Rohit Kapadia

Children Stories Tragedy Thriller

3.4  

Rohit Kapadia

Children Stories Tragedy Thriller

રંગહીન આંસુ

રંગહીન આંસુ

1 min
500


એ અત્યંત ગરીબ હતો. ગઈકાલની શાળાની રિસેસમાં મળેલા બપોરના ભોજન પછી એણે કંઈ જ ખાધું ન હતું. આજે સવારે અડધો કલાક ચાલીને શાળાએ આવતા તો એને ચક્કર આવતા હતા. ખેર! બપોરના ફરી મફત ખાવાનું મળશે એ વિચારથી જ શરીરનાં દર્દને ભૂલીને લથડતાં લથડતાં પણ એ શાળામાં આવ્યો. શિક્ષક મેઘધનુષ વિષેની કવિતા ભણાવી રહ્યા હતાં. શાળાના ઓરડાની બારીમાંથી આવતા સૂર્યના તડકાથી અને પેટમાં લાગેલી આગથી એ તપી રહ્યો હતો. એનું ધ્યાન ભણવામાં હતું જ નહીં.


અચાનક જ શિક્ષકે એને ઊભો કર્યો અને પૂછ્યું "એય, શું કરે છે? ક્યાં છે તારૂં ધ્યાન? ચલ, મેઘધનુષના રંગોના નામ બોલ." એ ખામોશ રહ્યો. શિક્ષક જરા જોરથી બોલ્યા "મેઘધનુષના રંગોના નામ નહીં બોલે તો બપોરનું જમવાનું નહીં મળે." 

   આ સાંભળતા જ એની આંખમાં આંસુ આવી ગયા. એની બે પાંપણોની વચ્ચે ઝૂલતા આંસુમાં સૂર્યકિરણ દ્વારા રંગોની રંગોળી રચાઈ અને એ બોલવા માંડ્યો" લાલ, પીળો, લીલો... 

   રંગહીન આંસુ એના પેટની આગ બુઝાવવામાં કામ આવી ગયા. એ ખુશ થઈ ગયો. 


Rate this content
Log in