લાચારી
લાચારી


દેખ તો કેવું થઈ ગયું બિચારા રમેશ કાકા જોડે. આટલું બધું ધન સંપત્તિ હોવા છતાં આજે બીજાના આધારે જીવવું પડે છે. લાચારી આવી ગઈ છે.
આવું કેમ થયું મીતા આંટી ?
રમેશ કાકા જોડે મિલકત ખુબ જ છે. અને પૈસા પણ. પૈસા અને મિલકત તો ખુબ જ પણ તેની સાથે જબાન ખુબ જ કચડી. પૈસા નો ઘમંડ કરે, બીજા લોકો ને પોતાના નોકરની જેમ જ વર્તે. અને ના બોલવાનું બોલું.
આ રમેશ કાકાની પુત્રવધુ છેલ્લા 7 વર્ષથી કાકાની કડવી વાણી સાંભળતી. મોંમાંથી એક શબ્દ પણ ના બોલતી. એક દિવસ કાકાએ તેમની પુત્રવધુના પિયર ને ખુબ જ ગાળો બોલ્યા. ફક્ત છાશ ઠંડી નહોતી એમાં. કાકીની પુત્રવધુએ એ દિવસે ચુપી તોડી અને 7 વર્ષ નું પરિણામ એ દિવસે કાકા આજે એમના મોટી હવેલીમાં તેમના છોકરા જોડે એકલા. અને એમની પુત્રવધુ આજે પોતાનો જ ખુદનો બિઝનેસ ઊભો કર્યો. જ્યાં તું નોકરી કરે છે.