CHAITALI SHAH

Inspirational

3  

CHAITALI SHAH

Inspirational

અમારી શાળાનો જન્મદિવસ

અમારી શાળાનો જન્મદિવસ

2 mins
263


શિ - શિખર ઉપર પહોંચાડનાર

ક્ષ- ક્ષમાની ભાવના રાખનારા

ક- કમજોરીને દૂર કરનારા

સાચે આજે હું જે પણ છું ને એ મારા ગુરુને કારણે જ છું દિલથી એ વાત પણ મને યાદ છે... ધોરણ છ માં ભણતી અને કમ્પલસરી નિલેશ્વરી બેન નોટ અને પેન લઈને આવ્યા અને વકૃત્વ સ્પર્ધામાં બધાના નામ એક પછી એક લખવા માંડ્યા. એમાં મારું નામ પણ લખ્યું...નિબંધ કડકડાટ મોઢે કર્યો હતો. એ દિવસે એટલી ફફડાટ હતી, પગ એટલા ધ્રુજતા હતા, ચારે બાજુ લોબીની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા .. માઈકમાં એ બોલવાનો પહેલો દિવસ હતો.. એ દિવસે જીત હાંસલ ન થઈ પણ એ પછીની એકેએક વકૃત્વ સ્પર્ધાની અંદર સામેથી ભાગ લેતી થઈ અને એમાં વિજેતા પણ બનતી, 11માં સ્ટેટ લેવલ કોમ્પિટિશનની અંદર મે આપણી શાળાનું ગૌરવ પણ વધાર્યું હતું. શાળામાંથી કહેવાયું કે આણંદમાં આ જગ્યા ઉપર વકૃત્વ સ્પર્ધા થઈ રહી છે રાજ્યકક્ષાએ તો ત્યાં જવાનું છે અને ત્યાં હું અને જીજ્ઞા ભટ્ટ મારી બહેનપણી હતી બંને ને સાથે સૈયદ સાહેબ અને શર્મા સાહેબ લઈ ગયા હતા ..ત્યાં ખબર પડી કે આકાશવાણી અમદાવાદમાં ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે યુવાવાણીના કાર્યક્રમો થતા હતા, બાળ કાર્યક્રમો પણ થતાં હતા. જેમાં હું અને જીજ્ઞા બંને જણા પહોંચી ગયા હતા અને ત્યાં મારું સિલેક્શન થયું આકાશવાણીમાં ... ત્યારનો દિવસ અને આજનો દિવસ શાળા છૂટે લગભગ ૨૧ વર્ષ પુરા થયા. આજે હું એક અનુભવી લેખક તરીકે કાર્યરત અને સાથે સાથે સારા વક્તા તરીકે પણ. દૂરદર્શનમાં પણ સમાચાર વાચક તરીકે પણ અમુક વર્ષો કામ કર્યું.

  ગુરુના આશીર્વાદ તો મને એટલા બધા ફળ્યા છે ... મને સાચો રસ્તો દેખાડનાર ..

  ગણિત આમ ઓછું ગમે પણ એન સી શાહ સાહેબ..

             ભણાવે તો મગજમાં તરત ઉતરતું.. 

   કેમ ભટ્ટ સાહેબ નું સંસ્કૃત એટલા જ શુદ્ધ ઉચ્ચાર..

         આજે પણ કેટલાય શ્લોક કંઠસ્થ છે હજી ભૂલાયા નથી.

      કરીમા બેનનું વિજ્ઞાન ખૂબ ગમતું અને સાથે સાથે કરીમાં બેન પણ.

   મારા ફેવરેટ ટીચર તરીકે જો વિચારું તો મને સ્મિતાબેન બહુ ગમતા નવા નવા આવેલા અને એ પણ વિજ્ઞાન ભણાવતા હતા અને 8થી 10મા કરીમાંબેન મને બહુ ગમતા..

   ૫ ૬ ૭ મા વાટલીયા સાહેબ અને આઠથી દસ માં ભાભર સાહેબ એટલા જ કડક પણ સાચું શિક્ષણ આપનાર હતા.

   કલ્પનાબેન, પન્નાબેન, મીનાબેન, શર્મા સાહેબ, શેખ સાહેબ સૌના ચહેરા યાદ છે પણ અમુકના નામ ભૂલી ગઈ છું એ તમામે તમામ ગુરુજનોનો મારા ભણતર અને મારા ઘડતરમાં ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉમદા ફાળો છે ... આભાર સાથે શત શત પ્રણામ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational