Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Rahul Makwana

Horror Tragedy


4  

Rahul Makwana

Horror Tragedy


કર્સ ઓફ હેલ્પલેસ પુઅર મધર - શ્રાપ

કર્સ ઓફ હેલ્પલેસ પુઅર મધર - શ્રાપ

12 mins 217 12 mins 217

મિત્રો, હાલમાં મનુષ્ય એટલો બધો આધુનિક બની ગયો કે છે. તેની ધીમે ધીમેં જાણે ધર્મ પ્રત્યે આસ્થા ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે, પછી તે ભલે સમયનો અભાવ હોવાનું બહાનું બતાવતો હોય, બાકી અત્યારનાં સમયનો માણસ એવું સમજે છે કે કોઈ ધાર્મિક સ્થળોમાં દાન આપવાથી જાણે ભગવાનનું ઋણ ચૂકવી દીધું હોય. હાલનાં સમયમાં વ્યક્તિ જ્યારે વિજ્ઞાનમાં વિશ્વાસ કરે છે પરંતુ તે શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ભૂત, આત્મા, ખરાબ આત્માઓ વગેરેમાં વિશ્વાસ કરતો બંધ થઈ ગયો છે. પરંતુ જ્યારે આ વાસ્તવિકતાનો સામનો કરવાની નોબત આવે છે. ત્યારે તેનું પરિણામ પણ એટલું બધું ભયંકર અને ભયાનક આવે છે. જેનાં વિશે મનુષ્યએ વાસ્તવિકતામાં તો ઠીક પરંતુ સપનામાં પણ વિચારેલું નથી હોતું.

સમય : સવારનાં 8 કલાક.

સ્થળ : હરીશ મહેતાનું ઘર.

હરીશ મહેતાં શહેરથી થોડે દૂર આવેલાં, ટેનામેન્ટમાં પોતાનાં પુત્ર સાગર અને પુત્રવધુ મમતા સાથે રાજી ખુશીથી અને પ્રેમપૂર્વક રહેતાં હતાં, હરીશનાં પત્ની એટલે કે કવિતા આજથી પાંચ વર્ષ પહેલાં જ કેન્સરને લીધે મૃત્યુ પામી હતી.

જીવનમાં જેવી રીતે સુખ અને દુઃખ આવ્યાં કરે, તડકા પછી છાંયડો આવે, તેવી જ રીતે રાત પછી દિવસ આવે જ છે, એટલે આજે તમારાં જીવનમાં ખુશીઓ છે તો આવનાર સમયમાં દુઃખ પણ આવી શકે.

સવાર એટલે આગળનાં દિવસનો બધો જ થાક રાતે ઉતારીને નવી સ્ફૂર્તિ સાથે આગળ વધવાનો દિવસ, જેમ રાતે મોબાઈલ ચાર્જ કરી લઈએ અને તે મોબાઈલની બેટરી આખો દિવસ ચાલે, તેમ રાતે પૂરતી ઊંઘ થયાં પછી મનુષ્ય પણ જાણે કુદરતી શક્તિઓથી ચાર્જ થઈ ગયો હોય તેવું લાગતું હોય છે, પરંતુ મિત્રો બધાં માટે આવનાર સવાર સરખી નથી હોતી, અમુક વ્યક્તિઓ માટે નવી સવાર સારા સમાચાર અને ખુશીઓ લઈને આવતી હોય છે, જ્યારે અમુક લોકો માટે આવનાર સવાર આફતો, દુઃખ કે તકલીફો લઈને આવતી હોય છે. અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ખુદ એવું વિચારતો હોય છે કે આ કરતાં સવાર પડી જ નાં હોત તો સારું થાત.

