Jyotindra Mehta

Fantasy Thriller

3  

Jyotindra Mehta

Fantasy Thriller

ક્રાંતિકારી

ક્રાંતિકારી

6 mins
691


જેવી નૈમિષભાઈ એ એડવેન્ચર સ્પર્ધાની જાહેરાત કરી મેં તરત ફોન ઉપાડ્યો અને લગાવ્યો, સતીશ રાવલને કહ્યું, "સતિષભાઈ આ યંગીસ્તાન ગ્રુપમાં એડવેન્ચર સ્પર્ધાની જાહેરાત થઇ છે. અને કહ્યું છે કે "ભૂતકાળમાં જઈને કોઈ પણ ક્રાંતિકારીની મુલાકાત લઇ શકો છો, તો તમે સાથે આવતા હો તો આપણે બંને જઈએ ભૂતકાળમાં મારા નવાનકોર ટાઈમ મશીનમાં બેસીને." સતિષભાઈ એ કહ્યું કે 'કેટલો સમય લાગશે તે કહો ?' મેં કહ્યું 'સતિષભાઈ બે ચાર કલાક લાગશે.' સતિષભાઈ એ કહ્યું તો વાંધો નહિ બાકી ફેસબુક મારા વગર સૂનું પડી જાય પણ પહેલા એ કહો કે આપણે કોને મળીશું ?' ગૃપમાંથી દશરથભાઈ અને સીમા બહેન સુભાષબાબુને મળી આવ્યા. મેં કહ્યું 'તમે જ કોઈ સુઝાવ આપો કે કોને મળીયે ?' સતિષભાઈએ કહ્યું, 'એક કામ કરીયે આપણે કોઈ અજાણ્યા ક્રાંતિકારીને મળીયે. જાણીતા ક્રાંતિકારીઓને તો લોકો ઇતિહાસના પુસ્તકોથી જાણે છે. આપણે ૧૮૫૭ના ક્રાંતિ પછી કોઈ કોઈ ક્રાંતિકારી થયો છે કે નહિ તે જાણીયે અને ત્યાં જઈને મળીયે. ખુબ માથામણપછી ૧૮૭૫ના વર્ષમાં જવાનું નક્કી કર્યું.


અને પછી અમે બંને ધોતિયું અને ઝભ્ભો પહેરીને તૈયાર થયા ( સતિષભાઈ એ કહ્યું પેન્ટ શર્ટમાં હોઈશું તો કોઈ અંગ્રેજ સમજશે અને પાસે નહિ આવે. ) ખિસ્સામાં નવનકોર આઈ ફોન લઈને નવા ટાઈમ મશીનમાં બેઠા અને સમય સેટ કર્યો. ૨૩/૦૪/૧૮૭૫. ૫ મિનિટમાં અમે પહોંચી ગયા ભૂતકાળમાં. મશીન એક પહાડીની તળેટીમાં હતું અને સામે દેખાતી હતી એક વાડ. કંટાળી વાડ અને વચ્ચેથી એક રસ્તો પસાર થતો હતો. મશીનને એક ગુફામાં સંતાડ્યું અને પહેલા ક્યાં છીએ તે જોવાનું નક્કી કર્યું. આઈ ફોન એમાં ઉપયોગી થવાના ન હતા કારણ તેમાં કોઈ સિગ્નલન હતા તેથી હવે કોઈ માણસ મળે તો તેને પૂછી શકાય. કંટાળી વાડ વચ્ચેના રસ્તેથી એક બળદગાડી જતા જોઈ તો અમને થયું કે તે આ બળદગાડી ચલાવનારને પુછીયે અને વાડની નજીક ગયા અને બૂમ પાડીને પેલા ગાડીવાળાને પૂછ્યું કે 'ભાઈ આ કયો પ્રદેશ છે ? તેને અમારી વાત સમઝાઈ કે ન સમઝાઈ એ તો ખબર ન પડી પણ તેને બૂમ પડી 'બચાવો બચાવો ડાકુ આવી ગયા છે.' અમે કઈ સમજીયે તેના પહેલા એક ગોળી મારી કાન નજીકથી પસાર થઇ. અમે તરત પહાડી તરફ દોડવા લાગ્યા. પહાડી નજીક પહોંચીયે ત્યાં બીજી મુસીબત આવીને ઉભી રહી અમને પાંચ છ જાણે ઘેરી લીધા તેમાંથી એક જાણ પાસે બંદૂક હતી અને બીજાઓ પાસે લાકડી અને ધારિયા. બંદૂકવાળાએ પૂછ્યું 'કોણ છો તમે અને ક્યાંથી આવો છો ?સતિષભાઈ એ કહ્યું 'હું ભુજ માં રહું છું અને આ ભાઈ પાલઘર રહે છે.' 'નાતે કોણ છો ?' અમે કહ્યું 'બ્રાહ્મણ છીએ.' અમારા જવાબ સાથે જ તેની બંદૂક નીચે થઇ ગઈ તેણે કહ્યું 'આ બંનેને સરદાર પાસે લઇ ચાલો ફેંસલોઃ તેઓ જ આપશે.'


