Rohit Kapadia

Tragedy

3  

Rohit Kapadia

Tragedy

કોણ પહેલું

કોણ પહેલું

1 min
130


ઝમકુના હાથમાં હાથ મૂકીને રઘુડોસાએ પૂછ્યું " અલી, ઝમકુ આપણાં બેમાંથી કોને ભગવાન પહેલાં બોલાવી લે તો સારૂં ?".

ડોસાનો હાથ પંપાળતાં પંપાળતાં આંસુથી ભરાયેલ આંખો મીંચીને ઝમકુએ કહ્યું "મારો લાલો, આપણે બંનેને સાથે બોલાવી દે તો સહુથી સારૂં. પણ જો એવું ન થવાનું હોય તો તમે પહેલાં ઉપર જાવ તો સારૂં. ફૂલની જેમ મોટો કરેલો દીકરો વહુનાં આવ્યાં પછી અને તમારી બધી મિલકત તેમનાં નામે થયાં પછી આપણને સતત દુઃખ આપે છે. ટોણાં મારે છે. અપમાન કરે છે. તમને તો ગુસ્સો આવી જાય છે પણ માત્ર મારાં લીધે તમે ચૂપ રહો છો. આખી જિંદગી તમે મારી મરજી મુજબ જીવ્યાં છો. તમને મારી આદત પડી ગઈ છે. હું પહેલાં જતી રહીશ તો તમારી જિંદગી નર્ક બની જશે. તમારાં વગર હું તો રડી રડીને પણ જીવી લઈશ. તમને તો રડતાં પણ નથી આવડતું. તમારી ખોટ પળે પળે લાગશે પણ હર પળ તમારી યાદનાં સહારે…." ત્યાં જ ઝમકુને લાગ્યું કે ડોસાનો હાથ ઠંડો પડી ગયો છે. આંખ ખોલીને એણે જોયું તો બેઠાં બેઠાં જ એ સ્વર્ગે સિધાવી ગયા હતાં.

ઝમકુ ચીસ પાડી ઊઠી " ઓ…." પણ એ ચીસ પૂરી ન થઈ. ઝમકુ રઘુડોસાને સાચવવા એની પાછળ નીકળી ગઈ હતી. કદાચ ઝમકુને પણ રઘુડોસાની આદત પડી ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy