STORYMIRROR

CHAITALI SHAH

Romance Tragedy

4  

CHAITALI SHAH

Romance Tragedy

પ્રેમનો રંગ સફેદ

પ્રેમનો રંગ સફેદ

9 mins
126

એ કોણ હતો ! જે સમજની બહાર હતું માનવું એને અશક્ય વાતને પણ શક્ય બનાવી બેઠો ! સાચે જ આવું ક્યારેય આવું બને તો કોમિતોફાનો સર્જાયા વિના રહે નહીં ગીતા નસીબવાળી સાબિત થઇ છે. ગીતાનામ પરથી જાતિ ગોત્રનું ધ્યાન દોરાય જાય છે. ગીતા સૌની લાડકી જાણે હરતી ફરતી જાદુઈ પૂતળી ! બધાને હસતા આવકારો આપતી, કામકાજમાં હોશિયાર અને ભણવામાં પણ, સિલાઈકામ હોય કે રસોઈ બધું જ એકદમ પરફેક્ટ કરતી.જોતજોતામાં ૧૦માં ધોરણમાં આવી ઘરના બધાના અરમાન હતા કરવા ચોક્કસ કઈક સરસ ભણી ગણીનેનામ રોશન કરશે. દીકરી વાતે ઘરનો દીવો હતો એ એની રોનક જ કઈક અલગ હતી

શાળાનો પેહલો દિવસ સખીઓ સાથે મળી શાળાએ આવતી હતી મોજમસ્તીથી ભરેલી એની વાતો વર્ગમાં ખૂબ વાતોડી હતી બધાનું ધ્યાન દોરાય એમ હસતી ક્યારેક તો શિક્ષક એને શિક્ષા કરતા પણ એને કોઈ જ ફેરના પડતો. વર્ષાઋતુનો પવન એવો ફૂક્યો કે બેન ગીતા સપનાં જોવા લાગી. બહુ ખોવાયેલી રેહતી હતી જાણે કોઈએ એનું દિલ ચોરીલિધુના હોય ? સાચે આવું બની શકે ગીતા સપનાં જોવાની સાથે ખોવાતી ચાલી જતી હતી. જાણે કોનો ભેટો થયો કે એક અઠવાડિયા સુધી બોલે જ નહિ કોઈની સાથે ! મને ભારે ચિંતા થવા લાગી મેં તપાસ હાથ ધરી. એને પુછો તો કોઈ જવાબ જ નહિ.

'ગીતા શું થયું ? બોલને તને કોઈ એ કઈક કીધું ? કોઈએ ગુસ્સો કર્યો? અરે માડી બોલ હવે.' બોલે તે બીજા. ગીતા એ જાણે મોમાં મગ ભર્યાના હોય. દિવસો વિતતા ગયા. ગીતા એના કુટુંબ સાથે ફરવા માટે વિશ દિવસ દિવાળી વેકેશનમાં ગઈ પાછી આવી ત્યારે જાણે બીજીજ ગીતા. બહુ ખોવાયેલી ! બહુ ડાહી વાતો કરતી મનેના સમજાયું ચોક્કસ કઈક ચાલી રહ્યું છે ગીતાના મનમાં એક દિવસ ગણપતિ બાપાનીનાની મૂર્તિ બતાવી ખૂબ જ સુંદરને અલગ શંખના આકારની વાહ ! ગીતા ખૂબ સરસ છે. કોના માટે લાવી છે ? મારા માટેને ગીતા

'ના માનસી'

હું જોતી જ રહી ગયી એને ! એની આંખોની સામે. એકદમ હું એની ખાસ હતી સખી તોય. 'ગીતા તો...?'

'આ હું પ્રિન્સ માટે લાવી છું. મારા દિલમાં હવે એ રાજ કરે છે માનસી. માનસી તું પૂછતી હતીને હું ખોવાયેલી કેમ રેહતિ હતી. ચૂપ ચૂપ કેમ હતી તો સાંભળ માનસી. આ ગણપતિ બાપ્પા અમારા સાક્ષી બનવા જઈ રહ્યા છે આ મારા સપનાં જોવાની ઉંમરે મને એક સાચા પ્રેમની તલાશ હવે પૂરી થઈ ગઈ છે માનસી

માનસી: 'હા પણ ગીતા..'

ગીતા: 'શું ? તું ચોંકી ગઈને માનસી ? સોરી સોરી. .માનસી તને મોડું થઈ ગયું કેહવામાં ! મને માફ કરજે મારી પ્રિય સખી.'

માનસી : 'ગીતા પણ તું એને ઓળખે છે ? એ કોણ છે ? કોનો દીકરો છે ?'

ગીતા: 'હું બસ એને ઓળખું છું, બાકી બહુ નથી જાણતી એના વિશે.'

ગીતા: 'અરે ગાંડી હું મારી જાતને ચેક કરવામાંગતી હતી કે સાચે જ આ પ્રેમ છે કે આકર્ષણ.'

માનસી : 'હા પણ !'

'ગયા દિવાળી વેકેશનમાં ગયી હતી હું ૨૦ દિવસ પણ એક પણ દિવસ એના વિચાર વિના રહી નથી શકી

મારો પ્રેમ ! સાચો પ્રેમને પ્રેમ કેહવાય છેને કે સ્ત્રી ક્યારેય પેહલા પ્રેમ ભૂલીના શકે..એમ હું તોનીભાવિશ. .એની સંગિની બની રહીશ.'

માનસી: 'ગીતા બસ કર તને શું ખબર છે એના વિશે ! આટલી પાગલ બની રહી છે. એ તારો ક્રિષ્ના નથી કે તું એની રાધા બની શકે !'

ગીતા: 'હા હવે તો તને કાઠું લાગશે આટલો રૂપવાન અને બત્રીસ લક્ષણોવાળો કોઈ એને જોતાંજ પ્રેમમાં પડી જાય એવી અદાવાળો મારી ઈર્ષા થવા લાગીને તને !એને મને પ્રસ્તાવ મોકલ્યોને મે સ્વીકાર્યો.'

ગીતા: 'અમથા હરખમાં ઝૂમવા લાગી હું તો યાર. એનેના પાડતા શાળામાં એક અઠવાડિયું દેખાયો જ નહિ. હું બાવરી બની ગયી હતી. માનસી એકદમ બીજા અઠવાડિયે એને જોતાં હું હરખ ઘેલી બની ગયી. એને ફોન નંબર આપ્યો હતો. મારા ઘરે તો ફોન નહિ પણ બાજુમાં બાપાના ઘરે ફોન હતો. રોજે સાંજના સાત વાગતા ફોનની ઘંટડી રણકી ઊઠેને હું દોડી બાપાના ઘરે પોહચી જતી. બસ ઇંચકા ખાવાનાં બહાને હું ૬ વાગ્યાની પોહચી જતી. રોજનો નિત્યક્રમ બની ગયો.

પણ હા શરત એ કે હું પ્રિન્સથી દૂર નહિ જવ હો. કે..

માનસી: 'અરે વાત સાંભળ પછી બોલ ગીતા.' ( ગંભીર સ્વરે)

માનસી :'ગીતા સાંભળ પ્રિન્સ કોણ છે ? કઈ જાતિનો છે ? કયા ધર્મનો છે ? તને ખબર છે ?'

ગીતા : 'હા પેહલા નહતી ખબર પણ એની અટક પરથી પંજાબી હિન્દુ ધર્મનો છે..બરાબરને ?

માનસી: 'હું એજ તને કેહવામાંગતી હતી એ પંજાબી નથી.'

માનસી: 'તને નથી ખબર પૂરી અધૂરી સમજને તું પ્રેમ માની બેઠી છે.'

માનસી: 'હવે મને સાંભળ ગીતા,ગીતા એ મુસ્લિમ છે !

ગીતા: (બેબાક જોતીને સાંભળી રહી) 'ના હોય માનસી'

માનસી: 'ગીતા હું તને ક્યારની એજ કહી રહી છું પ્રિન્સને તારો પ્રેમ ખોટો નથી તમે મોટી ભૂલ કરી છે કોઈ હિન્દુ ધર્મની છોકરીને મુસ્લિમ યુવાન પ્રેમના કરી શકે.'

ગીતા: 'વાત સત્ય છે. ..આ પણ ! હવે માનસી ?'

માનસી : 'હવે શું ભૂલી જાઓ. ..બીજું શું !

ગીતા: 'કેમ ભૂલું કોઈ આવતો જનમ આવે તોયના ભુલાય એવી પ્રીતડી બંધાઈ ગઈ છે. હું શું કરું ?મારા હાથમાંજ નથી.

ગીતા: 'પ્રિન્સ હેલ્લો પ્રિન્સ'

પ્રિન્સ: 'મારા હા કેનાથી આપના પ્રેમમાં કોઈ ફેર નથી પડવાનો મને.'

ગીતા: 'ને પડે છે પ્રિન્સ'

પ્રિન્સ: 'શું ? આપણા સંબધને છ મહિના પૂરા થયા. ..ને હવે આ સવાલ ?'

ગીતા: 'મને જવાબ આપને.'

પ્રિન્સ: 'હા હું મુસ્લિમ છું.'

માનસી: 'શું ગીતા એનો પેહલા પ્રેમ ભૂલી જશે ? શું થશે એનુ !'

ગીતા: 'હવે શું કરવું જોઇએ માનસી ?'

ગીતા: 'હું કાલે એના ઘરે જવાની છું. .એને મળવા.'

માનસી: 'તું ગાંડી છે !'

આમ તમાસો કરવાના જવાય. એમ પણ ગામનાનું છે વાત વેહતા વાર નહિ લાગે. હું રસ્તો કરું છુ તું એને મળી તમારા સંબધોનો અંત લાવજે.'

માનસી: 'તારી સાથે ખોટું બોલ્યો પ્રિન્સ ?'

ગીતા : 'નાના એને કંઇ પુછ્યું નહિને મે પણ કદાચ એને ખબર હશે કે હિન્દુ ધર્મની છું. પણ મને તો એનું નામ હિંદુ જેવું, એની અટક હિન્દુ જેવી, એની માન્યતાઓ બધુંજ હિંદુ યુવાન જેવું.કેમ ખબર પડે ? બસ જોતાજ પ્રેમમાં પોરવાઈ ગયા એકબીજામાં.'

બીજે દિવસે ગીતા પ્રિન્સને મળવાનું સેટ કર્યું. ગીતા પ્રિન્સને જોતા જ રડી પડી. કે તે છુપાવ્યું કેમ મારી સાથે

પ્રિન્સ: 'અરે મે ક્યાં છુપાવ્યું છે ? ક્યારેય પુછ્યું નથી તે !ને હું ખોટું બોલ્યો નથી તારી સાથે વાત કરતા. પૂછીને થાય નહિ પ્રેમ, દરિયાના મોજા કઈ પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ ?એમ પૂછીને ન થાય પ્રેમ. કે તું હિન્દુ છે ? તું મુસ્લિમ છે ? કે તું પારસી છે ? બોલ ગીતા હું તને ચાહું છું દિલથી.

ગીતા: 'પાછી રડી પડી. શાંત થઈ. એના ઘરે જતી રહી એક પણ જવાબ આપ્યા વિના.'

માનસી : 'અરે નાના. આમ.કેમનું પણ.'

માનસી: 'ગીતાના ઘરે જઈ એને સમજાવે છે. .જે થયું તેને ભૂલી જાઓ. હવે નવા વિચારોથી નવા ઇરાદા સાથે આગળ વધી જા.'

ગીતા: 'હા હું મારા દિલમાં હવે એને કાઢી નાખીશ. ..હવે કઈજ નહિ.'

પ્રિન્સ: 'ગીતા.ગીતા. હું તને ચાહું છું દિલથી. ..તું મને સાંભળે છેને !'

ગીતા: 'હવે સાંભળવા સિવાય બીજું કશું નથી મારી પાસે !'

પ્રિન્સ: 'ગીતા આમ હું તને ખોવવા નથી માગતો. '

ગીતા: 'હું પણ તને ચાહું છું દિલથી. શું કરું તારો પ્રેમ ખોટો નથી. ને મારો પણ. શું થાય ? કઈ નથી સમજાતું !પ્રિન્સ: 'હું થોડા સમય માટે વિદેશ જતો રહું છું બધાથી દૂર.'

માનસી: 'સમજ્યા કર્યા વિના બન્ને અલગ પડી ગયા હતા. પ્રિન્સ તેનું ભણતર છોડી ત્રણ મહિના માટે વિદેશ જતો રહ્યો હતો. કેહવાય છેને કે દૂર હોય ત્યારેજ માણસની અને તેના પ્રેમની ખબર પડે છે. એમ જ અહી મારી સામે જ ગીતાની હાલત કઈક એવી. પણ થાય શું ? બન્ને બાજુ આગ બરાબર હતી. પણ વચન હતું દૂર રેહવાનું.

ગીતા: 'માનસી એકવાત ખબર પડી ગઈ છે મને કે એ મારાથી અલગ ધર્મનો છે. પણ હું એના પ્રત્યે પ્રેમભાવ ઓછો નથી થઈ રહ્યો.

માનસી: ;આમ ના બોલ પ્રિન્સ, હવે બન્ને જણ પસ્તાવોના કરવો પડે એવુંના કરો મેહરબાની.'

પ્રિન્સ: 'મારું મન એનામાં જ છે જે હવે નહિ ભુલાય.'

માનસી: 'તારે જે કરવું હોય તે કર તું જાણે હવે હું વચ્ચે નહિ આવું. તમારી મરજી મુજબનું પરિણામ ગંભીર બનશે. આ સારી મિત્રનેનાતે જણાવી રહી છું તને.'

પ્રિન્સ: 'હું કાયમ તારી રાહ જોઇશ ગીતા.'

રોજે સાંજના સમયે ફોન પર બન્ને બહુ વાતો કરતા હતા. જાણે કેટલાય વર્ષોથી મળ્યા જના હોય એ બન્ને આમ વર્ષો વીતતા ગયાને બન્ને રસ્તામાં એકબીજાને દૂરથી જોતા. ક્યારે પ્રિન્સ એના ઘરના આટા મારતો સ્કૂટર પર, ગીતા કાયમ એના ઝરૂખામાંથી એને જોતી. આમ કાયમ ચાલતું રહ્યું બન્ને જણ વચ્ચે. મુલાકાત ઓછી પણ ફોન તો રોજ કલાકો સુધી ચાલતો.

માનસી: 'યાદ છે કે ગીતા રાત્રે વાતો કરતી હતી. ત્યારે બીજા રૂમમાંથી એની મમ્મી એ શક જતા ફોન ઉપાડ્યો. પકડાઈ ગઈ હતી ગીતાની ચોરી. બીજા દિવસે મને સવારે બોલાવીને પૂછ્યું કે રાત્રે તે ફોન કર્યો હતો ગીતાને ? મે ગીતાને બચાવવા હા પાડી તો એની મમ્મી મારી પર ખિજાઈ કે તું આ બન્નેને પ્રોત્સાહન આપી રહી છે. તને ભાન છે તું કેટલી મોટી ભૂલ કરી રહી છે. માડ માડ વાત બદલી કે રાત્રે કર્યો જ હતો પૂછો કાકાને એમને જ ઉપાડ્યો હતોને પછી ગીતાને આપ્યો હતો. હાશ બચી ગઈ ત્યારે તો. વાત સાચી નીકળતા મે ઠોંગ કર્યો કે કાકી તમે આમ કેમ કહ્યું કે તે બન્ને જણને પ્રોત્સાહન ?'

પ્રિન્સના ઘરે બધાને ગીતા બહુજ ગમતી હતી. એને બધા માન આપીને બોલાવતા હતા તે દરમિયાન આમ પણ ગીતા તો રૂપ રૂપનો અંબાર, તેનો મધુર આવજ, ને એનું વ્યકિતત્વજ કઈક અલગ હતું.જોતા સાથે કોઈના ન પાડી શકે.

બસ આમ ચાલતી હતી પ્રિન્સને ગીતાની મુલાકાત, ફોન, ભેટો અરે યાદ છે મને ગીતાને પ્રિન્સનો રૂમાલ મળ્યો હતો એના ક્લાસમાંથી એને લઇ લીધોને ખબર છે એને સરસ મઝાથી એનું નામ સિલાઈ કરી પાછો આપ્યો હતો. બદલામાં પ્રિન્સ એને માટે સોનાનું નાનું પેંડલ લાવ્યો હતો. આ બહુ મોટો ટાસ્ક હતો અમારા માટે કે ગીતા કાકીને શકના જાયને પેન્ડલ કેમનું બતાવું ? ગીતા એ કાકીને થોડા દિવસ સુધી ના બતાવ્યું. આ એ સમયની વાત હતી કેનાની સૂની વસ્તુ પણ જો ભેટમાં મળતી તો બતાવી નહતાં શકતા ઘરમાં એમાંય ખાસ કરી પ્રેમી એ આપેલી વસ્તુ હોય તો. ઘર ગમે તેટલું મોટું હોય પણ છુપાવવી ક્યાં સમજાતું ન હતું. બીક લાગતી માતાપિતાની કુટુંબની પણ હા ખોટું બોલતાને ખોટું કરતા બહુ બીક લાગતી હતી એ જમાનામાં, એમાંય ગીતા તો બીકણ સસલું કાયમ મારે બચાવી પડતી એને ગીતા બહુ ગભરાતી રડતી ક્યારેક કે શું થશે માનસી મારું ?

