ભણતર
ભણતર


ભણતર માટે અઢળક રૂપિયા પણ ઓછા પડે છે તેવું દર્શાવતું ચિત્ર જોઈ એ અતીતમાં સરી પડ્યાં. પરસેવો પાડીને ભેગા કરેલાં, પાઈ પાઈ કરીને જોડેલાં, ખુદની ચાહતોને ભૂલી જઈ
કરકસરથી બચાવેલા અને ખુદના શમણાંઓને ગળે ટૂંપો દઈ પોતાના દીકરાના ભણતર પાછળ પાણીની જેમ રૂપિયા ખર્ચી
એને એન્જિનિયર બનાવ્યો હતો.
સંઘર્ષ ભરી જિંદગી જીવ્યાનો અને એક પિતા તરીકેની ફરજ પૂર્ણ કરવાનો
એમને આનંદ હતો. અફસોસ, એ જ પુત્રે એની ફરજ ભૂલી
એમને વૃદ્ધાશ્રમમાં .... !
આંખમાં આવેલા આંસુને લૂંછતાં
એમણે એ ચિત્રને ફાડી નાખ્યું.