Leena Patgir

Tragedy Thriller

4.5  

Leena Patgir

Tragedy Thriller

કરિશ્મા

કરિશ્મા

5 mins
165


નામ હતું એનું આકાશ. આકાશનાં સપના પણ આકાશને આંબે એવા હતા. એના ઘરમાં ફક્ત એક એની મમ્મી જ હતા. જે આંખે અંધ હતા. પિતાની છત્રછાયા આકાશ બાળપણમાં જ ગુમાવી ચૂક્યો હતો. આકાશ દિવસે કુરિયરમાં નોકરી કરતો અને રાતે કોલ સેન્ટરમાં એમ કરવા પાછળનું કારણ આકાશનું એના મમ્મી માટે આંખોનું ઓપરેશન કરાવવાનું હતું. એક દિવસ આકાશને શાહઆલમ એરિયામાં કુરિયર પહોંચાડવાનું આવ્યું. તે કુરિયર આપીને નીચે આવ્યો ત્યાં તેને એક બુરખાવાળી છોકરી દેખાઈ. તેની ફક્ત આંખો જ દેખાતી હતી. પણ એની આંખોમાં આકાશ પોતાને સમાવી લેવા માંગતો હતો. હજુ તો એ કાંઈ વિચારે એ પહેલા તો એ છોકરી ગાડીમાં બેસીને નીકળી ગઈ. હવે આ એરિયામાં એના વિશે વધારે માહિતી મળે એવું લાગતું તો નહોતું પણ આકાશનાં નસીબ સારા હતા એટલે ત્યાં નીચે એક 10-12 વર્ષનો છોકરો રમતો હતો એની પાસે જઈને આકાશે પૂછ્યું. 'બેટા. આ ગાડી હમણાં ગઈ એ કોની હતી? '

એ છોકરાએ કહ્યું. 'અચ્છા ઓલી લાલ કલરની ગાડી એતો સલીમચાચાની હતી. કેવી મસ્ત છે નહીં. હું જયારે મોટો થઇશને તો હું પણ એવી જ ગાડી લઇશ 

આકાશે એની નિર્દોષ વાતોને હસતા હસતા મુદ્દા ની વાત પૂછી. 'અચ્છા તો બેટા સલીમ ચાચા ના ઘરમાં કોણ કોણ રહે છે? '

એ છોકરા એ કહ્યું. 'સલીમચાચાના ઘરમાં રૂકસાના આંટી. કરિશ્માદીદી અને ફેસલ રહે છે. પણ તમે આવું કેમ પૂછો છો?? '

પોતાની ચોરી પકડાઈ જશે એ ડરથી આકાશ વાત બદલીને ત્યાંથી નીકળી જાય છે.  

આખો દિવસ આકાશને કરિશ્માના જ વિચારો આવતા હતા. એ કેવી લગતી હશે?? એની આંખો આટલી ગજબ છે તો એ કેટલી ગજબ હશે?? 

બીજા દિવસે એની હિંમત વધારે ખુલી ગઈ. એમ પણ પ્રેમ કરતી વખતે તમે તમારી શાન ભૂલીજ જતા હોવ છો. ફક્ત તમારું દિલ જે તમને કહે એજ માનતા હોવ છો. ત્યારબાદ ત્યાંથી એને જાણવા મળ્યું કે કરિશ્મા અંધ લોકોની સ્કૂલમાં ટીચર છે અને આકાશ ત્યાં પણ પહોંચી ગયો. ત્યાંથી એણે કરિશ્માનો ફોન નંબર મેળવી જ લીધો પણ હજુ સુધી એ કરિશ્માના બુરખા પાછળનો ચહેરો જોવામાં નિષ્ફળ જ રહ્યો. 

તે રાતે કોલ સેન્ટરમાંથી આકાશે કરિશ્માને ફોન લગાવ્યો. કરિશ્માએ ફોન ઉપાડ્યો અને કહ્યું. ' હેલો કોણ બોલો છો?? '

સામે આકાશે જીભ થોથવાતા કહ્યું. ' મામારું નામ આકાશ છે. તમે મને નથી ઓળખતા પણ મેં તમને બુરખામાં જોયા હતા થોડા દિવસ પહેલા ત્યારથી તમારી આંખોને જોઈને હું તમારા પ્રેમમાં પડી ગયો છું. માફ કરશો પણ હું એમ નથી કહેતો કે તમે પણ મને પ્રેમ કરો પણ એક મિત્રતા તો નિભાવી શકશો !!'

સામે છેડેથી કરિશ્માએ ફક્ત એટલુ કહ્યું કે. ' કાલે આપણે મળીને વાત કરીએ'. 

આકાશ તો ખુશ થઇ ગયો અને નાચવા લાગ્યો. તેના સહચારી ઓ તેને જોઈને હસવા લાગ્યા... 

બીજા દિવસની રાહ જોતો આકાશ એની મમ્મીને પગે લાગીને ત્યાંથી અંધ સ્કૂલમાં પ્રવેશ્યો. 

તેની નજરો કરિશ્માને જ શોધતી હતી. 

એટલામાં સામે છેડેથી બુરખો પહેરીને એક છોકરી બહાર આવી. એને જોઈને આકાશ ઓળખી ગયો કે આ જ એની કરિશ્મા છે. ત્યારબાદ આકાશે પોતાનો હાથ ઊંચો કર્યો અને કરિશ્મા એ બાજુ આવી. 

