લાગણીની ભીનાશ
લાગણીની ભીનાશ


એકબીજા માટેની લાગણીની ભીનાશ ને ક્યાં સુધી છુપાવીશું?
રણમાં ઉભા રહીને
ગમે તેટલા મૃગજળ શોધશું,
કે ગમે તેટલી દોટ મુકીશું,
આખરે તો લાગણી માટે તરસ્યા રહીશું...
એ સગુ શું કરે છે..?
કઈ નહી નિનુ આવ ને અંદર.. બેસ મારી પાસે.. !
જો આ લીધી મારી બ્લ્યુ ટી શર્ટ બ્લેક પેન્ટ પર પહેરવા..
નિનાદ અંદર આવી ને હાથમાં પકડેલી ટી શર્ટ બતાવતા બોલ્યો.. !
અરે વાહ.. સરસ છે.. તું તો એકદમ હીરો જેવો લાગીશ..
સરગમ હસતાં હસતાં ખુશ થઇ ને બોલી.. !
જાને હવે કઈ પણ..
નિનાદે પણ હસતાં હસતાં કહ્યું.. !
સગુ હું જવું પછી
મમ્મી પપ્પા નું અને તારું ધ્યાન રાખજે..
હા નિનુ...
એ કોઈ કહેવાની વાત છે?
ના નથી જ બેની..
પણ..
આંખ નાં આંસુ છુપાવી ને નિનાદ બોલ્યો...
આ તો આપણા આખા કુટુંબમાંથી હું જ પહેલો છોકરો અમેરિકા જવું છું...
અને એકવીસ વર્ષ પછી પહેલી વખત તમારા બધાથી દૂર જવું છું તો ચિંતા થાય ...
સગુ સાચી વાત છે ભાઈ..
પણ સાથે ખુબ ખુશી ની વાત છે કે તું તારા હોટલ મેનેજમેન્ટ ના કોર્સ માં સફળ થયો અને તને આવી સરસ અમેરિકામાં હોટેલ તરફથી ઓફર આવી...
હવે તું કરાર મુજબ એક વર્ષે જ ભારત આવી શકીશ...
તારી બધી તૈયારી થઈ ગઈ ... અત્યાર સુધી એ જ કર્યું સગુ...
હવે આજે તો તારી સાથે બેસવા દે.. ! નિનાદ થોડો ભાવુક થઈ ગયો પણ ઝડપથી પોતાની જાત ને સાંભળી ને બોલ્યો, સગુ કાલે અત્યારે તો એરપોર્ટ પર જવા નીકળી જઈશું, અને બન્ને એકબીજાની સામે જોઈ પરાણે હસ્યાં.. !
સગુ ચલ ને એક સેલ્ફી પડાવ... !
નિનાદ મોબાઈલ ઉપર તરફ કરતા બોલ્યો.. !
એક સેલ્ફી લીધાં પછી..
સરગમ નિનાદ ને..
જા સુઈ જા હવે બઉ મોડું થઇ ગયું છે.. !
હા બેની તું પણ સુઈ જા શાંતિ થી.. !
નિનાદ ઊભો થયો અને રૂમમાં જઈને એક બોક્સ લઈ આવ્યો..
સગુ આ લે.. ! શું છે નિનુ.? એક લાલ રંગ નું બોક્સ હાથ મા પકડતા પકડતા બોલી. !
તું ખોલી ને જો...
હું મારા રૂમમાં જવું છું..
સરગમ ફટાફટ પોતાના રૂમ મા જઈ ને બોક્સ ખોલી ને જોવા લાગી...
સરગમ અને નિનાદ ના ઘણા બધા નાનપણ ના ફોટોસ, એક બીજાના ખભા પર હાથ મુકેલા, રમતા, મસ્તી કરતા, નિનુ ની પહેલી બર્થડે ના, અંબાજી નાનપણ મા ફરવા ગયા હતા ત્યાંના, કાંકરિયા ઘોડા પર બેસેલા, ગોગલ્સ પહેરેલા, રક્ષાબંધન નો ફોટો, સાડી પહેરેલો સરગમ નો ફોટો, બધાજ નાનપણ ના ... ! કેટલી બધી સેલ્ફી, કેટલા જાત જાત ના નખરા કરતા નવા મોબાઈલ મા પાડેલા ફોટોસ.. ! એ દરેકે દરેક ફોટા સાથે અઢળક યાદો જોડાયેલી હતી... અને બધુજ સરગમ ને યાદ આવી રહ્યું હતું....
સરગમ ને નાનપણથી જ ફોટા પડાવાનો અને ફોટા ભેગા કરવાનો શોખ હતો. ફોટાઓ જોતાં જ આંખો ભીની થઈ ફોટા ધૂંધળા દેખવા લાગ્યા... અને સરગમે ફટાફટ પોતાની આખો સાફ કરી દીધી...
જોયું તો બોક્સ માં એક ચિઠ્ઠી હતી...
સગુ એ ચિઠ્ઠી ઉઠાવી..
ડિયર સગુ..
તને રૂબરૂ મા કઈ કહેવાની મારી સહેજ પણ હિમ્મત નથી અને એટલેજ આ..
આપડે ઘણું બધું જીવ્યા.. હા જીવ્યા... કારણકે આપડા જીવન ની એક પણ પળ નક્કામી નથી ગઇ... ! ભલે આપડે રડ્યા હોઈએ, હસ્યાં હોઈએ કે દુ:ખી થયાં હોઈએ કે એકબીજા સાથે મારા મારી કરી ને આખો દિવસ વાત ના કરી હોય, ભલે એક બીજાને રડાવ્યા હોય કે ચીડવ્યા હોય... એ બધી જ પળ આપડે જીવી છે.. કારણકે ક્યારેય આપડે બસ શાંત નથી બેસી રહ્યા... અને એટલેજ આજે કોઇ અફસોસ નથી... !
બધુજ ઠાંસી ઠાંસી ને મન મા ભરી લીધું છે, તારી સાથે ની મસ્તી, વાતો, ઝગડા બધુજ... કઈ બાકી નથી રાખ્યું તારા સિવાય.. ! જો લઈ જઈ શકતો હોત તો તને પણ લઈ જાત પણ પછી મમ્મી પપ્પા નું ધ્યાન કોણ રાખે... !
અને મારે ભાઈ તરીકે તારાં ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવવાનાં છે..
અને એ જુદાઈ ની પલો આના કરતાં પણ ભારે હશે..
આ ઘરની દીવાલો માંથી આવતી સુંગધ, દરોરજ જમવા પોતાની જગ્યાએ બેસવાનો ઝઘડો અને પછી તું એમ કહેતી બેની કે હું સાસરે જઈશ ત્યારે આ લાદી ઉખાડીને લઈ જઈશ.... કેટલું ઝગડતા ખ્યાલ છે ને એ લાદી પર બેસવા... !
પણ..
બધું અહીં જ છોડવાનું....? ખુલી આંખે મારે હવે નવી જગ્યાએ એડજસ્ટ થવાનું છે... તમારા બધા વગર અઘરું પડશે, પણ કરી લઈશ... !
મારી ચિન્તા ના કરશો.. !
હવે થોડો મોટો થઈ ગયો છું ..
થોડી જવાબદારી લઈ ને પપ્પા નો ભાર હળવો કરીશ અને પપ્પા ની જવાબદારીઓ માં હું ખભેખભો મેળવીશ...
ક્યા સુધી હું મમ્મી પપ્પા પર નિર્ભર રહીશ...
અને ક્યાં સુધી તું કામ કર્યા કરીશ.. બન્ને ને થોડી ઘણી મદદ કરાવું હવે..!
દિવસ ના અંતે બન્ને થાકી ગયા હોય ઘડીક મારી જેમ એમના રૂમ મા જઈને એમની સાથે બેસજે.. આખો દિવસ મોબાઈલ ના જોયા કરીશ.. જવાબદારી બસ એમનું કામ કરવાથી પુરી નઈ થઈ જાય સગુ એ યાદ રાખજે... એમનું ધ્યાન રાખવાનું, એમની સાથે બેસી ને સમય કાઢી ને વાત કરવાની, કંઈક નવું કરતા પહેલા એમનો અભિપ્રાય લેવાનો, કયારેક એમને ગમે એવુ કરવાનું, એમની સાથે બેસી ને જમવાનું, એમની સાથે બહાર જવાનુ, બસ કોઈ ને કોઈ રીતે એમની સાથે જોડાયેલા રહેવાનું, એમને બસ એકલા પડ્યા નો ભાસ ના થવો જોઈયે કે ના એવો ભાસ થવો જોઈયે કે છોકરાઓ મોટા થઈ ગયા એટલે હવે આપણે એકલા પડી ગયા...
સગુ એમને મારી યાદ ના આવવી જોઈયે, તું સંભાળી લઈશ મને ખ્યાલ છે.. !
આ બધું તને લખી રહ્યો છું કારણકે એમની તો સામે જોવાની પણ મારી હિમ્મત નથી થતી, એમને જોઈ ને જ આંખ ભરાઈ જાય છે.. !
એ લોકો પણ મારી સામે નથી જોતા કેટલી વાર મેં બન્ને ને છુપાઈ ને રડતા જોયા છે, પણ છોકરાં નાં ભવિષ્ય માટે થઈને મન સાથે સમાધાન કરે છે...
બસ હવે નથી લખતો બઉ, સાથે કાઢેલા વર્ષ થોડી કાગળ પર લખાશે, એતો આપડા બન્ને મા સચવાઈને લાગણીઓની ભીનાશ બની મહેકશે..
અને હા તારું પોતાનું પણ ધ્યાન રાખજે.. !
સરગમ થી આ વાંચ્યા પછી એટલું જોરથી રડાઈ ગયું કે નિનાદ ને પણ સંભળાઈ ગયું... ! અને નિનાદ દોડી ને સરગમના રૂમમા પહોંચી ગયો.. !
નિનુ આ શું છે બધું?
તમને ઘરે છોડી ને જવાનુ, મને એમ કે ખાલી હું જ દુઃખી છું...
સગુ... નિનુ તું જો..
મમ્મી પપ્પા પણ રડે છે...?
અને મમ્મી પપ્પા ની કેમ આટલી ચિન્તા કરે છે તું, તારી બહેન બેઠી છે.. !
તને વિશ્વાસ છે ને મારા પર...? તું સહેજ પણ કોઇ ની ચિંતા ના કર..
કાલે તારે જવાનું છે..
તું મનથી મક્કમ બનીને જા..
સારું સગુ...
બીજા દિવસે રાત્રે એરપોર્ટ પરથી આવજો કહીને પ્લેન દેખાયું ત્યાં સુધી જોયું..
અને નિનાદ ને દૂર દેશાવરમાં જતો જોઈ ને ખુશી પણ જુદા થયો એ જુદાઈ ની વેદનાથી ભારેપણું અનુભવતા ખાલી લાગતાં ઘરમાં પાછાં આવ્યાં.