સાગર પોતાની ઓફિસે જવાં માટે તૈયાર થઈ રહ્યો હતો, અને મમતા સાગર માટે નાસ્તો બનાવી રહી હતી. એવામાં હરીશનાં રૂમમાંથી એક જોરદાર ચીસ સંભળાય.આ સાંભળીને સાગર અને મમતા હરીશનાં રૂમ તરફ ઝડપથી દોડ્યાં…પોતાનાં પિતાની આવી મોટી ચીસ સાંભળીને સાગર અને મમતાનાં હૈયામાં એક ધ્રાસકો પડ્યો. સાગરનાં મન ઘણાં જ પ્રશ્નો ઉદભવી રહ્યાં હતાં. કે પપ્પા એ આવી રીતે શાં માટે આમ એકાએક મોટેથી ચીસ પાડી હશે ? શું તેમને કંઈ થયું તો નહીં હશે ને ? શું પપ્પાએ સવાર સવારમાં કોઈ ખરાબ સપનું તો નથી જોઈ લીધું. ને ?" - એક તરફ સાગરનાં મનમાં આવા અનેક વિચારો આવી રહ્યાં હતાં, જ્યારે બીજી તરફ તેનાં ડગલાઓ તેનાં પિતાના રૂમ તરફ આગળ વધી રહ્યાં હતાં, સાગર અને મમતા હરીશનાં રૂમ પાસે જઈને જોવે છે, તો તેની ચિંતામાં વધારો થાય છે. કારણ કે હરીશનો રૂમ અંદરથી બંધ હતો.આ જોઈ મમતા ચિંતાગ્રસ્ત થઈને રડવા લાગે છે. પછી સાગર મહામહેનતે હરીશનાં રૂમનો દરવાજો તોડવામાં સફળ રહે છે.

સાગર અને મમતા રૂમ ખોલીને જોવે છે, તો તેનાં હૃદયમાં જોરદાર વ્રજઘાત સમાન પીડા અનુભવાય છે, જાણે તેનું હૃદય એકાદો ધબકારો લેવાનું ચૂકી ગયું હોય તેવું તેમને લાગી રહ્યું હતું, પગ હેઠે રહેલ જમીન એકાએક સરકી ગઈ હોય તેવું તેઓ અનુભવી રહ્યાં હતાં, થોડીવાર માટે તો તે બનેવની આંખોમાં અંધારા આવી ગયાં…કારણ કે. હરીશ પોતાનાં રૂમમાં રહેલ ખુરશી પર નિષ્પ્રાણ હાલતમાં પડેલ હતાં, તેની સામે રહેલ ટેબલ પર ચા નો કપ ભરેલો પડ્યો હતો. આ જોઈ સાગરનાં મનમાં ઘણાં જ વિચારો આવ્યાં.

"મમતા ! આ ચા ?" - મમતાની સામે જોઈને સાગરે પૂછ્યું.

"જી ! હું થોડીવાર અગાવ જ પપ્પાને ચા આપવાં માટે તેમનાં રૂમમાં આવી હતી.!" - મમતા ગભરાયેલા અવાજે બોલે છે.

"ત્યારે.પપ્પાને કેવું હતું મિન્સ તબિયત કેવી હતી. એ સમયે ?" - સાગરે વિસ્મયતા સાથે મમતાને પૂછ્યું.

"જી ! સાગર. હું જ્યારે પપ્પાનાં રૂમમાં જ્યારે ગઈ ત્યારે પપ્પા જસ્ટ જાગ્યા જ હોય તેવું મને લાગી રહ્યું હતું.પ.ણ…!" - મમતા થોડુંક અટકતા બોલે છે.

"પણ. પણ..શું… મમતા ?" - સાગર ભારે અવાજે પૂછે છે.

"સાગર. હું. જ્યારે પપ્પાને સવારે ચા આપવાં માટે આવી. ત્યારે પપ્પાની આંખો જોતાં એવું લાગી રહ્યું હતું કે પપ્પા આખી રાત સૂતાં જ નહીં હોય.તેની આંખો લાલચોળ હતી. તેની આંખોમાં કંઈક અલગ પ્રકારનો ડર પ્રવર્તી રહ્યો હતો. જે ડર હાલમાં પણ પપ્પાની આંખોમાં મૃત્યુ પામ્યાં છતાંય દેખાય રહ્યો છે.!" - મમતા સાગરને વધુ વિગતો જણાવતાં બોલે છે.

"તો. પપ્પા..ને કંઈ બાબતનો આટલો બધો ડર હશે ? તેમણે આપણને આ બાબતે શાં માટે નહીં જણાવ્યું ? પપ્પાએ એવું તો શું જોયું હશે.. કે તેની આંખો છેલ્લા શ્વાસે પણ ડરને લીધે પહોળી થઈ ગઈ હશે ?" - સાગર મમતાની સામે જોઈને બોલે છે.

"સાગર. કદાચ. પપ્પા..આપણને આ બાબત વિશે આજે સવારે જ જણાવવાના હોય એવું પણ બની શકે. સવાર તો પડી. પણ પપ્પાની વાત કાયમિક માટે રાઝ જ બની રહી. પપ્પાની એ વાત તેમનાં મનમાં જ રહી ગઈ.!" - મમતા સાગરને સમજાવતાં બોલે છે.

ત્યારબાદ સાગર હરીશ મહેતાની હિંદુધર્મની સંસ્કૃતિ અને વિધિ પ્રમાણે અંતિમ વિધિ સંપન્ન કરે છે. જેથી તેમનાં આત્માને પ્રભુ શાંતિ અર્પણ કરે.

ચાર વર્ષ અગાઉ -

હરીશ હજુ તો માંડ માંડ તેની પત્ની કવિતાનાં મૃત્યુનાં શોકમાંથી ઉભરીને બહાર જ આવી રહ્યો હતો. ધીમેં - ધીમેં હરીશ પોતાની જાતને અગાવની માફક જ પોતાનાં કામમાં વ્યસ્ત રાખવાં માંડ્યો…જેથી કરીને તે થોડાક સમય માટે તો થોડાક સમય માટે પોતાનું દુઃખ અને દર્દ ભૂલી શકે. આ દરમ્યાન સાગર M.C.A.નો અભ્યાસ કરવા માટે રાજસ્થાન ગયેલો હતો, ધીમે ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા માંડ્યા, અને હરીશ હવે પોતાની જાતને સંભાળી શકતો હતો, આ દરમ્યાન હરિશની કંપનીએ ઓડિટ પ્રમાણે માર્ચ મહિનામાં સારો એવો પ્રોફિટ કરેલ હતો તેનાં સેલિબ્રેશનનાં ભાગ રૂપે એપ્રિલ મહિનાની 5 તારીખે એક એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવેલ હતું.

એન્યુઅલ ફંક્શન પૂરું થયાં બાદ, હરીશનાં મિત્રોએ એક નાનકડી પાર્ટીનું આયોજન કરેલ હતું, આથી બધાં મિત્રોના આગ્રહને વશ થઈને હરીશે. આલ્કોહોલનાં ત્રણ પેક માર્યા. પછી ખુબ મોડું થઈ ગયું હોવાથી અને પોતાનું ઘર થોડું દૂર આવેલ હોવાથી હરીશ બધાં મિત્રોની રજા લઈને અને "ગુડ નાઈટ" વિશ કરીને પોતાનાં ઘરે જવાં માટે કાર લઈને નીકળે છે, હરીશ જ્યારે પાર્ટીમાંથી નીકળ્યો ત્યારે તે એકદમ શુધ્ધ અને પુરેપુરા ભાનમાં હતો. ધીમેં ધીમે બહારથી આવી રહેલાં ઠંડા પવનને લીધે હરીશને હવે ધીમે - ધીમે દારૂની ફટકી લાગી રહી હતી. જેને લીધે હરીશને ધૂંધળુ દેખાય રહ્યું હતું, આંખોમાં ઘેન ચડી રહ્યું હતું, જેને લીધે હરિશની આંખો આપમેળે જ ઢળી પડતી હતી. પરંતુ હરીશ મહામહેનત કરીને પોતાની જાતને સજાગ રાખવાં માટે મથી રહ્યો હતો.