અમને પહાડીઓના વિચિત્ર રસ્તે એવી જગ્યાએ લઇ ગયા જ્યાં આજુબાજુ પહાડી અને વચ્ચે સપાટ મેદાન હતું , મેં વિચાર્યું આપણે ચંબલમાં પહોંચી ગયા કે શું ? ગબ્બર સિંહના અડ્ડા જેવી આ જગ્યા લગતી હતી. ત્યાં એક પથ્થર પર એક વ્યક્તિ બેસેલી હતી. ભરાવદાર ચેહરો અને અક્કડ મૂછો. અમને સામે ઉભા કર્યા પછી તેમણે અમને ઉપરથી નીચે જોયા. બંદૂકવાળાએ અમારા આઈ ફોન તેમના સામે મૂકીને કહ્યું, 'આ તેમના ખિસ્સામાં હતા કદાચ કોઈ નવું હથિયાર હશે. અંગ્રેજોના જાસૂસ લાગે છે.' સરદારે અમારી તરફ કરડાકી નજરોથી જોઈને પૂછ્યું, 'સાચું કહો કોણ છો તમે ?' મેં કહ્યું 'સરદાર અમે ભવિષ્યમાંથી કોઈ ક્રાંતિકારી સાથે વાત કરવાં હેતુ સર આવ્યા છીએ અને અમે અહીં પહોંચી ગયા.' થોડીવાર સુધી અમારી તરફ જોયા પછી અમારા આઈ ફોન તરફ આંગળી ચીંધીને પૂછ્યું 'આ શું છે ?' મેં થોડી હિમ્મત કરીને કહ્યું, 'આ વાત કરવા માટેનું સાધન છે.' તો તેણે પૂછ્યું 'એટલે ભવિષ્ય 'માં કાન કામ કરવાના બંધ થઇ જશે.' મેં કહ્યું કે 'ના આ સાધનથી તમે દૂરની કોઈ વ્યક્તિ જોડે વાત કરી શકો.'


તેને અમારી વાતમાં રસ પડવા લાગ્યો એટલે ટેલિગ્રામ જેવું જ ને. મેં કહ્યું થોડું મળતું આવતું ટેલિગ્રામમાં તમે સંદેશો મોકલી શકો અને આમાં તમે સીધે સીધી વાત કરી શકો અને વિડિઓ કોલિંગમાં તો સામે વાત કરતા હોય તેમ ચહેરો જોઈને વાત કરી શકો ભલેને તમે હજારો કિલોમીટર દૂર હો.' તેણે મારા આઈ ફોનનો એક પથરા પર ઘા કર્યો અને મારા આઈ ફોન ના ટુકડા થઇ ગયા. તેણે કહ્યું 'આ ટેલિગ્રામ ન હોત આ અંગેજો ૧૮૫૭માં જ અહીંથી નીકળી ગયા હોત.' અમે ડઘાઈને તેમની તરફ જોઈ રહ્યા. મેં પૂછ્યું 'એટલે તમે ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો ?' તેણે કહ્યું હા 'હું તાત્યા ટોપે ની ફોજનો સૈનિક હતો અમે સફળતાની નજીક હતા પણ આ ટેલીગ્રામ રૂપી રાક્ષસે બધે સમાચાર પહોંચતા કર્યા અને બીજું કારણ અમે આ માટે બધાને મનાવી ન શક્યા. અને આ નરરાક્ષસોં એ એવો તો સંહાર કર્યો કે ન પૂછો વાત. હજારો લોકોને ઝાડ પર ફાંસીએ લટકાવ્યા અને ગોળીએ દીધા. શરણે આવેલાને પણ મારી નાખ્યા. (સતિષભાઈ નો આઈ ફોન સલામત હતો તેથી રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું) મેં પૂછ્યું 'આપ કેવી રીતે બચી ગયા ?' તેણે કહ્યું 'હું વેશ બદલવામાં માહિર હતો તેથી એક અંગ્રેજ સૈનિકના કપડાં પહેરીને તેમની ટુકડી સાથે નીકળી ગયો.'

મેં પૂછ્યું તો 'અત્યારે ડાકુના વેશમાં ?' તેણે ત્રાડ પડી કોને કહ્યું 'અમે ડાકુ છીએ આ મારું સંગઠન છે અને અત્યારે મારી લડાઈ છે આ વાડ સાથે." મને થોડું વધુ જાણવાની ઈચ્છા થઇ એટલે પૂછ્યું કે 'વાડ સાથે એટલે ?' તેણે કહ્યું તમને 'ખબર છે આ વાડ શું છે ? 'મેં કહ્યું 'ના.' તેમણે કહ્યું 'આ વાડ છે આપણી ગુલામીનું પ્રતીક.


આ વાડ છે ૨૫૦૦ માઈલ લાંબી છે અને અને તેઓ ગ્રેટ હેજ ઓફ ઇન્ડિયા કહે છે. શું ભવિષ્યમાં લખાનાર ઇતિહાસમાં એનું કોઈ સ્થાન નથી ? મેં કહ્યું 'ઇતિહાસમાં તો સ્થાન છે પણ આના વિષે ભારતીય વિદ્યાર્થીને ભણાવામાં આવતું નથી.' તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે '૧૮૫૭ પછી ૩ વરસ હું અજ્ઞાતવાસમાં રહ્યો પણ આ નરરાક્ષસોનો જુલમ વધતો ચાલ્યો છે. તેઓ મીઠા પર ભયંકર વેરો લે છે, તેઓ જે હિસાબે વેરો લે છે તેની સામે ભયંકર શબ્દ પણ કમજોર લાગે. મીઠું જીવન જરૂરિયાતની વસ્તુ છે અને તેમણે મણના ભાવ ૩.૫ રૂપિયા કર્યો છે કે ફક્ત ૩૦ પૈસા હોવો જોઈએ. અત્યાર સુધી મીઠા પર તેઓ કરોડો રૂપિયા કમાઈ લીધા છે અને આ વાડ મીઠાની તસ્કરી રોકવા માટે છે. પંજાબથી ઓરિસા સુધી આ લાઈન લંબાય છે. અને આમાં ૧૪૦૦૦ થી ૧૫૦૦૦ ભારતીયો નોકરી કરે છે એટલે વિચાર કર કે ફક્ત ૧૫૦૦૦ ભારતીયો લાખ્ખો ભારતીયોને ગરીબ અને ભીખમંગા રાખવા સહાય કરે છે અને આ મોંઘુ મીઠું બધાને મળતું નથી તેઓ વિચિત્ર રોગોથી પીડાય છે.


મેં પૂછ્યું 'તો આપ લડત કેવી રીતે ચલાવો છો '? તેમણે કહ્યું 'હું અને મારી ટોળકી જુદા જુદા પ્રદેશોમાં જઈને વાડને તોડીને મીઠાની ચોરી કરીયે છીએ અને એવા લોકોને મીઠું પહોચાડીયે છીએ જ્યાંના લોકોને મીઠું નથી મળતું. આ લાંબી લાઈનને અંગેજો ગર્વથી ચાઈનાની દીવાલ સાથે સરખાવે છે.


હવે વારો તેમનો હતો તેમણે મને પૂછ્યું કે 'ભવિષ્ય નું હિન્દુસ્તાન કેવું છે ?' મેં કહ્યું 'ભવિષ્યનું ભારત ખુબ સુંદર છે' પણ હજી પૂર્ણ એકતા નથી આવી. તેમણે પૂછ્યું 'ભારત આઝાદ ક્યારે અને કેવી રીતે થયું ?' મેં કહ્યું 'ભારત આઝાદ ૧૯૪૭માં અહિંસક ચળવળના લીધે થયું.' તેમણે પૂછ્યું 'અને મીઠાવેરો ક્યારે નાબૂદ થયો ? મેં કહ્યું 'મીઠાવેરો ૧૯૪૬માં નાબૂદ થયો.' તેમણે આગળ પૂછ્યું 'શું ભવિષ્ય માં કોઈએ મીઠાના કર માટે લડત આપી ?' મેં કહ્યું 'હા ગાંધીજીએ ૧૯૩૦માં મીઠાવેરા માટે દાંડીકૂચ કરી હતી.' તેમણે પૂછ્યું 'તો શું મીઠાવેરો નાબૂદ ન થયો.' મેં તેમની વાત કાપતા પૂછ્યું 'આપનું નામ ?' તેમણે કહ્યું 'અમારા જેવા સૈનિકોના નામ નથી હોતા લાખન, ભૂરો, કાળો જે પણ નામથી બોલાવો ૧૮૫૭માં અમારા જેવા કૈક મારી ખપ્યા અને આગળ પણ ખપશે નામ ફક્ત નેતાઓના રહે છે.'


મનમાં ઘણા બધા પ્રશ્નો સાથે અમે પાછા આવવા નીકળ્યા.

આ લેખ અનામ સૈનિકો માટે છે જેઓ દેશ માટે મારી ફિટ્યા, પણ દેશ ફક્ત મોટા નેતાઓને યાદ કરે છે


Rate this content
Log in

Similar gujarati story from Fantasy