જયારે અહીં હતી ને ત્યારે મારાં જોડે તો ઘણીને ફક્ત 10 જ જોડ હતાં.  

હા અંજુબેન, તમારા ભાઈ સ્ટેટ્સ ને જાળવી રાખવા માટે સારા સારા જ કપડાં પહેરવા પડે ને. 

ભાભી દેખો તો ખરા તમારા જોડે કેટલા બધા ચોઈસ કરવા માટે શૂઝ, સેન્ડલ ને હીલ વાળા અલગ અલગ ચંપ્પલ છે. હું હતી ને ત્યારે તો ફક્ત 1 જ જોડ હતાં. અને તમારે તો ઘર ની અંદર જ પહેરવા માટે 2 જોડ છે. 

હા અંજુબેન, સમય બદલાયો ને હવે. તો સમય સાથે રેહવું પડે. 

ભાભી તમને ખબર છે હું જયારે અહીં હતી ને ત્યારે તો લગભગ એક દિવસ છોડી ને બીજા દિવસે ખીચડી જ બનતી. અને તમે તો દરરોજ અલગ અલગ વાનગીઓ બનાવો છો. 

હા અંજુબેન, ભગવાન ની કૃપા અને તમારા ભાઈ ની મહેનત થઈ હવે સારુ ચાલે છે બધું.  

ભાભી હું આજે સ્ટોર રૂમ માં ગઈ હતી. દેખ્યું તો ત્યાં કેટલા બધા હોટલ ના ડબ્બા પડ્યા છે. અમને તો બહાર નું ખાવા નું કહેતા તો મમ્મી પપ્પા મને બોલી ને બંધ કરાવી દેતા. અમે તો કોઈના જન્મદિવસ સિવાય બહાર નું ખાવાનું દેખ્યું પણ નથી. તમે તો દેખો. કેટલું બહાર નું જમો છો. જોજો જરાં મારાં ભાઈ નો ખાડો ના પાડી દેતા. 

હા અંજુબેન, હું ધ્યાન રાખીશ. અને આમાંથી તો અમુક ડબ્બા તો તમે આવો ને ત્યારે જ તમે બહાર થઈ ખાવનો ઓર્ડર આપ્યો હતો એના જ છે. છતાં હું ખુબ જ ધ્યાન રાખીશ. 

ભાભી હું પિન શોધતી હતી તો મારી નજર તમારા ઘરેણાં ઉપર પડી. તમે તમારા પપ્પા ના ઘરેથી તો 60 તોલા જ લાવ્યા હતાં. તો લગ્ન પછી તમે બીજા પણ વસાવ્યા. મારે તો લગ્ન વખતે આપ્યા એટલા જ છે. 

હા અંજુબેન, મારાં ઘરેણાં તમારા જ છે ને. જયારે પહેરવું હોય ત્યારે લઇ જાવાનું. 

ભાભી, ગમે તો હોય પણ તમે મારાં ભાઈ નું ઘર બરાબર નથી રાખતાં. હું અહીં હતી ને એટલે ઘર ને ચાંદી જેવું રાખતી. તમારા માતા પિતા એ તમને કઈ શીખવાડ્યું નથી લાગતું. 

અંજુબેન, હવે તો ઘર સારુ રાખવાનો પ્રયાસ કરીશ. 

મોનીકા રાત્રે ઘરનું બધું કામ પતાવીને શાંતિથી બહાર બગીચાની ખુરશી માં બેસે છે. અને આંખો બંધ કરી ને વિચારો માં ખોવાઈ જાય છે. " હું ગમે તે કરું પણ, અંજુબેન મારાથી ખુશ જ નથી થતાં, એમના ભાઈ ને દરેક ડગલે સાથે આપ્યો. એક નાની ઝૂંપડી માંથી આજે આ આલીશાન બંગલામાં રહે છે. એમાં મારો પણ એટલો જ ફાળો છે. છતાં અંજુબેન ખુશ નથી. કપરી પરિસ્થિતિ માં આંખ બંધ કરીને તેમના ભાઈ ના પાછળ ઉભી રહી. ઘણી એવી રાત્રો પણ ગઈ છે જ્યાં ફક્ત પાણી પીપીને પણ પેટ ભર્યા છે. 

મને એમ હતું કે આ લોકડાઉન માં જે અંજુબેન ને અહીં રહેવા મળ્યું છે. એમાં હું અમારા વચ્ચેના મનભેદ ને દૂર કરી દઈશ. પણ અંજુબેન ને કઈ વાત ની તકલીફ છે મારા થી. ભલે ને કઈ પણ હજે હું પ્રયત્ન કરતી જ રહીશ. આ વિચારતા વિચારતા મોનીકા ની બંધ આંખ ના ખૂણા માંથી આંસુ ની ધાર થતી હતી. 

એટલા માં જ અંજુ એ મોનીકા ને બુમ પાડી. અને મોનીકા 'હા, અંજુબેન કહી ને તરત દોડતી દોડતી રૂમ તરફ જઈ રહી હતી અને ત્યાં બાજુ ના ઘરના હિના આંટી હીંચકે બેસી ને કહ્યું મોનીકા ધ્યાનથી. આવા સારા દિવસો માં આવી રીતે ના દોડાય. બેટા, મોનીકા મતભેદ દૂર થઇ શકે છે. પણ મનભેદ કદી દૂર નથી થતાં.


Rate this content
Log in

More gujarati story from Margi Patel

Similar gujarati story from Tragedy