બરાબર આ જ સમયે હરીશનાં કાને કોઈ વસ્તુ તેની કાર સાથે ધડાકાભેર અથડાય હોય તેવો એક ધડાકો સંભળાયો. આથી હરીશની આંખો ડરને લીધે એકદમ પહોળી થઈ ગઈ. હરીશે પોતાની કારમાં બ્રેક મારી. માંડ માંડ કરીને લથડીયા ખાતાં - ખાતાં હરીશ કારની બહાર નીકળ્યો, અને કારનાં બોનેટ પાસે જઈને જોવે છે, જેવી હરીશે કારનાં બોનેટ આગળ નજર કરી, તો તેની આંખો ડર અને ગભરામણને લીધે એકદમ પહોળી થઈ ગઈ. કારણ કે હરીશની કારનો સામેની તરફથી સાયકલ લઈને આવતા એક મજૂર વ્યક્તિ સાથે અકસ્માત થયેલ હતો, તે મજૂર ખુબ જ ગંભીર હાલતમાં હતો અને લથડિયા મારી રહ્યો હતો. તે આખો લોહીલુહાણ હાલતમાં પોતાને બચાવી લેવાં માટે હરીશને બે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો હતો..

 હરીશ સ્વસ્થ થાય એ પહેલાં તો મજૂરે પોતાનો અંતિમ શ્વાસ લઈ લીધો, અને મૃત્યુ પામ્યો. આથી હરીશે પોતાની આજુબાજુ નજર કરી. તો રોડ એકદમ સુમસામ હતો. આજુબાજુમાં વ્યક્તિનાં નામે કાગડા ઊડી રહ્યાં હતાં. આથી હરીશે પોતાના મગજનો ઉપયોગ કરીને પેલાં મજૂરને ઢસડીને નજીકનાં ખેતરમાં લઈ ગયો. અને ખેતરમાં પડેલ કોદાળી અને પાવડા વડે ખાડો ખોદીને પેલાં મજૂરની ડેડબોડીને દફનાવી દીધી. ત્યારબાદ હરીશ પોતાની કાર લઈને જાણે પોતાની સાથે કોઈ ઘટનાં ઘટેલ જ ન હોય તેવી રીતે પોતાનાં ઘરે પરત ફરે છે.હરીશને એવું હતું કે આ ડેડબોડી દફનાવવાની સાથે જ આ પ્રકરણ પૂરું થઈ ગયું છે. પરંતુ હરીશ એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે ખરેખર પ્રકરણ પૂરું નહીં પરંતુ ત્યાંથી જ નવું જ પ્રકરણ શરૂ થઈ ગયું હતું. જે હરીશની ઊંઘ હરામ કરી દેશે.

હરીશનાં મૃત્યુનાં એક વર્ષ પહેલાં -

સાગર રાજસ્થાન યુનિવર્સિટીમાંથી M.C.A નો અભ્યાસ પૂર્ણ થતાં, અને તેનાં જ શહેરની એક સોફ્ટવેર કંપનીમાં જોબ મળતા. સાગર કાયમિક માટે પોતાનાં શહેર પરત ફરેલ હતો. અને થોડાંક જ મહિનામાં સાગરનાં મમતા સાથે લગ્ન પણ થઈ ગયાં…સાગર, મમતા અને હરીશ રાજીખુશીથી અને હળીમળીને સાથે રહી રહ્યાં હતાં, પરંતુ મિત્રો કહેવાય છે ને કે "તમે કરેલાં તમારા કર્મોનું ફળ તમારે જ ભોગવવું પડે છે, જો તમે સારા કામ કરેલ હોય તો સારું ફળ મળે અને જો ખરાબ કામ કરેલાં હોય તો ખરાબ ફળ મળે. બાકી ફળ તો મળે જ છે.!" - એવી જ રીતે એક સુનામી હરીશનાં જીવનમાં દસ્તક દેવાં માટે આતુર બની રહી હતી.

 ધીમે - ધીમેં પેલો મજૂર વારંવાર હરીશનાં સપનાઓમાં આવવાં લાગ્યો. જે હરીશને "તે મને કેમ માર્યો ? મેં તારું શું બગાડ્યું હતું ? તે મારો જીવ કેમ ના બચાવ્યો ? તેને તારા પાપોની સજા મળીને જ રહેશે.!" - એવાં અલગ - અલગ પ્રશ્નો પૂછી રહ્યો હતો. હરીશને સપનામાં પેલાં મજૂરનો ચહેરો તો દેખાતો હતો. પરંતુ તેની સાથોસાથ એક વૃધ્ધ મહિલાનો પણ ચહેરો દેખાતો હતો. જે હરીશને…"તે મારા એકનાં એક દીકરાને શાં માટે માર્યો ? મારા દીકરાએ તારું શું બગાડ્યું હતું ? મારી જેવાં ગરીબનાં એકનાં એક આધાર સમાન પુત્રને તે મારાથી છીનવી લીધેલ છે. તને તારા પુત્ર સાથે રહેવાનો કોઈ જ હક નથી.!" - આવી બાબતો કહી રહી હતી.

 હરીશની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી હતી. આથી તેણે પોતાની નોકરીમાંથી સ્વૈચ્છીક રાજીનામુ લઈ લીધું. દિવસે ને દિવસે હરીશનું શરીર સૂકાઈ જતું હતું. તેનાં શરીરમાં માત્ર આત્મા જ બચ્યો હોય તેવું લાગી રહ્યું હતું.જોત-જોતામાં તો હરીશનાં શરીરમાં એટલી બધી નબળાઈ આવી ગઈ કે તે પોતાની જાતે સૂઈ કે બેસી પણ નહોતો શકતો. સાગરે હરીશની ઘણીબધી હોસ્પિટલોમાં સારવાર કરાવી પરંતુ બધાં જ ડોક્ટરો એ સાગરને કહ્યું કે…"તમારા પિતાની તમારાથી બનતી બધી સારવાર અને સેવા કરો. હાલની પરિસ્થિતિ જોતાં તે લાબું જીવશે નહીં તેવું લાગી રહ્યું છે.!" - આથી સાગર અને મમતા છેલ્લા 10 મહિનાથી હરીશની સેવા - ચાકરી કરી રહ્યાં હતાં, હરીશની આવી હાલત શાં માટે થઈ એ બાબત હરીશ ખુબ જ સારી રીતે જાણતો હતો…તેને ખ્યાલ આવી ગયો હતો કે તેને પેલાં નિર્દોષ મજૂર અને તેની લાચાર માઁ નો શ્રાપ કે હાય લાગેલ છે. હરીશે સાગર અને મમતાને આ બાબતની જાણ કરવાં માટે ઘણાં જ પ્રયત્નો કર્યા, પરંતુ હરીશ પોતાની જીભ ઉપાડી ના શક્યો…!

હરીશનાં મૃત્યુનાં ત્રણ દિવસ બાદ…

સાગર પોતાની જોબ પરથી રાતે 9 કલાકે પરત ફર્યો, આ દરમ્યાન મમતાએ રસોઈ બનાવી લીધેલ હતી, સાગર ઘરે આવ્યો, ફ્રેશ થયો. અને ત્યારબાદ સાગર અને મમતા જમવા માટે બેઠાં…સાગર અને મમતા જમી રહ્યાં હતાં. બરાબર એ જ સમયે હરીશના રૂમમાંથી કાચ તૂટવાનો અવાજ આવ્યો. આથી સાગર અને મમતા દોડીને હરીશનાં રૂમમાં ગયાં…રૂમમાં પ્રવેશ્યાં બાદ સાગર મમતાની સામે જોઈને બોલ્યો.

"મમતા ! પપ્પાનાં રૂમની બારી ખુલી હતી, જેમાંથી જોરથી પવન આવવાનાં લીધે, ટીપાઈ પર રહેલ કાચની ફૂલદાની નીચે પડવાથી તૂટી ગઈ. એનો અવાજ આવ્યો હતો. ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.!" 

"તો. ભલે. સાગર. ઘડીક તો મારા હૃદયમાં ધ્રાસકો પડી ગયો હતો…!" - મમતા શાંત પડતાં - પડતાં બોલે છે.

ત્યારબાદ સાગર એ ટીપાઈને સરખી રાખવાં જાય છે. બરાબર એ જ સમયે સાગરની નજર હરીશનાં પલંગ પાસે પડેલ એક બુકની વચ્ચે રહેલાં કાગળ પર પડે છે. આથી સાગર આતુરતાપૂર્વક એ કાગળ બુકમાંથી બહાર કાઢીને ઝડપથી વાંચવા માંડે છે. એ કાગળ વાંચ્યા બાદ જાણે સાગરનાં હોશ ઊડી ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, તેનો ચહેરો નિસ્તેજ બની ગયેલ હતો, તેની આંખોમાં ડર અને ગભરાહટ સ્પષ્ટપણે જોઈ શકાતો હતી.આ જોઈ મમતા એકદમ ચિંતામાં આવી ગઈ !

"સાગર. શું…થયું ? શાં માટે તું કંઈ બોલતો નથી ? એ કાગળ શેનો છે ? એમાં એવું તો શું લખેલ છે. કે એ વાંચીને તારા હોશ ઊડી ગયાં ?" - મમતાએ ગભરાયેલાં અવાજે સાગરને એકસાથે ઘણાં બધાં પ્રશ્નો એકસાથે પૂછી લીધાં.

"લે.તું તારી જાતે જ વાંચી લે…!" - સાગર મમતાનાં હાથમાં પેલો કાગળ આપતાં બોલે છે.

આથી મમતા પણ આશ્ચર્ય અને નવાઈ સાથે એ કાગળ ઝડપથી વાંચે છે. એ કાગળમાં ઉપર લખેલ હતું મારી એક ભૂલ…આ કાગળ વાંચ્યા બાદ મમતા અચરજ ભરેલાં અવાજે સાગરની સામે જોઈને પૂછે છે.

"તો. શું…પપ્પા દ્વારા એક નિર્દોષ મજૂરને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો ? પપ્પા એ આપણને અત્યાર સુધી આ બાબત શાં માટે જણાવી નહીં ? તો શું એ મજૂરની આત્મા ? શું પપ્પાનાં એકાએક મૃત્યુ પાછળ શું એ આત્મા તમને પણ.!" - મમતા સાગરનાં ચહેરા સામે જોઈને બોલી ઊઠે છે.

"મમતા.તારા બધાં જ પ્રશ્નોનો જવાબ મારી પાસે એક જ છે…"કદાચ..એવું પણ બની શકે..!" - આ સિવાય મારી પાસે તારા પ્રશ્નોનો કોઈ જ જવાબ નથી.

ત્યારબાદ સાગર અને મમતા ફરી પાછા હોલમાં પ્રવેશે છે, થોડુક જમીને પોતાનાં બેડ રૂમમાં સૂવા માટે ચાલ્યાં જાય છે.

એ જ દિવસે રાતે 1 વાગ્યે…

સાગર અને મમતા પોતાનાં બેડરૂમમાં સૂતેલાં હતાં, એમાં પણ સાગરને ઓફિસનાં વધુ પડતાં કામને લીધે ઘસઘસાટ ઊંઘ આવી ગયેલ હતી, એવામાં સાગરનો જીવ એકાએક મુંઝાવા લાગ્યો. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. સાગરનું ગળું તરસને લીધે સૂકાવા માંડ્યું. આથી સાગરે ટીપાઈ પર રહેલ પાણીની બોટલ ઉઠાવી. તો એ બોટલ ખાલી હતી. આથી સાગર પાણી પીવા માટે રસોડામાં રહેલ ફ્રીઝ પાસે ગયો. જેવો સાગરે ફ્રીઝનો દરવાજો ખોલ્યો તો સાગરનાં મોં માંથી જોરથી એક મોટી ચીસ નીકળી ગઈ. કારણ કે તેના ફ્રીઝમાં મજૂર જેવો દેખાતો એક આદમી લોહી લુહાણ હાલતમાં બેસેલ હતો. જે જોત - જોતામાં લંગડાતાં - લંગડાતાં ફ્રીઝની બહાર આવ્યો અને સાગરને કહ્યું. કે "તારા ! પપ્પાએ જેમ મને મારી માઁ થી દૂર કરી દીધેલ હતો. તેમ હું પણ તેના પુત્રને એટલે કે તને મારી નાખીશ…!" આટલું બોલી એ મજૂર સાગર તરફ આગળ વધે છે.

શું. કરવું ? શું…ન. કરવું ? એ સાગરને કાંઈ સમજાતું ન હતું. આથી સાગર પોતાનો જીવ બચાવવા માટે રસોડામાંથી નીચે હોલમાં આવ્યો. એવામાં તેનું ધ્યાન હોલમાં રહેલ કેલેન્ડર પર પડ્યું. જેમાં તારીખ હતી. 5 એપ્રિલ. કે જે દિવસે હરિશે પેલાં મજૂરને અકસ્માત દ્વારા મોતને ઘાટ ઉતારી દીધેલ હતો. આ જોઈને સાગરને ધીમેં - ધીમેં સમજાય રહ્યું હતું કે હાલ જે વ્યક્તિ પોતાને મારવા માંગે છે એ બીજું કોઈ નહિ પરંતુ તેનાં પિતા હરીશ દ્વારા જે મજૂર મૃત્યુ પામેલ હતો એની જ ભટકતી આત્મા હતી..પેલો મજૂર હાલમાં પણ સાગરનો પીછો કરી રહ્યો હતો. એવામાં સાગર તેના ઘરનો મેઈન દરવાજો ખોલીને બહારની તરફ આવેલા રોડ તરફ દોડવા માંડે છે.

દરવાજો ખોલવાનો અવાજ મમતાનાં કાને પડવાથી મમતા પોતાનાં બેડરૂમની બારીમાંથી નીચે નજર કરે છે. તો સાગર હાફળો - ફાફળો થઈને ભાગી રહ્યો હતો. અને પેલો મજૂર લોહીલુહાણ હાલતમાં તેનો પીછો કરી રહ્યો હતો.આથી મમતા સાગરને જોઈને બૂમ પાડે છે.

"સાગર ! જલ્દી અહીં ઉપર આવી જા.!" 

"ના ! મમતા ! તું બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દેજે.એ.દરવાજો ખોલતી..નહીં..અ.ને. બી. જુ. !" - સાગર આટલું બોલે ત્યાં તો રોડ પર પુરઝડપે આવી રહેલ એક ટ્રક સાગરને હડફેટે લઈને નાસી છૂટે છે. અને મમતાની નજરો સામે જ સાગર તરફડીયા મારતાં - મારતાં જ ત્યાં રોડ વચ્ચે જ પોતાનો દમ તોડી દે છે. એવામાં પેલાં મજૂર જે લોહીલુહાણ હાલતમાં હતો. તે જોત-જોતામાં એકદમ સ્વસ્થ થઈ ગયો. અને એક વૃદ્ધ સ્ત્રી પેલાં મજૂર પાસે આવી…અને મજૂરનો હાથ પકડ્યો. અને જોત - જોતામાં તે બંને મમતાની નજરો સામેથી અદ્રશ્ય થઈ ગયાં.એ બંને અદ્રશ્ય થયાં એ પહેલાં મમતાની નજર તે બંનેની આંખો સમક્ષ પડી. જે જાણે મમતાને એવું કહી રહ્યાં હોય કે…"તારા સસરાએ મારા એકનાં એક વ્હાલા દીકરાને મારાથી છીનવી લીધેલ હતો. આથી મેં એમનાં પુત્રને તારાથી છીનવી લીધો..છે…!" 

મિત્રો, આપણે દુનિયામાં સારા કામો ના કરી શકીએ… તો વાંધો નહીં. પરંતુ આપણે કોઈનું ખરાબ ના જ કરવું જોઈએ. જો આપણાં દ્વારા કોઈનું કંઈ ખરાબ કરવામાં આવેલ હોય તો આપણે તેમની માફી માંગી લેવી જોઈએ, અથવા આપણે આપણી ભૂલ સુધારી લેવી જોઈએ. નહીં તો એ લાચાર વ્યક્તિનો આપણને શ્રાપ લાગે છે.જે આપણે કે પછી આપણાં સંતાનોને હરીશ અને સાગરની માફક ભોગવવાની નોબત આવતી જ હોય છે..અને એ વસ્તુ મગજમાં ફિટ બેસાડી લેવી જોઈએ કે,"અહીંનું કરેલ અહીં જ ભોગવવાનું છે…!" - માટે કોઈનું ખરાબ કરવું નહીં. જેથી આપણે જાણતાં કે અજાણતાં કોઈ વ્યક્તિની બદુઆ કે શ્રાપનો ભોગ ના બનીએ !


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Horror