CHAITALI SHAH

Romance Tragedy Classics

4.6  

CHAITALI SHAH

Romance Tragedy Classics

અધૂરો પ્રેમ

અધૂરો પ્રેમ

15 mins
371


    વાસ્તવમાં પ્રેમ શું છે? કોને કહેવાય ? પ્રેમમાં કોઈ ઉણપ હોય ખરી ? પ્રેમ એટલે વિશ્વાસથી બનતો નિર્દોષ પ્રેમ ! જિંદગીમાં પ્રેમ કેટલા બધા પ્રકારના હોય છે. જ્યારે ખબર પડે ત્યારે ઉંમર કેટલી હોવી જોઈએ. ખબર ન પડે ઉમર કેટલી હોવી જોઈએ. પ્રેમ એટલે આપણી આત્મા કરતા બીજાની વધારે ફિકર કરવી. પ્રેમ એટલે મૂળરૂપે પોતાના કરતા બીજાને વધારે ચાહવું. પ્રેમની કોઈ પરિભાષા ના હોય. દરિયાના મોજા કઈ રેતી ને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ !! એમ પૂછી ને થાય નહિ પ્રેમ. . કોઈ અચાનક ગમવા લાગે ! એની વાતોથી સમયની ના ખબર પડે ,એનાજ વિચારો, વારંવાર એની તરફ જોયા કરવું ને નજર ચોરી લેવી પોતાની સાથે ને જાણે જોતાજ ના હોય એમ ડોળ કરવો.

   કોણ ક્યારે પ્રેમમાં પડે એ ના ખબર હોય નાતજાત, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પ્રેમ થાય છે. . . જેને કોઈ નામની જરૂર નથી હોતી. જિંદગી માં ક્યારેક ભૂલથી પ્રેમ માં પડી જવાય તો ક્યારેક સમજ્યા વિના પ્રેમ થઈ જાય છે. વાસ્તવમાં પ્રેમ અનેક પ્રકારનો હોય છે. માત્ર સાથે રહી પ્રેમ થાય એવું નથી હોતું ક્યારેક અજાણ્યે રસ્તે થી પાછા ફરતા કોઈક પોતાના જેવું મળી જાય તોય પ્રેમ થઈ શકે છે પરંતુ એ પ્રેમ પહેલા કરતા સાવ જુદો જ હોય છે. મિત્રતા ને પણ પ્રેમ નું નામ આપી શકાય. માનસી સાવ જુદી અને ભોળી બધાની વાત માં આવી જાય. કેટલી વાર સમજાવતી હું એને ,પણ મન માની તો એની જ કરે.

    માનસી ઓ માનસી આમ સપનાં માં કેમ રાચે છે. સારા ખોટા નો ભેદ સમજ નહીતો બહુ પસ્તાવું પડશે કાયમ હું કેહતી રેહતી ક્યારેક માનતી હતી વાત મારી, એકવાર બહુ મોટા ચક્કર માં ફસાઈ ગઈ હતી. કોઈની પ્રીતિ એ એને દગો કર્યો હતો. અણસમજુ સમય માં ફસાઈ ગઈ હતી બિચારી માનસી. . વિચારો થી એ પોતે અકડાઈ ગઈ હતી. સાચે એકવાર આપઘાત નો વિચાર પણ કરેલો એ માનસી એ.

    પણ હું એની સાથે જ હતી બહુ સમજાવી આમ ના થાય જે થયું એને ભૂલી જિંદગી આગળ વધી શકાય. . કોઈના ખોટા કાવતરા ને પ્રેમ માની, બદનામી થઈ એવું માની હારી ના જવાય. .

 ક્યારેક માનસી કેહતી હવે મારી જિંદગી માં પ્રેમ નહિ મળે સાચો. . હું ખોટા માણસ માં ફસાઈ ગઈ હતી. . હવે શું થશે ? મારા માતા પિતા નું શું થશે? હું કેમની ખુશ રાખીશ એમને?

  માનસી ના આ વિચારો થી હું પણ બહુ મૂંઝાતી હતી. ત્યારે વસંત વાયરાની જેમ માનસી ને પ્રેમ કરનાર એક માનવ સરસ મજા ની લહેર લાવ્યો.

    માનવ દેખાવે સુંદર રુપાળો,  ઉંચા કદ વાળો, બધાનું મન મોહી લે એવો એનો સ્વભાવ, યાદ છે મને હું ને માનસી કૉલેજ ના કેમ્પસ માં બેઠા હતા. . ત્યારે માનવ દૂરથી માનસી ને જોયા કરતો હતો. એ પહેલી નજર મને જોતાં જ એને એનું ધ્યાન બદલી નાખ્યું. પણ મને મન માં હાશ થઈ ગઈ. માનસી તો એના જ વિચારો માં બસ કોઈ ફરક જ ના પડે એને તો. .

  વરસાદ એટલો બધો હતો કે ઘરે કેમનું જવું કોઈ સાધન ના મળે. . અમે ત્રણેક સખીઓ ચાલતા ઘરે જવા નીકળી ગયા. ત્યાં માનસી નો પગ એક ખાડા માં પડી ગયો. માનસી તો ત્યાજ બૂમો પાડી બેસી ગઈ. . હું ને નેહા જોતાં રહી ગયા શું થયું માનસી તને?

પગ મચકોઈડાઈ ગયો કે શું?

માનસી: નેહા હું ચાલી નથી શકી રહી. મને બહુ જ દુઃખી રહ્યું છે.

નેહા : વરસાદ બહુ જ પડી રહ્યો છે શું કરીશું? કોઈ નું નજીક માં ઘર નથી કરવું શું? કોઈ સાધન નથી મળી રહ્યું?

   એટલા માં માનવ ત્યાંથી બાઈક લઈને પસાર થતો હતો. અમને જોઈને ઊભો રહ્યો. . એને કીધું હું ઘરે મૂકી જવ ?

  માનસી તો સ્વભાવે બહુ જિદ્દી જલદી કોઈ અજાણ્યા સાથે જાય નહિ. પણ થાય શું પગે ચલાતું નહતુ. . . હેતલ: માનસી. . આ માનવ સાથે બેસી જા તને ઘરે ઉતારી દેશે. અમે ચાલતા આવી જઈશું. તું કેમની ચાલી શકીશ? જા હું કાકી ને કહીશ કે તને પગે લાગ્યું હતું એટલે તું આની સાથે ઘરે આવી હતી. .

માનસી: સારું તમે કાલે આવજો હું જઉં છું માનવ સાથે .

હેતલ: બસ એ પહેલા માનસી ક્યારેય એટલી નજીક થી નહતી ઓળખતી માનવ ને.

   બસ એ પેહલી મુલાકાત કાયમ ની મિત્રતા બની ગઈ એમ લાગ્યું. માનસી ને માનવ ખૂબ જ સારા મિત્ર બની ગયા હતા. માનવ અમારા ગ્રૂપ નો હીરો હતો. બઘા ની નજર માં પણ માનસી ને કોઈ ફેર પડતો ન હતો. એ એને કોમન મિત્ર જ ગણતી હતી.

  માનવ નો થોડો જુકાવ હતો માનસી તરફ નો બધા ને દેખાતું હતું ,પણ માનસી ને એવું કઈજ દેખાતું નહતુ.

    કાયમ માનસી એને નજરઅંદાજ કરતી હતી. હું એને ઘણું સમજાવતી હતી. પણ એને સીધી રીતે તો કેહવાય જ નહિ.

માનવ પણ એમજ વિચારતો કે ક્યારેક તો મારી સાચી લાગણીઓ ને સમજશે તો ખરીજ માનસી. . પણ ભૂલ ભરેલો હતો કે કહ્યા વિના કોઈ ભાગ્યેજ સમજે છે એમાંય ખાસ આતો માનસી હતી જે ક્યારેય ઈશારાથી સમજે એમાની તો નહતી. . પણ માનવ નહતો કહેતો. એ બસ રાહ જોઈશ એમજ કહેતો હતો.

