લાગણીના ખેલ
લાગણીના ખેલ
આજકાલ તો જાણે ફેશન થઈ ગઈ છે, લાગણીઓ સાથે રમત રમવાની. મોબાઈલમાં ગેમ રમે એમ માણસની ભાવનાઓ સાથે રમત રમે. જરૂર હોય તો ભગવાન છો તમે નહીં તો યુઝ એન્ડ થ્રો કરીને કહેવાનું કે એની લાયકાત જ ક્યાં છે? સાચી લાગણીઓની કદર નથી અને ખોટી લાગણીઓમાં ભરમાઈ જાય છે. લાગણીઓથી રમત રમીને સાચી વ્યક્તિને જ ખોટો પાડવામાં આવે છે. લાગણીમાં ફસાવી કામ કઢાવી લે પછી એ વ્યક્તિના અવગુણ દેખાવા લાગે. નજર અંદાજ કરીને કહે હું હમણાં બહું કામમાં છું.
સાચી વાત જાણતા હોવા છતાંય લાગણીશીલ વ્યક્તિ દલીલ ન કરે એને જીતવું નહીં સંબંધો સાચવવા હોય છે, પણ સામેવાળી વ્યક્તિ એવુ સમજી બેસે છે કે આ તો નાસમજ છે એને ખબર તો પડતી નથી તો જરૂર હોય તો બે લાગણીભીના શબ્દો બોલીને કામ કરાવી લઈશું.
જ્યારે લાગણીશીલ વ્યક્તિ સામેવાળી વ્યક્તિ ને પોતાનું માની જ્યારે કંઈક ઘટના એવી બની હોય કે એને એ વ્યક્તિ પર ખૂબ જ ભરોસે અને આશા હોય અને એ વાત કહે પણ એ વ્યક્તિ લાગણીશીલ વ્યક્તિનો પક્ષ જ ના લે અને ના આશ્વાસન ના બે શબ્દો ની હૂંફ ન આપે ત્યારે લાગણીશીલ વ્યક્તિ ટુટી જાય છે અને દૂર થઈ જાય છે. લાગણીઓની રમત રમી ને આમજ બીજાના જીવતર ને બગાડે છે.