પુનઃ પ્રેમ
પુનઃ પ્રેમ
શું જરૂર હતી ? ક્યાં જવાની જરૂર ? પ્રેમ માત્ર જીવનમાં એકવાર થાય છે ? જો જીવનમાં બીજી વખત પ્રેમ થાય તો એનું નામ શું આપી શકાય ? સંજોગોને આધીન સોની સોની નું જીવતો-જાગતું જીવન વીસમી સદીમાં પણ એકદમ અકબંધ નથી ખબર કે કુદરતનું લાઠી ક્યારે પડે છે જીવનમાં સુખ અને શાંતિ અને આરામ એ પણ ઈશ્વરની દેન છે અને સાથે એવા સંજોગો પણ આવતા હોય છે કપરા અને કઠિન સંજોગો એમાં પણ સામનો કરવો પડે છે. તેનું નામ પણ એક જીવન છે.
સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ હંમેશા આવતો જ રહે છે. જિંદગીનો નિયમ છે ક્યારેક ભગવાન આપણી પાસેથી કિંમતી વસ્તુ લઈ લે છે કદાચ એની પાસે એનાથી પણ વધુ કિંમતી હોય છે જે આપણને પ્રાપ્ત થાય સોનીની જિંદગી હવે તો સુખમય પસાર થાય છે.
એકની એક દીકરી નામ એનું સોની ખૂબ જ લાડકોડથી ઉછરેલી અને ભણવામાં ખૂબ જ હોશિયાર મળતાવડો સ્વભાવ હસમુખી.. સૌની જ હતી સૌ ની માહિતી સાયન્સની અંદર ખૂબ પ્રગતિ કરી આગળ વધી.. જોબ મળી સારી જોબ હતી અને જોબ કરતા કરતા એના નયનો સામેવાળા સાથે મળ્યા સૌથી પહેલાં એને જોવા આવનાર છોકરો હતો માતા-પિતાની સંમતિથી ઘરે જોવા તો આપ્યો હતો પણ એના માતા-પિતાએ પ્રશ્ન ઉઠાવ્યો કે જન્માક્ષર નથી મળતા માટે આ લગ્ન શક્ય નથી. એક વર્ષ પૂર્ણ થઈ ગયું, ક્યાંક મુલાકાત થઈ અને ક્યાંક એ મુલાકાત પ્રેમના મિલન સાબિત થઈ ગઈ..
સોની જોબ કરતી હતી જે જગ્યા પર એના ચેરમેનનો જ દીકરા નો ફ્રેન્ડ હતો હું મળતાવડો સ્વભાવ હતો એટલે અવારનવાર મુલાકાત તો પણ વધતી જતી હતી અંતે સોની અને સંજય બંને પ્રેમમાં પડ્યા. મુલાકાતો દિવસે ને દિવસે વધતી ગઈ પરિણામ ઘરમાં પણ વાત કરી ફરી પાછો પ્રશ્નો જન્માક્ષર નથી મળી રહ્યા માટે લગ્ન શક્ય નથી. સંજય એના માતાપિતાને બનાવી સારામાં સારા જ્યોતિષ પાસે ગયા અને એના જન્માક્ષરની અંદર જે પણ મુશ્કેલી હતી એ દૂર કરી.. મિત્ર બની એક પતિ બનવા પણ પ્રસ્તાવ મૂક્યો..
પહેલા સોનીએ વિચાર કર્યો કે તારા મમ્મી પપ્પાએ જન્માક્ષર નથી મળ્યા એમ કહીને મને ના પાડી હતી હવે ફરી એકવાર હું મારા ઘરના ને અને મારું અપમાન સહન નહીં કરી શકું.
સોની તો બિલકુલ ફિકર ના કરીશ હવે જે જન્માક્ષરમાં દોષ હતો એ નીકળી ગયો છે અને હવે આપણા લગ્ન શક્ય છે માટે ચાલ ફરી એકવાર તું તારા મમ્મી પપ્પા ને તૈયાર કરે હું મારા મમ્મી પપ્પા ને તૈયાર ક રું છું.અને લગ્નની તૈયારીઓ ધૂમ ધામથી હું તારા ઘરે ઘોડે ચડીને આવીશ સોની યાદ રાખજે મને ખૂબ ધૂમધામથી આવીશ જોતા રહી જશે લોકો એવી રીતે તને હું લેવા આવીશ.
સોની: સંજય હા આ વાત સાચી છે ધૂમધામથી મને લેવા આવજે હું દુલ્હન બનીને તારા ઘરે આવીશ અને સાત જન્મો સુધી તારો સાથ નિભાવીશ.
સંજય : ઘરેથી જ તૈયારી કરવા માંડી મિલનની ...
સોની: સંજય મારા માતા-પિતા તૈયાર છે સારો સમય જોઈ અને લગ્ન કરી લઈએ અને સમાજની અંદર ઉમદા દાખલો આપીએ કે આપણા પણ વિવાહ સફળ થશે સાત જન્મો નો સાથ નિભાવીશ હું.
સંજય ના માતા પિતા તૈયારીમાં લાગી ગયા, એકનો એક દિકરો હતો અને સામે આટલી સુશીલ અને સંસ્કારી વહુ આવવાની હતી.
ઉમંગ અને ઉત્સાહ અનેરો હતો બંને બાજુ લગ્ન કારતક મહિનાના પહેલા અઠવાડિયે એ લોકોનું લગ્ન નક્કી કર્યું છ મહિનાની અંદર જાણે છ જન્મો સુધી રાહ જોતા હોય એમ બંને પ્રેમી-પંખીડા એક બીજાની રાહ જોતા હતા... પણ પ્રેમ નજરથી લઈને અંતર સુધી વિસ્તરેલો હતો. બંને બાજુ એકબીજાના મિલનની રાહ જોવાતી હતી.
16 જાન્યુઆરી આવીને ઊભી રહી એકબીજાની રાહ જોવાતી હતી તે હવે આજના દિવસે પૂરી થઈ સવારે ઘોડી ચડીને સંજય સોની ના ઘર તરફ વરઘોડો ચડાવીને માથે સાફો પહેરે વરરાજાબની તૈયાર થઈને આવી ચડે છે.. સોની પણ બેઠી બેઠી સંજયની રાહ જોયા કરે છે.
વરઘોડે આવી અને વરરાજા ને આવકાર આપી છોડી ના માતા પિતા જાન ને અંદર બોલાવે છે અને સોની વરમાળા લઈને સામે આવે છે બંને હું જાણે મિલન શિવ પાર્વતી જેવું હોય છે અખંડ અતૂટ એવો પ્રેમ હતો બંનેની આંખમાં અને બંને એકમેક જોયા જ કરે મટકું માર્યા વિના વિવાહ સંપૂર્ણપણે વિધિ સહિત પૂર્ણ થાય છે સંજય સોની ને વિધિ સહિત પોતાના ઘરે પ્રયાણ કરે છે...
સોનીનો પહેલો દિવસ હતો એના ઘરે પગ મૂકવાનો. સોની ના આવવાથી એના ઘરની રોનક રચી હતી. બહુ જ સારી રીતે જીવનપસાર થઈ રહ્યુ હતું. સાસુ-સસરા પણ સરસ હતા.. સોની દીકરીની જેમ રાખતા હતા.
થોડા સમયમાં સંજય ને ત્યાં પારણું બંધાયું .. પહેલા ખોળે જ દિકરો આવ્યો. સંજય અને સોની ખુશીનો પાર ન રહ્યો.
વિક્રમ પ્રાઈઝ પણ આજ આવવાના હતા બંને જણા એક સારી રીતે જીવન પસાર કરી રહ્યા હતા.. કોઈની ક્યાંક નજર લાગી ગઈ.. ખબર ના પડી શું થયું. જિંદગી આમ એકદમ પાર્ટી પણ કેવી રીતે મળી શકે ? ખબર ના પડી એકદમ જ સંજયની તબિયત દિવસે દિવસે કથળતી ગઈ હજી અઠવાડિયા પહેલા તો પિક્ચર જોવા એ અને સોની સાથે ગયા હતા. એકદમ જ હોસ્પિટલમાં એડમીટ કર્યો અને એમાં આઈસીયુમાં અને એમાંય પડી ક્રિટિકલ આઈસીયુમાં દાખલ કર્યો !
જોતજોતામાં સોની એકદમ સુમસાન અને ગમગીન બની ગઈ, એને પોતાને સમજાતું ન હતું કે સંજયને અચાનક પેટનો દુખાવો એવો તો કેવો પડ્યો કે એને ક્રિટિકલ વોર્ડની અંદર એડ કર્યો.ઘર આખું જ એકદમ ભેગું થઇ ગયું પિયર વાળા પણ ત્યાં તરત જ પહોંચી ગયા એક બાજુ એના સાસુ અને સસરા ને રડવાનું પાર ન રહ્યો સોની રડે કે બોલે કે ડોક્ટરો સાથે વાતચીત કરે શું કરવું કંઈ જ સમજ ના પડી પાંચ દિવસની અંદર ન બનવા જેવું સોની સાથે બની ગયું.એકદમ જ ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા અને સોનીને અને કુટુંબના લોકોને જણાવી દીધું કે હવે આ વ્યક્તિ એક દિવસ થી પણ વધારે જીવી ન શકે.બસ બધાની નજર સોની પર જ લટકી રહી હતી અંદર તો કોઈને જવાબ નથી દેતા સોની એક દિવસમાં એક વાર આંટા મારતી હતી સોની નો ચહેરો એકદમ ઉદાસી કરેલો અને જાણે માથે પહાડ તૂટી પડ્યું હોય એમ સંજય નો ઈલાજ શું થશે ? એ પાછો આવશે કે કેમ એની પણ સમજ ન હતી કોને સાચવવા કોને સમજાવવા ક્યાંય કોઈને સમજ બહાર હતું.
રાતના બાર વાગ્યા સુધી તો હું સોની સાથે બેઠી હતી પછી હું ઘરે પહોંચી અને જણાવ્યું હતું કે કાલે સવારે મકરસંક્રાંતિ છે રજા નો દિવસ છે હું સવારથી તારી સાથે દવાખાને આવી જઈશ તું ચિંતા ના કરીશ.. એકદમ આજે સવારે સાડા સાથે ફોનની રિંગ વાગી થઈ ગઈ હતી કે સવાર સવારમાં એકદમ ભાઈનો ફોન આવ્યો અને ભાઈ એકદમ ફોન કરીને જણાવ્યું જે પોઝિશનમાં છે જે હાલતમાં છે તરત ગાડી લઈને દવાખાને પહોંચ્યો હું ત્યાં તને મળું છું.એ ભાઈ ને કીધું બોલ તો ખરો એકદમ શું થયું છે સંજયની તબિયત તો સારી છે ને સોની ને તો કાંઈ થયું નથી ને!!
ભાઈ એ તરત જ ફોન મૂકી દીધો અને કીધું કે તું જલ્દી ત્યાં પહોંચ બીજું કંઈ જ ના બોલીશ.. મને કોઈ અંદાજ આવતો ન હતો હિરલ ને થોડો અંદાજો આવી ગયો હતો પણ ત્યાં મને કે ત્યાં મને સાચવે એ હિસાબથી એને કંઈ કીધું નહિ મને અને ગાડીની ચાવી લઈને અમે તો તરત જ દવાખાને જવા પહોંચી ગયા .ત્યાં જોયું તો સોની એકલી બાકડા પર બેઠેલી હતી બાજુમાં કાકા પણ હતા એના સસરા પણ હતા. સમજાતું ન હતું કે એકદમ જ અમને બોલવાનું કારણ આટલી વહેલી સવારે એ પણ એક અચાનક!!! સોની ને કીધું સોની મને પકડી ને જોર જોર થી રડવા લાગી બહેન હતી એટલે મેં પૂછ્યું કે થયું શોની સંજયની તબિયત બરાબર છે ને સોની ના મોઢા માં એક પણ શબ્દ ન હતો માત્ર રુદન જ હતું એટલામાં કાકા ની સામે મારી નજર પહોંચી કાકા એ કીધું કે સંજય આપણી વચ્ચે રહ્યો નથી.. શું વાત કરો છો સંજયને કઈ થાય કેમનું હજી તો ૩૦ વર્ષની ઉંમર છે એની છ વર્ષનો બાળક છે અને ૨૮ વર્ષની સોની ને આમ કેવી રીતે મૂકીને જતો રહે ? ? અને કુટુંબની જવાબદારી છે કે નહીં આ મેકલો શબ્દ માનવામાં આવતો હતો હું દોડીને બોર્ડની અંદર ઘૂસી ગઈ જોવું તો માનું હું !! દોડતી પહોંચી અને સંજયને મૃત જોઈને હું એકદમ મુગી જ થઈ ગઈ. ઈશ્વર કરી જ કેવી રીતે શકે આટલો નાનો બાળક ,સુંદર પત્ની હસતો રમતો પરિવાર અને એમાંય સંજયે આ રીતે અચાનક ચાલ્યો જાય ?