  રોજ માનવ એના ચક્કર લગાવતો ગ્રૂપ માં બસ એની જ વાતો ને માન આપે માનસી કહે એ નિર્ણય લેવામાં આવે બસ ઘણા લોકો ને તકલીફ પડતી હતી પણ માનવ મારીમચોડી માનસી ની જ વાત ને મનાવા તૈયાર કરતો હતો. માનસી સર્કલ માં બધાની ફેવરીટ બની રહેતી હતી. ગ્રૂપ માં બધા મિત્રો જાણતા હતા કે માનવ માનસી ને અનહદ પ્રેમ કરે છે. નહતુ જાણતું તો માત્ર માનસી. . એ બહુ લાઈટ લેતી હતી વારંવાર માનવ ને ઈગનોર પણ કરતી હતી. આ બાજુ માનવ પાગલો ની જેમ એની એક એક અદા નો દિવાનો હતો. .

   એકવાર બધા મિત્રો ઉતરાયણ માં એના ઘરે ગયા હતા સાથે માનસી ને પણ મનાવી લઈ ગયા હતા. . આખી શેરી જાણતી હતી કે માનવ માનસી ને ખુબ જ પ્રેમ કરે છે. પણ આ વાત થી અનજાન હતી માનસી. . માનવને ત્યાં ગઈ ત્યારે એના મમ્મી , કાકી બધા ખુશ થઈ ગયા હતા. ત્યાં માનસી ને અજુક્તું લાગ્યું હતું મને કે આ માનવ ની ફૅમિલી મારી સાથે આટલો અલગ રીતે વ્યવહાર કેમ કરે છે. ત્યારે મારા થી ના રેહવાયું મે માનસી ને કહું કે આ માનવ તારી પાછળ પાગલ થઈ ગયો છે. બસ તારા જવાબ ની રાહ જોવે છે. તું હા પાડી દે હવે બહુ ના વિચાર કર સારો છે ભલો માણસ છે. . તને બહુ ખુશ રાખશે સાચે તું નસીબ વાળી છે માનસી ,કાશ હું હોય તારી જગ્યા પર સાચે મસ્ત છે માનવ માની જા હવે. . . . માનસી ચાલવા માંડી ઘરે જવા આ શું માનસી ઊભી તો રે. . ઊભી રે. . બસ શું થયું ??

   માનસી બીજે દિવસે બિલકુલ કોઈની સાથે બોલી નહિ કૉલેજ ના ક્લાસ પૂરા થયા ને ઘરે જવા નીકળી ગઈ. . ત્યાં રસ્તા માં માનવ ઊભો હતો એની રાહ જોઈને ચોકલેટ લઈ ને ફિલ્મી સ્ટાઈલ માં. . ત્યાં માનસી એ ચૂપકી થી ચોકલેટ લીધી બસ આમાં જ એની હા હતી માની લીધું બધા એ બસ ત્યારથી માંડીને એમની લવ સ્ટોરી શરૂ થઈ બધા ને હતું કે કપલ સરસ લાગે છે બન્નેની જોડી જામે છે. . કૉલેજ ની વાર્ષિક પરીક્ષા સંપૂર્ણ પુરી થઈ ગઈ હતી બધા મિત્રો છુટ્ટા પડ્યા બાદ નક્કી કર્યું કે બધા મળીશું અવારનવાર. . એ સમયે આ મોબાઈલ નહતો. . માત્ર શેરી માં કોઈ એક ના ઘરે બીએસએનએલ ફોન હતો. . જે નહતાં બરાબર હતો માત્ર ઈશારો જ કાફી હતો કા સંદેશો માટે નજીક ના મિત્રો જ કામ લાગતા હતા. એકવાર એવા સમાચાર મળ્યા કે માનસી ને જોવા કોઈ છોકરા વાળા આવ્યા છે. . મે વિચાર્યુ કે માનસી માત્ર એના મમ્મી પપ્પા નું મન રાખવા આવું કરતી હશે. . એ પ્રેમ તો માનવ ને કરતી હતી. . પણ આ શું જાણ્યું કેવા સમાચાર મળ્યા મારા પગ નીચે થી જમીન ખશી ગઈ. . હું દોડી ને માનવ ને ત્યાં મળવા ગઈ હતી પણ માનવ બહારગામ ગયો હતો. . જાણવા મળ્યું કે ધંધા રોજગાર ના કામો માં બહારગામ જ્યોત હતો. . મે વિચાર્યુ કે માનસી માત્ર એને બોલાવા માટે કરી રહી છે. . પણ આ વાત સાચી હતી પણ માનવ ને કોઈ ફેર પડ્યો નહિ. .

       વચ્ચે કોણ જાણે શું થયું માનસી ના લગ્ન બીજે નક્કી થઈ ગયા હજી તો પ્રેમ મંજૂર જ કર્યો હતો માનસી એ ને આ શું કોના દબાવ માં આવી ને માનસી લગ્ન બીજે કરવા તૈયાર થઈ ગઈ હતી. . ભગવાન જ જાણે એના મન ની વાત. . એને છેલ્લે જ કહ્યું લગ્ન ને માત્ર એક મહિનો જ બાકી રહ્યો હતો. પ્રેમ દિવાનો માનવ ને ખબર પડતાં કંઈ જ ના કરી શક્યો. . એકવાર મે માનસી ને મળી પુછ્યું તો કઈ જ બોલી નહિ માત્ર લગ્નની તૈયારી માં વ્યસ્ત હતી. .

   આજે માનસી ના લગ્ન ને ૯ વર્ષ થઈ ગયા અચાનક મારે એના ગામ જવાનું થયું મે વિચાર્યુ કે હવે પૂછું એવું તો શું થયું હતું માનસી કે તે આ નિર્ણય લીધો હતો. . હવે તો માનવે પણ લગ્ન બીજે કરી લીધા હતા. એને પણ બાળકો હતા. . બન્ને જણ પોતપોતાની જિંદગી માં ખુશ હતા. . લાગતું જ નહતુ કે આ એજ માનવ છે કે જે માનસી માટે પાગલ હતો. . મારા ને એના ઘરના લોકો જોડે સંબંધ હતો પેહલે થી જ એટલે હું માનવ ના ઘર ના તમામ સારા ખોટા બધા પ્રસંગે જતા હતા. . એકવાર મે માનવ ને પૂછું કે તે માનસી ને રોકી કેમ નહિ. . માનવ બોલ્યો કે મને એમ કે એને મારા માં રસ જ નહતો હું જ ગાંડો કે એને મારું બધું માની બેઠો હતો ને હજી સુધી દુઃખી છું એ મને ના મળી જિંદગી માં પણ એવું ચોક્કસ માનીશ કે એ ખૂબ જસુખી રહે એના જીવન માં હું એને હજી પણ તકલીફ કે દુઃખી ના જોઈ શકું બસ ખુશ રહે માનસી ને જિંદગી માં આગળ વધે એવું જ ઈચ્છીશ હું તો. . .

    માનવ પણ એવું એને કર્યું પણ તે રોકી કેમ નહિ ?? શું કરું હું બીજું હું તો તૂટી પડ્યો હતો જાણે મારી જિંદગી જ પૂરી થઈ ગઈ હતી. . પછી એકલતાનું વ્યસન થઈ ગયું ને અંદર ને અંદર મરતો રહ્યો હતો. . ખોટી આદતો પણ લાગી ગઈ હતી એના ગમ ને ભૂલવા માટે દારૂ જેવી ખોટી કુટેવ પાડી દીધી હતી શું કહું તને લોકો મને દેવદાસ કહેતા હતા. . ઝગડા કરતો નાની નાની સૂની વાતો માં મારો સ્વભાવ જ બદલાઈ ગયો હતો. . કુટુંબ ના લોકો એ મારા લગ્ન કરાવી લીધા કે થોડો હું સુધરી જવ પણ હવે સુધરી તો ગયો છું તમામ ખોટા વ્યસનો છોડી દીધા છે પણ હા આ માનસી ને નથી છોડી શકતો એનું વ્યસન હજી સુધી મને છોડતું નથી. . મારા રોજમેળ માં એની જન્મ તારીખ લખેલી છે હજી એને હું હજી પણ લક સમજુ છું મારું ભલે એ યાદ ના કરે મને પણ એક પણ દિવસ એવો નથી કે હું એને ભૂલી ગયો હોવ એવું જ્યારે બનશે ત્યારે મારી છેલ્લી ઘડી હશે. . આ બધી વાતો સ્પષ્ટ હતી કે પ્રેમ તો અનહદ કરતો હતો માનવ પણ શું થયું માનસી એ દગો આપ્યો કે શું ? મારી તાલાવેલી લાગી કે માનસી ને પૂછું કે શું કામ તે આમ કર્યું માનવ સાથે ?

 એકવાર હું પોહચી માનસી ને મળવા માટે મને જોતાં જ માનસી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. . એના ઘરે ખૂબ માન ભેર રેહતી હતી હોય પણ કેમ નહિ શી વાતે બધા ના મોઢે માનસી જ માનસી છોકરાઓ એના એના સાસુ સસરા બધા ની સાથે જાણે દૂધમાં સાકર ની જેમ ભળી ગઈ હતી. . બપોરે એકાંત માં અમે એની સાથે વાતો કરવા રૂમ માં બેઠા હતા એટલા માં જ મે પુછ્યું કે માનસી તું નદી બની સાગર માં સમાઈ ગઈ છે તારા પરિવાર માટે તું સર્વસ્વ બની ગઈ છે

જોઈ રહી છું કે તે આ બધાને અનહદ પ્રેમ અને વિશ્વાસ થી સ્નેહ આપ્યો છે પરંતુ માનસી તારા પોતાના માટે નું શું ? તે જેને પ્રેમ કર્યો હતો એને છોડી તે બીજા કોઈ અજનબી ને સોંપી કેમ દીધો હતો. મારો જવાબ તારે આપવો જ પડશે. . નહિ તો મારા મન માં રહી જશે માનસી અધૂરો પ્રેમ પૂરો કેમ ના થયો કઈજ સમજ નહતી પડી. . માનસી હું તને સારી રીતે સમજુ છું કે તું દગાબાજ તો નહતી પડે એવું તો શું ઓછું આવ્યું કે તે અચાનક આવો નિર્ણય લીધો હતો.

    તો સાંભળ નિરાલી તારે એજ જાણવું છે ને તો સાંભળ હું બધી રીતે તૈયાર હતી માનવ સાથે લગ્ન કરવા મે માનવ ને કીધું પણ હતું કે આપણે લગ્ન કરી વિદેશ જતા રહીશું કોઈ માથાકૂટ જ નહિ. . અમારી રોજ ફોન પર વાતો થતી હતી કૉલેજ પૂરી થતાં માનવ ના ફોન પણ આવતા બંધ થઈ ગયા હતા. . પહેલા ની જેમ એ મારા ઘર ની સામે પણ આવતો ઓછો થઈ ગયો હતો. . તપાસ કરતા ખબર પડી કે એને નવા દોસ્તો બનાવી લીધા છે. . પૂરો દિવસ બહાર જ હોય જ્યારે પૂછું તો તો ઘરે એના દાદા જ મળે ને કે આવશે એટલે તરત ફોન કરાવીશ. . હું રાહ જોતી બેઠી રહું ના એ ઘર પાસે આવે કે એનો ફોન આવે મને કઈક નવું તો લાગતું હતું કે માનવ આટલો બધો બદલાઈ કેમનો ગયો ?

