CHAITALI SHAH

Tragedy Action Inspirational

2  

CHAITALI SHAH

Tragedy Action Inspirational

કોરોના કોરોના ના કરો

કોરોના કોરોના ના કરો

2 mins
139


કોરોના. કરો ના કરો..

    પાણી વહી જાય એ પહેલાં પાળ બાંધવી જોઈએ. વડીલો કહેતા ગયા ને આપણે નજરઅંદાઝ કરતા તેમની વાતો ને ..તેમના નિયમોની અવગણના કરતા ગયા.. વડીલોની વાતો ને જો માનતા હોત તો આ કોરોના ના આવેત્ત માનવીઓ પાસે ...જીવદયા ને અનુસર્યા હોત તો આ દિવસ ના આવતાં.

     આ ગંભીર હાલતની સારવાર એક જ છે.. સૂક્ષ્મ જીવોની પણ જયણાં કરતા જાવ ... વારંવાર મુલાકાત નમસ્કારથી કરો ..હાથ ને સાબુ થી ધોવા... પાણી ગરમ કરી પીવું... મોં પર રૂમાલ કે માસ્ક પહેરવો ... બને એટલું સજાગ રહી. 

      આ પરંપરાઓ વર્ષોથી ચાલતી હતી. પણ મોબાઈલના યુગમાં આપણે નજરઅંદાઝ કરતા ગયા ... પહેલા કોઈ ને હાથ મેળવો એટલે અજુક્તું લાગે, કોઈને એકદમ અડવું અજુકતું લાગતું હતું ..પણ અત્યારના જમાનામાં લોકો સાથે ગાલથી ગાલ લગાડવા ...જાહેરમાં ગળે મળવું ...આમ વાત બનતી હતી. કોઈની એઠી ડિશમાંથી ખાવું ... મોડા સુધી ખુલી રહેલી વસ્તુ આરોગવી, અજાણી શાકભાજી, ફળો, વગેરે જેવી વસ્તુઓ આરોગવી..

     સૂરજ ઊગ્યા કેટલાય કલાકો પછી સવાર પડવી, દિવસ દરમિયાન અનિયમિત સમયે ખાવું, અનિયમિત જીવનશૈલી અપનાવી... દિવસે મોડા ઉઠવું રાત્રે મોડા સૂવું કોઈક વાર હોય તો અલગ છે પણ નિયમિત આમ કરવાથી જીવનની આવરદા ઓછી થાય છે.

   પાક થયા રસાયણિકથી ભરપુર, માણસ થયા લાચાર, માંસાહારી વાનગી આરોગતા પશુ પક્ષી અને પ્રાણીના રોગો મળ્યા ભેટમાં.. હવે હે માનવ બસ આપના પૂર્વજો ને વડીલોના નીતક્રમ ને અનુસરો જીવનમાં સુખ શાંતિ મળશે... કોરોના તો શું એના જેવા પ્રકારના રોગ પણ દૂર થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy