CHAITALI SHAH

Inspirational Children

3  

CHAITALI SHAH

Inspirational Children

માતા પિતા શિક્ષક બને

માતા પિતા શિક્ષક બને

4 mins
390


માતા પિતા શિક્ષક બને અને શિક્ષક માતા-પિતા બને...

  દુનિયા યંત્ર યુગથી આગળ વધીને કોમ્પ્યુટર યુગમાં ધપી રહી છે. હાલ કોરોનાની મહામારીમાં અતિવ્યસ્ત અને ઝડપી કાર્યનો જે યુગ હતો તે થોડો ધીમો બની ગયો. પણ દરેક મા-બાપ શિક્ષક કે સમાજ સમજવું જોઈએ કે આજનો યુગ શિક્ષણનો પણ યુગ છે શિક્ષણ યુગ એટલે જ્ઞાનનો યુગ વિચારો યુગ.

 સંતાનનું સાચું ઘડતર પોતાના ઘરમાં જ થતું હોય છે. બાળપણમાં જે સંસ્કારો ટેવો અને વાતાવરણ મળે છે. એને આધારે એના આખા જીવનનો નકશો વ્યક્તિત્વ વિકાસ થાય છે. માતા-પિતાની ફરજ સંતાનને તૈયાર કરી શાળાએ મોકલવા, તેની ફી જમા કરાવી, જરૂરિયાતો પૂરી કરવી ત્યાં સુધી મર્યાદિત નથી, જુઓને હાલના સમયમાં વર્ક ફ્રોમ હોમ આવી ગયું છે અને સાથે સ્ટડી પણ ઘરેથી જ થાય છે. માટે ખાસ કરીને બાળકોના વર્તન વ્યવહાર એમના મિત્રો એમના મોજશોખ એની દિન ચર્યા, એમની અપેક્ષા વગેરે જેવી બાબતોથી માતા-પિતાએ પરિચિત થવું જ પડશે. આ ત્યારે જ શક્ય બને કે સંતાન પાછળ સમય કાઢી તેની સાથે બેસી તેને જાણવા જોઈએ. આ ટાઇમ કોમ્પ્યુટર કે મોબાઇલ દરેક ઘરમા મોકાનું સ્થાન જમાવી દીધું છે. બાળકો સહિત માતા-પિતા પણ તેમાં રચ્યાપચ્યા રહે છે.

  ઓફિસનું કામ પણ ઘરે બેસીને થાય છે અને બાળકોનું ભણતર પણ ઘરે બેસીને થાય છે માતા-પિતા સાથે સુવિચાર પણ થાય છે, વાતો પણ થાય છે, વડીલોની સાથે બેસી અને વિચારશક્તિ પણ વધારી શકાય છે ,આ સમયની અંદર બાળકોની સાથે ચર્ચા કરી એમની સમક્ષ સુવિચારોની સંતવાણી, સદવર્તન અને સદ્વ્યવહાર તેમને સમજાવવા બાળકોના જીવન માટે જરૂરી છે. તંદુરસ્તી માટે સાત્વિક ભોજન જરૂરી છે તેમ મનની તંદુરસ્તી માટે સાત્વિક વાંચન પણ જરૂરી છે એટલે જ પુસ્તકને સંતાનના ઘડતર માટે નો સાચો સાથી માનવો જોઈએ કે દરેક વડીલો એ સમજવું જોઈએ સંતાનોને જન્મ દિવસની ઉજવણીમાં અનેક પ્રકારની ભેટ સાથે સાથે પુસ્તકો પણ ભેટ આપવા જોઈએ.. ચોકલેટની સાથે સાથે નવા નવા વિચારો પણ આપવા જોઈએ. આજકાલના પૈસાની લાઈમાં માતા-પિતા બાળકોના સેવિંગ અને ડિબેટ એકાઉન્ટ ખોલવા તત્પર હોય છે. પણ બાળકના ઘડતર માટે લાઇબ્રેરીમાં એકાઉન્ટ ખોલાવવું પણ એટલું જ જરૂરી છે. આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે દુરાચારી અને સદાચારી નિષ્ક્રિય અને સક્રિય નિરાશાવાદી ને આશાવાદી અને બહાદુર,ધીમી અને નિષ્ફળ ને સફળ બનાવવાની પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન વડીલો માતા-પિતા જ આપી શકે .પોતાના સંતાન ની સાચી સમસ્યાઓને સમજે અને હવે એનો ઉકેલ આવે એનું નામ પણ માતા પિતા એટલે તો એવું કહેવાય છે કે એક માતા પિતા સો શિક્ષકની ગરજ સારે છે એટલે બાળકોના શાળા સમયના માતા-પિતા બાળકનું ઘડતર અને ચણતર નું કાર્ય કરતો હોય તે છે શિક્ષક પ્રેમાળ નિ:સ્વાર્થ, કર્તવ્યનિષ્ઠ માનવતાવાદી, નિખાલસતા, સહજતા, નિરંકારી વગેરે ગુણોનો સમન્વય એટલે શિક્ષક. શિક્ષક વિદ્યાર્થી મિત્ર માર્ગદર્શક તત્વચિંતક હોવો જોઈએ. અત્યારે હાલ કોરોના ના સમયમાં શિક્ષકોએ આધુનિક સાધનનો ઉપયોગ કરીને દરેક બાળકોને પોતાનું જ્ઞાન પીરસી રહ્યા છે તે વિદ્યાર્થીને સજા નહીં સાજા કરે ,નહીં દર્શન નહીં પણ ક્ષમતા શોધ અને ધન્ય નહીં પણ સંશોધનને વધુ પ્રાધાન્ય આપે એ જ સાચું શિક્ષણ નવી પેઢી નું સર્જન કરનાર શિક્ષક જ સાચું સૂત્રધાર છે.

શિક્ષકનું વર્તન આદર્શ હોવો જોઈએ કારણ કે તેમણે તો જ્ઞાનની વહેંચણી કરવાની છે. લાગણીસભર શિક્ષણ કાર્ય થાય તો આપોઆપ વિદ્યાર્થીઓનો વિકાસ થશે જ શિક્ષક ઓનલાઇન ભણાવે છે, ચિંતન કરાવે છે, મનન કરાવડાવે છે, હસતા હસતા,રમતા ને રમાડતા અને અધ્યયનના ભારથી ભરેલા હોય છે અને વિદ્યાર્થીઓને તેના જ્ઞાનનો ભંડાર આપે છે શિક્ષકના આચાર અને વિચાર અને વ્યવહારમાં સદાને માટે કર્તવ્યનિષ્ઠા જ હોય છે જો શિક્ષક કર્તવ્યનિષ્ઠા ન હોય તો તેના માઠા પરિણામો શાળા અને સમાજે ભોગવવા પડે છે. એટલે જ કહેવાય છે ને એ કર્તવ્યનિષ્ઠ શિક્ષક આદર્શ કર્તવ્યનિષ્ઠ ભાવિ નાગરિકોનું નિર્માણ કરી શકે છે .શિક્ષકનું કર્તવ્ય રાષ્ટ્ર સમાજ શાળા અને વિદ્યાર્થીના હિત સાથે જોડાયેલી છે. એટલે જ શિક્ષક પાસબુક વાંચવાને બદલે ચોક લખવામાં અને પુસ્તકો વાંચવામાં વધુ રસ લાગે છે આવનારી નવી પેઢી ની મન શિક્ષક એ આદર્શ વિશ્વ, આદર્શ રાષ્ટ્ર આદર્શ, સમાજ આદર્શ વ્યક્તિ નો નિર્માતા છે. શિક્ષક પાસે વાલી સમાજ દેશવાસીઓની ઘણી બધી અપેક્ષાઓ છે. તો એમ કેવી રીતે ભૂલી શકાય કે ઓનલાઇન શિક્ષણ નકામું છે. ઓનલાઇન શિક્ષણ છે તો નવી નવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આ જ શિક્ષકો તમારા બાળકોને પ્રેઝન્ટેશન સાથે કેટલીય વસ્તુઓ શીખવી રહ્યા છે. શિક્ષક એ આદર્શ વિશ્વ સમાજને આગવું વ્યક્તિત્વ છે, શિક્ષક પાસે વાલી સમાજ દેશવાસીઓની ઘણી અપેક્ષાઓ છે. એટલું જ કહી શકાય કે બાળક વિદ્યાર્થીઓના ઘડતર અને ચણતર માટે શિક્ષક એ માતા-પિતા અને સમાજની સહિયારી જવાબદારી છે. એટલે જ માતા-પિતા ક્યારેક શિક્ષક બને અને શિક્ષક કયારેક માતા પિતા બને તો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational