Rohit Kapadia

Inspirational

3.2  

Rohit Kapadia

Inspirational

આશીર્વાદ

આશીર્વાદ

1 min
367


ગુરૂના ચરણે મસ્તક નમાવી એનાં ભકતે કહ્યું "ગુરૂદેવ,આપના માર્ગદર્શન મુજબ મારે બે લાખ રૂપિયા સારાં કામમાં ખર્ચ કરવા છે".

ગુરૂએ કહ્યું, " મહામારીના વિતેલા વિકટ સમયમાં તારી સદમાર્ગે રૂપિયા ખર્ચ કરવાની ઈચ્છા સાચે જ પ્રશંસનીય છે. મહામારીના કારણે આ રૂપિયા કોરોના ને કારણે આર્થિક સંકટમાં આવેલા લોકો માટે વપરાય એ જ એનો સદઉપયોગ છે. મારી પાસે આવા જરૂરતમંદ લોકોની યાદી છે. સુકૃતની આવી ભાવના સદા રાખજો. ઈશ્વર તમારો ધંધો વધુ... 

ગુરૂજીને વચ્ચેથી જ અટકાવી ભકતે કહ્યું "ગુરૂદેવ, એવાં આશીર્વાદ આપો કે મારો ધંધો ઓછો થઈને પહેલાં જેવો થઈ જાય. મારી દવાની દુકાન છે. આ વખતે મહામારીના કારણે દવાની ખપત

ચાર-પાંચ ગણી થઈ ગઈ. મને આવક કરતાં લોકોનાં સારા સ્વાસ્થ્યમાં રસ છે. આ મહામારી જતી રહે અને મારી દવાની ખપત ઓછી થઈ જાય તો મને ખૂબ જ ગમશે. "

ગુરૂજીએ ભીની આંખે ભકતને દિલથી આશીર્વાદ આપ્યા. 

મેં હાથે કરીને રોશની ઓછી કરી દીધી. ભડકતા તેજ કરતાં આછો ઉજાસ સારો છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational