સકારાત્મક વિચારો- કોરોના
સકારાત્મક વિચારો- કોરોના
કોરોના કોરોના .... સકારાત્મક વિચારો આપી રહ્યો છે....
પૂરાયેલા પંખી ની જેમ આજે તમામ સૃષ્ટિ માનવ મૂંઝાયો છે...
શ્વાસ લેતા કે પછી કોઈને અડતાં વિચારે ચડ્યો છે આ માનવી ....
એકબીજાથી દૂરદૂર રહેતો થઈ ગયો છે માનવી..શંકા ને ડર મન માં લઈને ચાલતો થયો છે આ માનવી ....કરકસર ને સમજ્યો છે આજે માનવી. જિંદગી સાદગીથી પણ જીવાય છે. આજે કિટ્ટી પાર્ટી ને મૂવી થિયેટરમાં જોયા વિના ચાલે છે ..આજે માનવીને માત્ર જીવ વ્હાલો લાગે છે..
જૂના આલ્બમો અને જૂની રમતો ને પાછી આવી..એકસાથે કુટુંબમાં રહેતા કેમ રહેવાય એ આજે શીખ્યો માનવી..માત્ર ને માત્ર હવા પાણી ને ખોરાક જેવી જીવન જરૂરિયાતની કદર કરતો થયો છે માનવી, બાળકો ની સાથે ફરી બાળક બનતો થયો છે માનવી. આટલા વર્ષો પછી ફરી પોતાની જાત ને ઓળખતો થયો છે .... પોતાની આત્માની સાથે સંબંધ કેળવતા શીખી રહ્યો છે..
પોતાના સ્વભાવને સમજતો થયો છે. પોતાનામાં શું ઓછું છે ને શું ભૂલવા જેવું છે એ સમજતા શીખ્યો છે માનવી ...ઘરની ચાર દિવાલો નો મર્મ આજે સમજ્યો છે.