એટલામાં ગામડેથી મારી મમ્મી માસી કુટુંબમાં સગા વાલા બધા જ દવાખાને દોડી આવ્યા જ એકબીજા સામે જોઈને નિસાસા નાખતા હતા. ત્યાં સોની સાથે એકદમ સંજયનું સાથ છોડીને જતો રહ્યો આ સોનીનું હવે થશે શું એના બાળકને પિતા નો છાયો જતો રહ્યો..
સંજયના શબ ને એના શહેરમાં લઈ જવામાં આવ્યો એની સાથે લગાતાર પાંચ દિવસ સોની સાથે રહી હું ,સોની નથી ખાતી નથી સૂતી હતી બોલતી નથી કઈ જ જાણે એકદમ એકલી પડી ગઈ હતી પણ એની સામે એનો વીર હતો કે જેને મોટો કરવાનો હતો.સંજય નો અંશ હતો .
ધીરે-ધીરે સંજય વિના ના દિવસો પસાર થતા ગયા .બધા ને જોઇ શકતા હતા .તેનાસાસુ સસરા જોઈ રહ્યા હતા કે સોની સાવ એકલીથઈ ગઈ છે. એકએકવાર એના સાસુએ વિચાર કરી તરત જ ઘરે મારી માસી ને ફોન કર્યો અને કીધું કે આ જોઈને અમે નથી જોઈ શકતા એના માટે મારા નજરમાં એક સરસ છોકરો છે જો સોની તૈયાર થઈ જશે તો છોકરો સાથે સોની ને અપનાવી લેશે એ .. સુની તૈયાર થવું જોઈએ આમ સોની જુએ તો એને ઓળખે છે બીજું કોઈ નહીં સંજય નો ખાસ મિત્ર હોય તો કેજે છોડીને અને વીરને સરસ રીતે અપનાવી લેશે. અમારી જોડે સોની અને વીર રહેતો છે પણ સાવ એકલા પડી ગયા છે .અને અમારે પણ કેટલાક વર્ષો જીવવાનું લખ્યું છે કોને ખબર ?સોની નો હાથ ઝાલી લે તો આખી જિંદગી ફરીથી હસતા રમતા પસાર થાય.. સંજય જેવો જ મળતાવડો સ્વભાવ અને ખૂબ જ નિખાલસ છોકરો છે.. બસ હવે સોની ની હા ની જરૂરી છે.
બધા વડીલોના મતને ધ્યાનમાં રાખીને સોનીએ આ પગલું લઈ લીધું છે અને વીર ને લઈને એ છોકરા સાથે સુખી દાંપત્યજીવન ગીત આવી રહ્યું છે આપ સર્વ પણ સોની અને વીર ને ખૂબ ખૂબ આશીર્વાદ આપશે કે એનું ફરીથી દાંપત્યજીવન સુખમય રહે.
મહાનતા પણ એ સામેવાળા કુટુંબની છે કે જેણે સોની અને વીર ને અપનાવી લીધા છે.