STORYMIRROR

Amrut Patel 'svyambhu'

Drama Fantasy

4  

Amrut Patel 'svyambhu'

Drama Fantasy

કટકી કેરીનું અથાણું

કટકી કેરીનું અથાણું

7 mins
287

એક સફર રેંકડીથી બરણી તરફ. !

કેટલાંય સમયથી મારી વાર્તાની નાયિકાની ફરિયાદ હતી કે; 'સાહેબ, તમે અવારનવાર બધા માટે લખતાં રહો છો. તો ક્યારેક અમારા તરફ પણ જુઓ.'

આમ તો તેની વાત સાચી હતી. ઘણા વખતથી મારે તેના માટે કંઈક લખવું હતું, હું વિચારતો અને મારાં નવાનવા બહાના, આળસને કારણે આ વાત પાછી ઠેલાઈ જતી.

પણ આજે મારી પાસે આ વાતને પાછી ઠેલવાનું કોઈ બહાનું નથી એટલે તેનું સર્જન કરવા જાઉં છું.

તો ચાલો તમે પણ મારી સાથે હું તમને પણ લઈ જાઉં છું. મારી વાર્તાની એ નાયિકાને ઘર. પણ તમે બધાં શાંતિ રાખજો.

આ રહી તેની સોસાયટી. આ ચોથી રો માં પૂર્વ દિશામાં બીજા નંબરનું તેનું ઘર અને પેલી રહી મારી નાયિકા.

બસ હવે તમે જોતા રહો. !

 હાલની પરિસ્થિતિ જોતા બહાર નીકળી શકાય તેમ નથી. સોસાયટી પાસે ઊભી શાકવાળાએ.

 ' એ શાકભાજી આવી... ચાલો, કેરી, પાલક, ટીંડોળા, ટામેટાં મરચાં, લો.'

તેણે ઝડપથી-

' એ શાકવાળા ભાઈ ઊભા રહો.'

 ફટાફટ ફ્રીજમાં નજર કરી મનમાં દિવસની ગણતરી કરી લીધી.

' આ ટામેટાં. પરવર. સરગવો. બટાકાં. તોતા કેરી. મરચાં, કોથમીર.'

આજે તેણે કોઈ પણ જાતનો ભાવતાલ, રકજક કર્યાં વગર જરૂરિયાત મુજબનું બધું જ લઈ લીધું. પૈસા ચૂકવી દીધા. બીજો કોઈ સમય હોય તો ભાવતાલ કરવામાં જ તેનો સમય પસાર થઈ જાત. 

તે વિચારી રહી બિચારા આવા કપરા સંજોગોમાં પણ બહાર નીકળીને આવે છે. ત્યાં ક્યાં બે પૈસા માટે રકજક કરવી. આજે કોઈ રકજક નહીં કર્યાનો તેને મન એક સંતોષ હતો.

મનમાં એક સંતોષ સાથે તેણે બધું શાક પર સેનેટાઈઝ કરી પાણીમાં ધોઈ લીધું. તે પછી વિચાર કર્યો. રસોઈ તો બની ગઈ છે. ચાલો આ તોતા કેરી આવી ગઈ છે તો કટકી કેરીનું અથાણું બનાવી લઉં.

તેણે નાની મોટી પાંચ કેરી ઉપયોગમાં લેતા પહેલાં ફરીથી સ્વચ્છ પાણીથી ધોઈ લીધી. તે પછી સાફ કરી કથરોટમાં મૂકી. 

 સવારનો સમય. તમે જુઓ છો ને સોસાયટીમાં કેવી શાંતિ છે. સવારનું બધું કામ પત્યું એટલે તેનાં મનને પણ શાંતિ હતી. તેને એકાએક વિચાર આવ્યો, 'ચાલો આજે કંઈક નવું કરીએ.' મનમાંને મનમાં હસી તે પછી કથરોટમાં કેરી ગોઠવી મનમાં આવેલા વિચાર પ્રમાણે ફોન હાથમાં લઈ પહેલી 'ક્લિક' કરી. તે પળવાર માટે જોઈ જ રહી. કથરોટમાં રહેલી કેરી પણ જાણે તૈયાર થઈ ગઈ હોય એમ જાણે તેની સામે જોઈ રહી. તેના ચહેરે ફરી એકવાર હાસ્ય રમી રહ્યું.

તમે જુઓ છો ને ?

જુઓ તેણે કથરોટમાં રહેલી કેરીને એક પછી એક યોગ્ય રીતે સમારી લઈ ફરીથી બીજી ક્લિક કરી છે. કથરોટમાં રહેલી ચીરી તરફ નજર કરતા બધું તેની ગણતરી મુજબ ચાલી રહ્યું છે. 

તેને આપણે આવ્યાની જાણ નથી. આપણે પણ શાંત રહીશું તેની શાંતિનો ભંગ ન થાય તે ખ્યાલ રાખીશું.

તે વિચારી રહી, 'કેટલી શાંતિ છે.' તેણે ધીમા અવાજે રેડિયો ચાલુ કર્યો છે. રેડિયો પર ધીમું ધીમું સંગીત રેલાઈ રહ્યું છે. તે સાથે પગથી થપથપાવતી જાણે તાલ મિલાવી રહી હતી. ' આહા.. કેટલી શાંતિ.'

કેરીની એક સરખી ચીરી કરી ત્રીજી ક્લિક કરી. ઘડીક પેલી કથરોટમાં રહેલી ચીરી તો વળી પાછી પેલી ક્લિક કરેલ ફોટા પર નજર કરી હરખાતી હરખાતી આગળ વધી રહી છે. તેણે સમારેલી કેરી કથરોટમાં મૂકી હતી. તેની નજર કેરીની ગોટલી પર ગઈ. ગોટલી પણ જાણે તેને કહી રહી હતી; 'બહેન જી અમારો પણ ફોટો પડાવવાનો હકક બને છે. કંઈક કરો.' 

 ' હા. હા. કેમ નહીં ? !' તે મનોમન બોલતાં બોલતાં ગોટલીને ગોઠવી રહી. સુંદર ફૂલ આકાર બન્યો તેણે ચોથી ક્લિક કરી. ગોટલી પણ જાણે તેની સાથે સાથે હસી પડી હોય તેમ તેને લાગ્યું.

 હવે શું કરશે, બસ આપણે તો જોયા કરવું.

 તેણે રેડિયો તરફ કાન સરવા કર્યા-

 ' ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.' ગીત આવતું હતું. તેણે થોડો વોલ્યુમ વધાર્યો તે સાથે પગની પાની ઊંચી નીચી કરી તાલ મિલાવીને ધીમે ધીમે એક એક ચીરને નાની નાની કટકી કરતી રહી. 

ચલો કટકી તૈયાર. તેણે કટકીને કથરોટમાં વ્યવસ્થિત રીતે સમારી ને મૂકી ફરી ફોન હાથમાં લીધો. પાંચમી ક્લિક કરી. 

ચાલો અર્ધું કામ પત્યું. તેણે ફ્રીઝમાંથી ઠંડુ પાણી કાઢી ઘૂંટડો ભર્યો. ઠંડક વળી.

 જુઓ ઉનાળાનો દિવસ છે એટલે તમને બધાંને પણ તરસતો લાગી જ હશે. પણ આપણે તે સહન કરવું પડશે કારણ આપણે તેની આ શાંતિમાં પલીતો ચાંપવો નથી. જુઓ હવે શું કરશે...

તેણે એક થાળી લઈને થાળીમાં ત્રણ વાટકી વ્યવસ્થિત રીતે ગોઠવી. એક વાટકીમાં જરૂરિયાત મુજબ નું મીઠું, બીજી વાટકીમાં મરચું પાવડર, ત્રીજી વાટકીમાં હળદર અને નાની ડિશમાં મેથિયો મસાલો મિક્સ કરવાં માટે ગોઠવ્યો. ત્યાંજ આ તમામ તેની સાથે નજર કરતા જાણે કંઈ કહી રહ્યા હોય તેવું તેને લાગ્યું. તે સમજી ગઈ. મનોમન બોલી; ' હા, ભાઈ હા. તને કેવી રીતે નારાજ કરું.' 

 તેણે ફોન હાથમાં લીધો; 'ચાલો રેડી. વન, ટુ, થ્રી. તેણે છઠ્ઠી ક્લિક કરતાં જ. રેડિયો પર ગીત સંભળાયું. ' કિતની ખૂબ સૂરત યે તસવીર હૈ..' તે થાળીમાં રહેલી સામગ્રીને તો વળી ક્લિક થયેલી તસવીરને જોઈ રહી.

જોયું તમે તે કેટલી ખુશ થઈ રહી છે.

 તેને મજા આવી. તેણે ફોનમાં ગેલેરી ચેક કરી લીધી. અત્યાર સુધીમાં છ ક્લિક કરી લીધી હતી. 

હવે તેણે તેલ ગરમ કરવા કડાઈ લીધું તેમાં પ્રમાણસર તેલ નાંખી ધીમા તાપે ગરમ કરી તેમાં પ્રમાણસર રાઈ, હિંગ નાંખી. તેલ આવી ગયું. તે સાથે જ ફટ્ટનાં અવાજ સાથે તેનાં હાથ પર રાઈના દાણા સાથે ગરમ તેલ પાડ્યું. જાણે કહી રહ્યું હતું;' અમને ભૂલી ગઈ !'. 'ઓઈ...માં. તેનાંથી ચીસ પડાઈ ગઈ તે સાથે જ તે તેલનો ગુસ્સો જોઈ બીજું બધું વિચારવાનું છોડી ઝડપથી ફોન લઈ સાતમી ક્લિક કરી તે સાથેજ તેલનો ગુસ્સો જાણે ઠંડો પડ્યો.

જોયું તમે. તેલ પણ ફોટો પડાવવા માટે કેવા પેતરાં કરે તે !

તે વિચારી રહી; ' આ ગુસ્સો ફક્ત જીવતા - જાગતાને જ નથી આવતો. આ બધાને પણ આવે છે. જુઓને ફોટો લેવામાં થોડું મોડું થયું તો તેલ કેવું તપી ગયું. અને જેવી ક્લિક કરી કે શાંત.'

 તે વિચારી જ રહી હતી ત્યાં ફરી રેડિયો પર ગીત સંભળાયું; ' ઉન્કો ગુસ્સા આયા... તો મેરા ક્યા કસૂર. જમાને કા.' તેણે વોલ્યુમ ઓછો કર્યો. આ સવાર સવારમાં કયાં પાછો ગુસ્સો કરવનો તેણે તેલ પર નજર કરી તે પણ જાણે તેની વાતમાં હા માં હા ભણતું હોય તેમ હસતાં હસતાં ઠંડુ પડી રહ્યું હતું !

સવારની પહોર શાંત વાતાવણમાં બસ આપણે તો જોયા કરવું..

તેણે કથરોટમાં રહેલી કેરીની કટકી પર પેલી થાળીમાંથી રહેલ સામગ્રી પૈકી પહેલાં મીઠું, મરચું, હળદર પાવડર મિક્સ કરી તેમાં મેથીયો મસાલો નાખ્યો. બધી સામગ્રી ભેગી થઈ ત્યાં ફરીથી એકવાર આઠમી ક્લિક કરી. તે સાથે ચહેરે એક સંતોષ થયો. તેણે તેલની કડાઈ પર નજર કરી.તેલનો ગુસ્સો શાંત થાય તે પહેલાં તેણે બધું તેલ તેણે પેલા કથરોટમાં વ્યવસ્થિત રીતે પાથરી દીધું. તેલનો ગુસ્સો તેને ખબર હતો એટલે તે ફરીથી તે ગુસ્સે થાય તે પહેલાં જ તેણે નવમી ક્લિક કરી લીધી. તેલના ચેહરે ચમક જોઈ તે હસી પડી ! 

ત્યાં.

 હસ્તે હસ્તે. કટ જાયે રસ્તે. દુનિયા.. ઐસી હી ચલતી રહે.' ગીત સંભળાયું.