હું કેહતી કે 'તું બહુ ભોળી છે ! ભોળાના ભગવાન હોય છે. તું ચિંતાના કરીશ કઈક સરસ હશે તારા નસીબમાં ભગવાન પર છોડી દે તું.'

દિવસેને દિવસે ગામમાં એની ચારે બાજુ એના પ્રેમપ્રકરણની વાતો ફેલાતી ગઈ. આનો શું નિરાકરણ આવશે તે નહતી ખબર પડતી. પ્રિન્સને ગીતાનો પ્રેમ અતૂટ વિશ્વાસથી બંધાયેલો છે એટલે કંઇ જ ખોટું નહિ થાય એમની સાથે મોના ઘરે અચાનક આવીને ગીતા એકલીજ હતી ઘરમાં. એમાંય વળી મોના એકદમ આવી હતી એને કહ્યું કે પ્રિન્સ એ એના ધર્મની છોકરી સાથે એને સગપણ નક્કી કરી લીધું છે. "

ગીતા: 'શું ?તું ખોટું બોલે છે મોના ?'

મોના; 'કાશ વાત ખોટી હોત ગીતા મારો ભાઈ એના મિત્ર વર્તુળમાં છે એને આજે પાર્ટી છે. બહાર હોટલમાં સાચે કહું છું ગીતા મને આશિષે જ કેહાવાં માટે કહ્યું હતું. બીજી કોઈ મારું મન માનવા તૈયાર ન હતું થતું. પ્રિન્સ કેટલો બધો ગીતાને પ્રેમ કરતો હતોને ગીતા પણ બન્ને જણા દિલથી પ્રેમ કરતા હતા તો શું પ્રિન્સ ખોટો હતો ? ગીતા સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. અને જો મજબૂરીમાં સગાઈ કરી પણ હોય તો મિત્રોને પાર્ટી તો નાજ આપે.

ગીતા એ પછી સાવ બદલાઈ ગઈ હતી. પ્રિન્સ બહુ આટા મારતો હતો એની આગળ પાછળ. પણ ગીતા એને બિલકુલ ભાવ નહતી આપતી. અધૂરામાં એના પપ્પા મમ્મીએ એના માટે છોકરો શોધી લીધો હતો બસ ગીતાનું લગ્ન એક મહિનામાંજ હતું. બહુ ઓછો સમયને એમાંય વધુ તૈયારી કરવાની હતી ગીતા સાચે જ ટણીમાં આવીને લગ્ન કરવાની ઉતાવળ. જાન માડવે આવી ઊભી હતી. અમે ઘરેથી ગીતાને લઈને નીકળતા હતા વાડી એ જવા. ત્યાં ફોનની રીંગ વાગી મે ફોન ઉપાડ્યો સામે પ્રિન્સ 'હેલ્લો હું ઘરની પાછળ ગાડી લઈને ઊભો છું ગીતાને લઇને આવીજા. મારી ભૂલ થઈ. હું સાચે જ ગીતાને પ્રેમ કરું છુંને કાયમ કરતો રહીશ.

ગીતા: 'પ્રિન્સ હું પૂછતી હતી તને કેહતી રહી તારા વિના ન રહી શકું હું તે કીધું આપણા સંબધો ચાલુ રાખીશું આવો જવાબ આપ્યો હતો તે મને એ સમયે હવે મારા લગ્નની જાન દરવાજે આવી ત્યારે હવે તું આવ્યો ? જતો રે હવે મને તારા માટે કોઈ પ્રેમ નથી રહ્યો તે મને દગો આપ્યો છે.

પ્રિન્સ બહુ આજીજી કરી ગીતાને મનાવી લેવાની. ધારે તો ગીતા એના પ્રેમી સાથે ભાગી શકતી હતી એમ પણ ઘરમાં વડીલ કોઈ ન હતું બધા જાનની સ્વાગતમાં વાડીએ હતા પણ ગીતા એ માતાપિતાની આબરૂ રાખીને માતાપિતાની મરજીના લગ્ન કરી લીધા પાછું વળી જોયું નથી પ્રિન્સની સામે. અને પ્રિન્સ એ આવું કેમ કર્યું સમજાયું નથી


Rate this content
Log in

Similar gujarati story from Romance