કોવિડ-19
કોવિડ-19
સંગીતાબેન વ્યવસાયે શિક્ષક હતાં. કોરોના સમયે બધાં શિક્ષકે નર્સ, ડૉક્ટર,વોચમેન, ક્લાર્ક, પટાવાળા, બધાંની ફરજ નિભાવી હતી.
સુરતમાં કોરોના દરમિયાન શિક્ષકોના ઓર્ડર ઉપર જણાવેલ તમામ કાર્ય માટે આપવામાં આવેલાં હતાં. અને દરેક શિક્ષકોએ ખૂબ જ લગનથી કામ કર્યું હતું.
સંગીતાબેન જ્યારે જ્યારે ઓર્ડરમાં જતાં, ત્યારે લોકોનાં ઘણાં મેણાં ટોણાં સાંભળ્યાં હતાં. પરંતુ તેમણે કોરોનાની મહામારીમાં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પૂરી નિષ્ઠાથી તમામ ઓર્ડર ની કામગીરી કરી હતી.
રોજ કોવિડ પોઝિટિવ લોકોને મળવાનું, તેમનું બોડી ટેમ્પરેચર માપવાનું, હાર્ટ બીટ નોંધવાના્, દવા આપવાની, કેટલાએ વેક્સિન લીધી છે. ?કેટલાની બાકી છે? આ સર્વેની કામગીરી આ બધું જ કામ દરેક શિક્ષકોએ પૂરી નિષ્ઠાથી કોઈપણ ગભરાહટ વગર કર્યું હતું.
એ સમયે એવો હતો કે, આજુબાજુમાં પણ કોઈ જવા કે જોવાં તૈયાર ન હતું. શરદી, ખાંસી, તાવ, વાળા વ્યક્તિઓનાં સંપર્કમાં રહેવાનું આ બધું એ સમયે કંઈ સહેલું ન હતું...
કોવિડ 19 ના સમયે દરેક શિક્ષકોએ ખૂબ લગનથી આટલું કામ કર્યું. છતાં પણ ક્યાંય એમને જસ મળ્યો હોય એવું મને લાગ્યું નથી.. જે ઘણી દુઃખની વાત કહેવાય...
આ કામગીરી દરમિયાન ધણાં શિક્ષકો કોરોના સંક્રમિત થઈને મૃત્યું પામ્યાં હતાં. છતાં પણ મારાં જાણવા અને અનુભવ પ્રમાણે ક્યાંય તેમનાં કામને બિરદાવવામાં આવ્યાં નથી. જે ઘણી દુઃખની વાત કહેવાય.
કોવિડ-19 ની કામગીરી દરમિયાન જે કડવાં અનુભવો થયાં. અને સર્વે કરતી વખતે લોકોની જે પરિસ્થિતિ જોઈ છે. તેનાં વિશે જો લખવાં બેસું તો ઘણાએ શબ્દો ખૂટે છતાંય પાનાં ભરાઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિનો સામનો લગભગ દરેક વ્યક્તિ એ કર્યો જ છે.
આમ, ઘણા બધાં સારા-નરસાં અનુભવોમાંથી પસાર થઈને જે લોકોએ એકબીજાને મદદ કરી તેમનો ખૂબ ખૂબ આભાર માનવો જ રહ્યો.