એ બધાં ભલે હશે આપણે તો શાંતિ જ રાખવી રહી. સમજો છો ને મારી વાત. હવે શું કરશે જોઈએ.

 ' ચાલો રેંકડીથી બરણી સુધીની મોટાભાગની સફર હવે પૂરી થવા આવી છે.' તેને હાશકારો થયો. નાનો ગોળનો ટુંકડો મોંમાં નાખ્યો. આ તેની વારસો જુની આદત. કામ પૂરું થવામાં હતું. ગોળની મીઠાશથી તેના મગજમાં જાણે કરંટ આવ્યો હોય તેમ ફરી રેડિયો પાસે ઊભી અગિયાર વાગ્યેનાં સમાચાર.

 ગુજરાત સ્થાપના દિવસ ના શુભ અવસરે ૧૮ વરસથી ઉપરનાં યુવાનોને રસી અપાશે...

 ' આજે સમગ્ર દેશમાં કોરોનાનાં નોંધાયેલા કેસો પૈકી સાજાં થયેલ દર્દીઓના રિકવરી રેટમાં વધારો થયો. મૃત્યુદરમાં તેજ ગતિએ ઘટાડો જોવા મળ્યો છે.' 

 સપ્ટેમ્બર સધીમાં મોટાભાગના લોકોને રસીના બંને ડોઝ આપવાનો લક્ષ્યાંક.' 

હાશ. તેણે રાહતનો શ્વાસ લીધો. મનોમન બોલી;' હે ભગવાન હવે તું જ આ મહામારીમાંથી ઊગારી શકે તેમ છે. બસ હવે બહુ થયું. અમારી જે કોઈ ભૂલ થઈ હોય તે તું મોટું મન રાખીને માફ કરજે અને આ મહામારીમાંથી બધાંને સાંગોપાંગ પાર ઉતારે બસ એજ પ્રાર્થના કરું છું.

હા તેની વાત સાચી છે. આપણે પણ આ અત્યાર સુધીમાં જે મહામારીમાં સદગત થયેલ સૌ માટે બે મિનિટ મૌન પાડીએ.

ગરમી વધી રહી છે. તરસ છીપાવવા કંઈક કરવું જોઈએ પણ હવે આટલો સમય સંયમ રાખ્યો છે તો થોડો વધું ચાલો હવે તે શું કરશે જોઈએ.

 તેણે કથરોટમાં રહેલી કેરીનાં કટકાને ચમચા વડે સરખી રીતે મિક્સ કરવું ચાલું રાખ્યું.

' મને તો સાહેબ મોંમાં પાણી આવી ગયું.'...અરે ધીમે બોલો. શાંતિ થશે ! હવે હું માનું છું ત્યાં સુધી બધું કામ પૂરું જ થવામાં છે. પછી આપણે તેને મળીશું !

જુઓ હવે શું થશે.

મિક્સ કરીને સરખી રીતે ગોઠવી ફરી ફોન હાથમાં લીધો.

' કેટલા ફોટા પાડશે? ! બધાં તે તરફ જોઈ રહ્યાં.

ત્યાં તે કથરોટમાં તૈયાર થયેલી " કટકી કેરીનું અથાણું" ની દશમી ક્લિક કરી. તે સાથે તેને ઉતાવળ હોય તેમ લાગ્યું. તેણે ઝડપથી કાચની બરણીમાં અથાણું ભરીને છેલ્લી ક્લિક કરતી હોય તેમ બરણી વ્યવસ્થિત રીતે ગોઠવી કેમેરો કરી. વન, ટુ, એન્ડ ફાયનલી થ્રી.

તેની એક સફર રેંકડીથી બરણી તરફની પૂરી થતાં તેના ચહેરે અનેરો આનંદ વર્તાતો હતો. 

ચાલો આપણે હવે તેને મળવામાં કોઈ વાંધો નથી. હું આગળ કંઈ બોલું તે પહેલાં જ.

કટકી કેરીનું અથાણું જોઈ જેમનાં મોંમાં પાણી આવી ગયું હતું તેણે બારણે ટકોર કરી દીધી.

દરવાજે મને જોતા જ તેના ચહેરે અનેરો આનંદ વર્તાતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama