Rohit Kapadia

Inspirational

4.3  

Rohit Kapadia

Inspirational

હાર-જીત

હાર-જીત

2 mins
841


ક્રિકેટની રમતનો એ બાદશાહ હતો. ધૂંઆધાર રમત રમતાં જ્યારે એ રનોની વર્ષા વરસાવતો હોય ત્યારે સહુ સ્તબ્ધ બની

જતાં. દેશ-વિદેશમાં એનાં લાખો પ્રશંસક હતાં. આજે વર્લ્ડકપની ફાઈનલ મેચ હતી. મેચ જીતવા માટેનો લક્ષ્યાંક બહુ વધારે ન હતો. પણ શરૂઆતની ઓવરમાં જ ત્રણ વિકેટ પડી ગઈ. તે પછી પણ વિકેટ પડવાનો ક્રમ ચાલુ જ રહ્યો. એક છેડો પકડીને એ રન વધારતો હતો. પણ હવે માત્ર બે જ વિકેટ બાકી હતી. સમસ્ત રાષ્ટ્ર એનાં પર મદાર રાખીને બેઠું હતું.


લાખો પ્રશંસકોનાં વિશ્વાસને યથાર્થ ઠેરવતાં એ ઉત્કૃષ્ટ રમત રમીને જીતની નજદીક આવી પહોંચ્યો. હવે માત્ર પંદર રન જીત માટે જોઈતા હતાં. બે વિકેટ અને ત્રણ ઓવર બાકી હતી. જીત આસાન લાગતી હતી. ત્યાં જ એની કેચ આઉટ માટેની જોરદાર અપીલ થઈ. એનાં પ્રશંસકોમાં સોપો પડી ગયો. છેવટના પૂંછડીયા ખેલાડી માટે પંદર રન પણ મુશ્કેલ હતાં. 


હારની શક્યતા વધી ગઈ. એટલામાં જ એમ્પાયરે અપીલ નકારી કાઢી. ચારે બાજુ ખુશીઓની લહેર ઉઠી ગઈ. હવે જીત

સરળ હતી. ત્યાં જ હાથમાંથી ગ્લોવઝ કાઢી ખુદને આઉટ જાહેર કરતો એ મેદાન છોડતો આગળ વધ્યો. ચારે બાજુ ગણગણાટ ચાલુ થઈ ગયો. આવા ખોટા ડાહ્યા બનવાની શી જરૂરત હતી. ખાલી ફોગટમાં જીતની બાજી હાથમાંથી ગુમાવી દીધી. કંઈક ગરબડ લાગે છે. દેશની કોઈને પડી જ નથી. એમ્પાયરે જ નોટ આઉટ જાહેર કર્યો તો પછી આઉટ હોય તો પણ ચૂપ રહેતા શું થતું હતું. સ્ટેડિયમમાં આવ્યા બાદ કેપ્ટને પણ કહ્યું કે 'તારી આ મૂર્ખાઈને કારણે આપણે વર્લ્ડ કપ ગુમાવીશું.' બહુ જ નમ્રતાથી એણે કહ્યું કે 'માફ કરજો. મારા માટે હાર-જીત કરતાં રમતમાં ખેલદિલી વધારે મહત્વની છે.' 

'આપણાં નસીબમાં હશે તો આપણે જ વર્લ્ડકપ જીતશું. હું સાચા દિલથી ઈશ્ચરને પ્રાર્થના કરીશ.'


મેચની બે ઓવર પૂરી થઈ. જોઈતાં પંદર રન આખરી ખેલાડીએ કરી લીધાં. વર્લ્ડકપ જીતાઈ ગયો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ એને મળ્યો. મંચ પરથી એ એવોર્ડ લઈને નીચે ઉતરી રહ્યો હતો ત્યાં તો ફરી એનાં નામની જાહેરાત થઈ. ખેલદિલી માટેનાં વિશેષ એવોર્ડથી એનું સન્માન કરવામાં આવ્યું. એવોર્ડ હાથમાં લઈને ઉંચો કરતાં એણે કહ્યું કે,

'મને આજ સુધી મળેલાં અનેક એવોર્ડમાં આ સહુથી શ્રેષ્ઠ એવોર્ડ છે અને ભીની આંખે તે લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે ઘીરે રહીને મંચ પરથી ઉતરી ગયો.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational