CHAITALI SHAH

Action Inspirational Others

3  

CHAITALI SHAH

Action Inspirational Others

કોરોના પોઝિટિવ

કોરોના પોઝિટિવ

4 mins
282


કોરોના પોઝિટિવ આમ પણ કોઈ દર્દીને પોઝીટીવ છે કે નહીં એ જ પૂછવામાં આવે છે. પણ સાચે જ આ કોરોના એ ક્યાંકને ક્યાંક લોકોને અમુક અંશે પોઝિટિવ તો બનાવી દીધા છે.

  પોઝિટિવ રિપોર્ટમાં આવે તો આપણે એનાથી દૂર થઈ જઈ એ છે અને વાસ્તવિકતા તો એ છે કે આપણે સામેવાળામાં હંમેશા પોઝીટીવ સ્વભાવ જ શોધતા આવ્યા છે. જો કોઈ નેગેટિવ વ્યક્તિ નો સામનો થાય તો આપણે નથી દૂર જતા રહ્યા છે હંમેશા ક્યાંકને ક્યાંક આપણે પોઝીટીવ શોધતા આવ્યા છે કોરોના આવ્યો છે એ પણ એક છે કે પોઝિટિવ વિચારો લાવ્યો છે..

  વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના ને સાકાર કરતો આવ્યો છે જુઓ ને થોડા વખત પહેલા આપણે એકબીજાની સાથે બેસવાનો પણ ટાઈમ ન હતો. કામ જ કામ હતું ઓફિસનું કામ, માર્કેટમાં જવાનું, શોપિંગ કરવા જવાનું, હોટેલમાં જવાનું, ચા પીવા જવાની કોફી પીવા જવાની મિટિંગમાં જવાનું, કોન્ફરન્સમા જવાનું, મુવી મોલ પીઝાહટમાં આમ આપણે ભટકતા જ રહ્યા અને હંમેશા પોતાની જાતને કોસતા જ રહ્યા છે અમારી પાસે સમય નથી.. નાના બાળકોને પૂરતો સમય આપી શકાય કે ના તો પોતાના વડીલોને પૂરો સમય આપી શક્યા.. આ બધું જ શક્ય બન્યું કોરોના ના આવવાથી કોરોના પોઝિટિવ તો હોવો જ જોઈએ ને..

 કેટલું છાપાઓમાં આવે છે કે કુદરત એકદમ પ્રદૂષણ મુક્ત બની ગઈ છે વડોદરામાંથી અમુક એરિયામાંથી પાવાગઢનો ડુંગર ઘરે બેઠા બારીમાંથી તમે નિહાળી શકો છો. તો ક્યાંક ને ક્યાંક અમુક ફોટોઝ પણ આપણે જોઈ શકીએ છે કેટલું સ્વચ્છ વાતાવરણ છે. તેનો કુદરતી નજારો જ કંઈક અલગ છે કે જે આટલા વર્ષો માં ક્યારેય કોઈએ જોયો નહોતો.. એટલે ઓક્સિજનનું પ્રમાણ દિવસે દિવસે વધતું ગયું છે એમ કહું ક્યા કોરોના આવવાથી ઓક્સિજન લેવામાં તકલીફ પડી..

 હા અમુક લોકો આનાથી પીડાયા આમાંથી બહાર પણ આવ્યા. કેટલાક લોકો ધંધા રોજગારો થી હારી બેઠા તો કેટલાકની નોકરી પણ ગુમાવી બેઠા પણ સાચા અર્થમાં જીવ હે તો જહાં હે.પોતે આમાંથી બચી ગયા ઉગરી ગયા સારી વિશે પડકાર ઝીલ્યો કદાચ કોરોના પોઝિટિવ પણ બન્યા હોસ્પિટલ્સ પણ દાખલ કર્યા ,અને એ પછી એક મહિનો બે મહિના તમારી કદાચ નોકરી તમારી આવક કદાચ બંધ પણ થઈ ગઈ હશે. પણ એ જ લોકો નવેસરથી જાગૃત બની ગયા છે હવે મને કોરોના તો ન જ થવું જોઈએ. હું મારી જાતને એટલું સરસ રીતે સાચવી કે મને કોરોના ન થાય અને મારા સંપર્કમાં આવેલા કેટલાય લોકોને પણ ના થાય. દિવસેને દિવસે કોરોનાનો આંક ઘટતો જઈ રહ્યો છે. જે પ્રમાણમાં એનો આંક વધતો હતો એટલા જ પ્રમાણમાં લોકોની સાવચેતી લોકોની સમજણ થી આ કોરોના ને આપણે માત આપી રહ્યા છે.

  આપણે ક્યાં વિચાર્યું હતું કે આપણા બાળકો આપણા ભારતીય શિક્ષકો આ રીતે કોમ્પ્યુટર ની મદદથી વિડીયો કરી અને સામેથી એક સાથે પૂરા ક્લાસ ના છોકરા-છોકરીઓને ભણાવી શક્યા છે..

 કેટલી બધી વાતો સાચી પુરવાર થઈ રહી છે કે 30 ,40 ,50 વર્ષ ના શિક્ષકો કોમ્પ્યુટરમાં પણ એક્સપર્ટ બની ગયા છે અને શિક્ષક સંસ્કૃત કે ગુજરાતી કે પોતાની માતૃભાષા હોય પરંતુ સામેવાળા વિદ્યાર્થીઓને શીખવવા માટે આ વસ્તુનો મદદ લઈ રહ્યા છે સારું કહેવાય..કે જે નતું જોયું જે નહોતું વિચાર્યું એ વસ્તુ આપણે હાલ કરી રહ્યા છે એક સારી વસ્તુ જોવા જઈએ તો આપણે આ ગુગલનો યુઝ કરી અને આપણે કેટલું સરસ રીતે નવી વસ્તુ શીખી રહ્યા છે નવી ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે.

 હા શરૂઆતમાં ઘણા બધા શિક્ષકોને પણ કમ્પલેન હતી, ફાવતું નથી, સમજણ પડતી નથી, ગમે ત્યારે કોમ્પ્યુટરમાં આટલું બધું નથી કર્યું, શિક્ષકોની વાત જુદી છે કે લોકોને માત્ર બોર્ડ ઉપર લખી શીખવાડતા હતા અને વધારેમાં વધારે પ્રોજેક્ટરની મદદથી અમુક ટ્યુશન ક્લાસીસ ની અંદર થોડું શીખી રહ્યા હતા પણ આ તો અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાનામાં નાના ગામડાના શિક્ષકો પણ પોતાના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને બાળકોને વિવિધ રીતે માર્ગદર્શન અને જ્ઞાન પૂરું પાડી રહ્યા છે..તો એવું કેવી રીતે કહી શકાય કે કોરોના પોઝિટિવ નથી અરે એની બીજી બાજુ જુઓ તો નવું નવું કેટલું શીખ્યા.

 ગૃહિણીઓને શરૂઆત ની અંદર શાક ધોવા,સાફ કરવા લૂછવા, જાતે કામ કરવું, એ બધા અમુક કામ લોકોને ભારે લાગવા માંડ્યા કે મેં ક્યારેય કચરો વાળ્યો નથી, ને ક્યારેય વાસણ સાફ કર્યા નથી ,અને મારે કરવાનું? હા સાથે મળીને કરવાનું કુટુંબ ની અંદર એકબીજાસાથે મળીને કામ કરવાની ભાવના પેદા થઈ.વસ્તુ હોય કે કામ હોય એ વહેંચી ને કરવાની ભાવના પેદા થઈ આટલી મોટી તો પોઝિટિવિટી તમને આપી રહ્યા છે.

 લગ્નની અંદર માત્ર 50 લોકો તો વિચારો ખરા છોકરી હોય એ છોકરા એ લોકો નો લગ્ન નો ખર્ચો અડધો થઈ જશે. અને મરણ થયું હોય તો એમાં 20 જણા સરકારનો નિયમ બધી જ રીતે બરાબર છે.

  કોરોના પોઝિટિવ ઘણા બધા સારા દાખલા આપણે કુટુંબ સાથે રહેવાની ભાવના કેળવાય છે. એકતાની ભાવના ઊભી કરી. આપણને જે ગમતું હતું એના માટે આપણને આ કોરોના પોઝિટિવ એ સમય આપ્યો છે.

 કોરોના પોઝિટિવ જ છે એક સમય આવ્યો છે.આપણે બધાએ આ સમય માં સ્વસ્થ અને પોઝિટિવ બની અને આપણે આપણા જીવનને ખૂબ જ ખુશ બનાવવાનું છે.


Rate this content
Log in

Similar gujarati story from Action