કરિશ્મા કહે છે. ' ઓહ તો તમે છો આકાશ?'

આકાશે જવાબમાં ડોકું હલાવ્યું. પછી કરિશ્માએ કોફી શોપમાં જવાનું કહ્યું એટલે કરિશ્માની ગાડીમાં આકાશ અને કરિશ્મા સીસીડીમાં ગયા.  

ત્યારબાદ કરિશ્માએ પોતાનો બુરખો કાઢી નાખ્યો અને કહ્યું. ' જુઓ હવે. બોલો એક કપ કોફી પીવાનું પણ પસંદ કરશો તમે હવે ?? 

આકાશની આંખો તો ફાટી ને ફાટી રહી ગઈ એની આંખે તો અંધારા આવવા લાગ્યા. 

કરિશ્મા પરિસ્થિતિને સમજીને બોલી. 'જોયું ફક્ત આંખોથી પ્રેમ થયો હોત તો અત્યારે તમારી આવી હાલત ના હોત. ખેર રજા આપશો મને. મારે મોડું થાય છે '. 

આકાશે કરિશ્માનું મન રાખવા જ કહ્યું કે. 'એક કપ કોફી તો પી જ શકીશું આપણે'

કરિશ્માએ પણ હા ભણી અને પછી આકાશે ચુપકીદી તોડતા કહ્યું. ' આ બધું કેવી રીતે? જો તમને વાંધો ના હોય તો જ જણાવજો '. 

કરિશ્માએ કહ્યું. 'મારા નિકાહ હું 16 વર્ષની હતી ને થઇ ગયા હતા. મારા શોહર મને બહુજ હેરાન કરતા. તેઓની કેમિકલ ફેક્ટરી હતી. તેઓ મને ખુબ જ મારતા પણ અમારામાં આ બધું સામાન્ય કહેવાય એટલે મેં પણ બધું મૂંગા મોં એ સહન કર્યું. એક દિવસ મારા શોહરે ધંધામાં નુકસાન થયું હોવાથી ઘરે આવીને મને મારવા લાગ્યા એટલે મેં મારા અબ્બુના ઘરે જવાનું કહ્યું એમાં મને ઘરમાં એસિડ પડ્યું હતું એ લઈને નાખી દીધું મારા ચહેરા પર. કે જા હવે તારા અબ્બુના ઘરે... અને હું છૂટું કરીને મારા અબ્બુના ઘરે આવી ગઈ છું. '

આટલું કહેતા તો કરિશ્માની આંખોમાં પાણી આવી ગયા.  

આકાશે પાણી આપ્યું અને કહ્યું. ' તો તમે પોલીસ ફરિયાદ કેમ ના કરી? '

કરિશ્માએ કહ્યું. 'કરી હતી પણ એણે પૈસાના જોરે બધું દબાવી દીધું. નામ મારું કરિશ્મા છે પણ મારા ભાગ્યમાં કોઈજ કરિશ્મા કયારેય થયો નથી અને થશે પણ નહીંજ એટલા માટે તમે મને ભૂલી જાઓ એ જ તમારા માટે સારુ છે'

આટલું બોલીને કરિશ્મા કોફીની પણ રાહ જોયા વગર ત્યાંથી ઊભી થઈને ચાલવા લાગી. 

આકાશને કાંઈજ ખબર નહોતી પડતી કે એ શું કરે? !! એ એના ઘરે આવી ગયો. ઘરે આવીને એના મમ્મીને બધી વાત કરી તો એના મમ્મીએ કહ્યું. ' જો બેટા જો સુંદરતા ચહેરાની હોત તો તારા પપ્પા અને મારા લગ્ન જ ના થયાં હોત. મેં તો એમને જોયા પણ નહોતા તેમ છતાં હું એમને ખુબજ પ્રેમ કરતી હતી અને કરતી રહીશ. કેમકે તેઓ સ્વભાવના ખુબજ ઉમદા વ્યક્તિ હતા. બાહ્ય સુંદરતા આખી જિંદગી એવી નહીં રહે પણ આંતરિક સુંદરતા આખી જિંદગી એમજ રહેશે તો જા અને મોડું કર્યા વગર મારી વહુને લેતો આવ. '

આકાશે કહ્યું. ' પણ મમ્મી એ મુસ્લિમ છે. શું એના અબ્બુ માનશે આ લગ્ન માટે?? '

આકાશનાં મમ્મીએ કહ્યું. 'જો બેટા દીકરીની ખુશી આગળ માબાપે બધું ભૂલી જવું પડે છે અને પ્રેમનો રસ્તો સરળ તો ના જ હોય પણ પ્રયત્નો કરવાથી પ્રેમ સુધી પહોંચી જરૂર જવાય છે '

આખરે 2 વર્ષ બાદ આકાશની પ્રેમની કેડીમાં કરિશ્માનો પ્રવેશ થયો અને બેઉના હિન્દૂ અને મુસ્લિમ બેઉ રિવાજોથી લગ્ન એટલે કે નિકાહ થયાં.... 

આજે આકાશ અને કરિશ્મા સુખી લગ્નજીવન જીવે છે. આકાશનાં મમ્મીએ પણ કરિશ્માના પ્રયત્નોથી આંખનું ઓપેરશન કરાવી દીધું અને પોતાના જીવનમાં કરિશ્મા લાવનાર કરિશ્માને પણ ખુબજ પ્રેમથી વધાવી લીધી...!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy