Tirth Shah

Tragedy Others

4.0  

Tirth Shah

Tragedy Others

લાચારી

લાચારી

3 mins
222


એ ભીની ભીની માટીની સુવાસ આવતી હતી. એમ લાગતું હતું ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એકાએક વાતાવરણમાં બદલાવ આવ્યો. જોતજોતામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયાં,, જાણે એમ લાગતું હમણાંજ વરસાદ તૂટી પડશે. હું એવામાં ધાબે ગયો અને એ ઠંડા પવનની મજા લીધી.

જોતજોતામાં એક બે ટીપાં વરસવા લાગ્યા મેં તેને ઇગ્નોર કર્યા. એક બે ટીપાં અચાનક જ વધવા લાગ્યા અને વાદળો વધારે કાળા બની ગયા, ઠંડા પવન વધારે જોરથી અવાજ કરવા લાગ્યા. વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, ભારે મેઘ ગર્જના થવા લાગી, સુસવાટા બંધ પવન ફૂંકાયો, અંધારપટ છવાઈ ગયો અને એક બે ટીપાં મોટા થઈને ભારે પડવા લાગ્યા. છતાંય હું રાહ જોઈ મનમાં ડર ના ભાવે ઊભો રહ્યો અને વરસાદ વરસવાનો ચાલુ થયો. સખત પવન અને બિહામણી વીજળી પડવા લાગી. વરસાદ મોટા ફોરે પડ્યો અને એકધાર્યો પડ્યો. 

  હજુ તો હું નીચે આવું તે પહેલા જ હું અડધા પર પલળી ગયો. મને થયું જે રસ્તા પર હશે તેમની શું હાલત હશે ?, ધાબેથી નીચે આવી ગયો અને પછી જે ભયંકર વીજળીઓ થતી મને થયું હું બચી ગયો. એક પછી એક મોટા અવાજ વાળી વીજળી પડવા લાગી, વરસાદ અવિરતપણે વરસતો અને કાળા ડિબાંગ વધારે કાળા બનતા ગયા.

   કોઈની બારી અથડાતી, કોઈ ના દરવાજા, કોઈના ગ્લાસ તૂટ્યા. બધેથી અવાજ આવતો હતો, ક્યાંક ઝાડ પડ્યું તો ક્યાંક પાણી ભરાઈ ગયા તો ક્યાંક લોકો ફસાઈ ગયા. જોતજોતામાં વરસાદ ખાસો વરસી ગયો અને એવું લાગતું આખીય રાત વરસસે.

   એવામાં લાઈટો ગઈ અને સમગ્ર શહેરમાં અંધારપટ. બધે પાણી ભરાયાની ફરિયાદ, ગટરના ઢાંકણ ખુલ્યાની ફરિયાદ, ઝાડ પડ્યા તો પશુ કેનાલમાં પડયાની ફરિયાદ. જોયું તો બધે અંધકાર ને અંધકાર.

એવામાં વરસાદ તેની ચરમસીમા એ પહોંચી ગયો. ઠેર ઠેર પાણી.. એવી ફાળ પડી ને !

    " કુદરતની સામે લાચાર છીએ એનો અહેસાસ થયો "

 બધી રીતે વરસાદ પડતો હતો. ઇન્દ્ર જાણે બગડ્યા હોય તેવું લાગતું હતું. એમ લાગતું હવે ઈશ્વર ખમૈયા કરે અને બચાવે.

     ' વરસાદ લગભગ દસેક ઇંચ ઉપર વરસી ગયો હતો '

હજુ અવિરતપણે વરસતો હતો, બધામાં ડરનો માહોલ છવાઈ ગયો. કુદરતની સામે આપણે વામણા..

  દસ કલાક બાદ પણ એજ હાલત. કેટલીય જગાએ વીજળી પડી, ઘરોમાં પાણી ભરાઈ ગયા, પશુ તણાયા, દરિયાકાંઠે ભારે તારાજી સર્જી, ઘણા વિજપોલ ધરાશાઈ થયા, જર્જરીત મકાનો તૂટી ગયા, કેટલાય હોર્ડિંગ્સ પડી ગયા, લાંગરેલી બોટ ડૂબી ગઈ, પાણીનું વહેંણ વધી ગયું, કેટલાય લોકો લાપતા થઈ ગયા. 

   બધે તારાજી સર્જી હતી. કુદરત તેની હાજરી દર્શાવે છે અને કુદરત છે તે માનીને ચાલવું. 

  ' રેડિયો લાઇન અને સોશ્યલ મીડિયામાં ન્યૂઝ વહેતા થયા અને જાણવા મળ્યું અતિવૃષ્ટિ છે અને આવતા ચાર દિવસ ભારે છે '

  આ સાંભળ્યા બાદ બધે ભજન, આરતી, પૂજા, પ્રાર્થના, થવા લાગ્યા. રામ ધૂન, અખંડ દીવો અને બધે પૂજા પાઠ.

       કુદરત છે અને કુદરત કોપાયમાન બની છે. જે રીતે આપણે તેને વાપરતા હતા એની સજા હતી. લાચારી એ મનુષ્યની સાબિતી છે. 

   પણ, આપણે આજે કુદરતની સામે પ્રશ્ન કરતા બની ગયા માટે કુદરત એનો વળતો જવાબ આપે છે. તેનો વળતો જવાબ આપણે સ્વીકારી લેવો પડે. જે રીતે કુદરત વિરુદ્ધ જઈને જે કાર્યો થાય છે... જેવા ખોટા બંધ બાંધવા, જંગલનો નાશ, પ્રાણી પર અત્યાચાર, કુદરતી ક્રિયાની વિરુદ્ધ ક્રિયા....અનેક પરિબળો છે.

અને અંતે ચાર દિવસ બાદ વરસાદ શાંત થયો અને કુદરતની હાજરીનો અહેસાસ થયો.

    અને, ફરી આવનારી પેઢી અને ફરી એજ ભૂલ.

2005 મુંબઈ પૂર

સુનામી

ધરતીકંપ

અનેક વાવાઝોડા

   અને આજે આપણી પેઢીએ જોયું ' તાઉતે '. એવા આગળ અનેક જોયા પણ આ ખાસ છે કારણ છેલ્લા પાંચ દિવસથી વાવાઝોડું શમ્યુ નથી અને બધે પાણી પાણી કરી નાખ્યું. 

 ' આગળ પણ આવા વિનાશકારી અનેક આવશે પણ, કુદરતને સાચવીશું તો કદાચ ઓછા થાય '

કુદરતની સામે માનવજાતિ વામણી....


                         - તીર્થ શાહ


Rate this content
Log in

Similar gujarati story from Tragedy