  એકવાર એની બેન મને રસ્તા વચ્ચે ઊભી રહી મને ખરું ખોટું સંભળાવા લાગી ગઈ હતી. . મે ચલાવી લીધું કઈજ જવાબ આપ્યા વિના પણ હદ વટાવી દીધી એને તો મને ફોન કરી ધમકાવતી હતી કે જો તે માનવ નું નામ લીધું છે તો તારું આવી બનશે. . હું ચૂપ ચાપ સાંભળી લેતી પણ હું માનવ ને જણાવવા માંગતી હતી ફોન પણ કેટલા કરતી વાત તો થાય જ નહિ કે હું માનસી માનવ જોડે વાત કરવા માગી રહી છું. . બીજા કોઈનો અવાજ સાંભળી ફોન કટ કરી મૂકી દેતી હતી એકલા એના દાદા ઉપાડે ફોન ને સામે થી જ જવાબ આપી દેતા કે માનવ બહાર છે આવશે તો એને કહીશ હું કઈ પણ બોલ્યા વિના સાંભળી ફોન મૂકી દેતી હતી. . પણ માનવ ને સંદેશો મળતો હતો કે કેમ ખબર નહતી. . એકવાર એની બેન અને બનેવી રસ્તા વચ્ચે મને જોઈ ઊભા રહી ગયા હતા. મને કે બપોરે માનવ ના ઘરે આવજે તારી સાથે વાત કરવા માગીએ છીએ અમે બધા હું તો એકદમ બીક ને મારે હા પાડી દીધી હતી હું ખુશ થઈ ગઈ હતી એના ઘરે જવા માં હું એ દિવસે ગઈ હતી હું એકલી ને સામે બન્ને બેનો ,એના ભાભી, બનેવી, મમ્મી માનવની માત્ર ના હતો તો માનવ એને શોધતી હતી મારી આંખો પણ એ નહતો ત્યારે પૂછવાની હિંમત પણ ના હતી મારી કે માનવ ક્યાં છે?? હજી વિચારું ત્યાં એની મોટી બેને મારી સાથે ઝગડવાનું શરૂ કરી દીધું હતું. . કે મારા માનવ બિચારા ને તે ફસાવ્યો છે ,તારા જેવી એની જૂતી સાફ કરવા માટે પણ ના જોઈએ. . મારા માં કોઈ ખોટ નહતી રૂપનો અંબાર હતી ચારિત્ર પણ મારું એટલું જ પવિત્ર હતું. . ગામ માં મને લોકો માન થી જોતાં. . પણ આ મને આવું કહે એ ના સમજાયું. . બહુ ખરું ખોટું સમભળાવ્યું હતું મને એ દિવસે ત્યાંથી હું રડતી રડતી ઘરે આવી હતી. . મારા મમ્મીને કીધું મમ્મી પપ્પા બન્ને જણા એ કીધું આ માનવ તારા માટે આમ પણ બરાબર નહતો. એ ક્યાં ને તું ક્યાં આભ જમીન નો ફેર છે. . ભૂલી જા એને કોઈ સારા સંસ્કારી છોકરા સાથે લગ્ન કરી સુખી થા બીજું કે એનું કુળ ને આપનું કુળ એકદમ અલગ શા માટે હવે વિચારવાનું મે તો પણ મમ્મી પપ્પા ને કહ્યું કે હું માનવ ને પસંદ છું અને મને એ પણ ત્યારે મમ્મી પપ્પા એ શરત મૂકી કે જો એ આ ૬ મહિના માં આવે તારો હાથ માંગવા તો અમારી ના નથી પણ હા તારે સામે થી એને ફોન કરી કે મળી ને કશું જ કેહવાનું નથી તારે બસ ચૂપ રેહવાનુ છે જો પછી એ તને કેટલો પ્રેમ કરે છે માત્ર એનો પ્રેમ જરૂરી નથી હોતો લગ્ન માટે એના કુટુંબીજનો પણ તને પ્રેમ થી સ્વીકારવા જોઈએ નહિતર જિંદગી નર્ક સમાન બની જાય છે. . બીજાઓ નો અણગમાનો શિકાર બની જઈશ પૂરી જિંદગી. . મારા માતાપિતા ની વાત સાચી હતી. . મે એજ પ્રમાણે કર્યું. . કોલેજ પછી ભણવાનું શરૂ કર્યું પાછું રોજે વાટ જોતી હતી કે એ હમણાં આવશે એના કુટુંબીજનો ને મારા ઘરે લઈને આવશે દિવસો પસાર થતા ગયા પણ એક પણ વાર એ અમસ્તો પણ દેખાયો નહીં હું માની બેઠી કે એનો પ્રેમ એક કોલેજના દિવસો નો મોટો ટાઈમ પાસ હતો. . આમ પણ કોલેજ માં કોઈ છોકરી ના પટાવી તો શું કર્યું કેહવાય. . હું સાચે બહુ રાહ જોતી રહી એ સમયે પણ કુદરત ને એ જ મંજૂર હશે માની હું મારી જિંદગી માં આગળ વધી મારા માતાપિતા એ કોઈ સરસ છોકરો મારી માટે શોધી કાઢી મારા લગ્ન કરાવી લીધા. . હું ખુશ છું મારી જિંદગી માં હવે મને માનસી ની વાત સાંભળી ત્યાં થી જ મે માનવ ને ફોન કર્યો એકજ વાર માં ઉપાડ્યો કાશ માનસી નો ફોન એ ટાઈમ પર ઉપાડ્યો હોત એને. . માનવ હું નિરાલી કેમ છે તું

 માનવ :ઓહ નિરાલી એકદમ આટલા ટાઈમ પછી ફોન કર્યો બોલ મજા માં છે. . . .

નિરાલી: હા માનવ હું માનસી ના ઘરે થી બોલી રહી છું

 માનવ: શું નિરાલી મારી માનસી તો સારી છે ને એને કંઈ નથી થયું ને ? એ ગભરાતા અવાજે બોલ્યો કે બોલ શું થયું?

નિરાલી: માનવ કઈજ નથી થયું માનસી ને મજા માં જ છે એ પણ મારે તને પૂછવું છે કે તું માનસી ને આટલો બધો પ્રેમ કરતો હતો ને તું લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો કેમ નહિ એના ઘરે તારા કુટુંબીજનો ને કેમ ના લઈ ગયો ? બોલ શું તારા પ્રેમ માં ખોટ હતી કે તું શું માનસી સાથે ટાઈમ પાસ કર્યો હતો ?

  માનવ :  નિરાલી આમ ના બોલ મારા છોકરાઓ ના સમ કે માનસી ને બહુ પ્રેમ કર્યો છે ને હજી સુધી કરતો રહીશ. . મારે માટે એને ભૂલી જવું અશક્ય છે હજી પણ. . મને એમ કે માનસી એ પહેલા લગ્ન બીજે કરી લીધા હતા. .

   નિરાલી:  માનવ પણ તે કઈજ કીધું નહતુ તો એ શું કરે બિચારી ?? વિસ્તારમાં મે માનસી જોડે એના ઘરે બનેલી ઘટના મે કહી માનવ ને. .

     માનવ : મને આ વાત ની ખબર જ નથી. . હું કશું જ જાણતો નથી. . આવું હું માનસી સાથે થવા ના દવ ને થયું હોય તો હું એની માફી માંગવા જવ એના ઘરે સામેથી. . .

 નિરાલી: તો ગયો કેમ નહિ જો પ્રેમ કર્યો હતો તો એ પછી ફોન પણ સાવ બંધ કરી લીધા હતા માનવ તે માનસી તને રોજે ફોન કરતી પણ તું મળતો જ નહિ. . બોલ શું થયું હતું ત્યારે તને ક્યાં દોસ્તો સાથે આડી લાઈન પર ચડી ગયો હતો એ તો હું પણ જાણતી હતી. . માનવ તે એ દરમિયાન માનસી ને ભૂલી જઈ ને નવા રંગો એ રંગાઈ ગયો હતો. . . હવે શું કરવું તારું માનવ!!  તું જાતે જ માનસી ને ખોઈ બેઠો છું. . આમાં વાંક તારો જ છે માનવ એકવાર તો એના ઘરે તારા માતાપિતા ને લઈને જવું હતું. . પૂછવું તો હતું કે શું કરવું છે આ સંબધ નું એ માનસી તારી રાહ જોતી રહી ગઈ હતી. . અંતે એને એના માતા પિતા નું માની લીધું હતું.

.  માનવ: મને ખબર પણ ના રહી મારા જ કુટુંબીજનો એ માનસી સાથે આવું કર્યું હતું. . મને નથી સમજાતું કે હું એ સમયે ક્યાં ખોવાઈ ગયો હતો?? પણ હજી પણ હું દિલ ના એક ખૂણા માં હજી માનસી પ્રત્યે નો પ્રેમ જીવંત છે જે મારા મરતા સુધી રહશે કાયમ. . . .

માનસી: માનવ હું બોલું છું. . . એટલું બોલતાં માનસી રડી પડી. .

નિરાલી: કાશ આ બન્ને નો પ્રેમ સાબિત થયો હોત !! પણ કુદરત ને શું મંજૂર હતું. . . જે થયું એ સારું જ થયું આમ પણ આવા મન થી માનવ સ્વીકારી શકે માનસી ને પણ કુટુંબીજનો માં એનું માન ના હોત. જબરજસતીથી ના મનાવી શકાય કોઈને. . હાલ માનસી નું એના સાસરી પક્ષ માં બહુ માન છે. હોય જ ને માનસી નો સ્વભાવ પણ ખૂબ પ્રેમાળ અને લાગણીશીલ. . . કમનસીબ એ માનવ કે એને એની પ્રીત ના મળી.


Rate this content
Log in

Similar gujarati story from Romance