Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Margi Patel

Drama Horror


0.8  

Margi Patel

Drama Horror


કોણ છે વીરા ?

કોણ છે વીરા ?

3 mins 407 3 mins 407

          ભુનેત નામનું એક ગામ હતું. ગામ ખૂબ જ નાનું હતું. ભુનેતના દવાખાનામાં ચાર છોકરીઓ ઈન્ટેર્નશીપ કરવા આવે છે. ચારે છોકરીઓ પહેલેથી એકબીજાને ઓળખતી હતી તો એક જ રૂમમાં બધા સાથે જ રહેતા. 

           ભુનેત ગામના દવાખાનામાં જ ચારે ચાર ત્યાંજ કામ કરતાં. ત્યાંના દર્દીઓ ની તપાસ કરતાં. ચારે દરરોજ સાથે આવવાનું, જવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું, ફોટા પાડવાનું બધું જ સાથે જ કરતાં.  

               એવામાં ચારમાંથી એકને રાતના 1વાગે અજીબ અજીબ અવાજ સાંભળતા હતાં. પ્રીતિએ 2-3 વાર તો એના સાથે રહેલી વીરાને કહેવાની કોશિશ કરી. પણ વીરાએ એ વાતને ધ્યાનમાં જ ના લીધી. તો ત્યાં જ બેસેલી રીતુ પ્રીતિ ને કહે છે કે, ' પ્રીતિ આ તારો વહેમ છે. તેથી તારી વાત કોઈ નથી માનતું. તું પણ આ ભ્રમ માંથી બહાર આવી જા. અને શાંતિથી ભુનેતની મજા લે. ' પ્રીતિએ આટલી વાત સાંભળીને હવે તે પણ આ અવાજને નજરઅંદાજ કરવા લાગી. 

            વીરા ભુનેત ગામના એક ડૉક્ટરના પ્રેમમાં પડી. ડૉક્ટર પણ વીરાને પ્રેમ કરતો. બંન્નેના સબંધને હજી તો 3 જ મહિના થયા હતાં. છતાં બંન્ને એ પ્રેમમાં મર્યાદાની સીમા પાર કરી લીધી. સીમા અને એ ડૉક્ટરનું તો જાણે રોજ નું થઇ ગયું હોય એમ જ રહેતા. થોડા દિવસ પછી વીરાને ખબર પડી કે, ડૉક્ટર તો બસ પોતાના શારીરિક ઈચ્છાઓ સંતોષવા માટે જ વીરા જોડે પ્રેમનું નાટક કરતો હતો. વીરાએ જયારે ડૉક્ટર ને પૂછ્યું ત્યારે ડૉક્ટર એ પણ એ વાતનો સ્વીકાર કર્યો. અને એ વાત વીરા સહન ના કરી શકી. અને વીરાએ તેના હાથ ની નસ કાપીને પોતાનો જીવ ગુમાવી દીધો.

          થોડા દિવસોમાં તો ભુનેત ગામના લોકો કહેવા લાગ્યા હતાં કે, વીરાને પડેલું દુઃખથી આજે પણ વીરાની આત્મા આ જ દવાખાનામાં ભટકે છે. અને કોઈ પણ પુરુષ ડૉક્ટર ભુનેત ગામનાં દવાખાનામાં આવે તો વીરા તેનો જીવ લઇ લે છે. 

          આ ઘટનાથી બાકીની ત્રણ છોકરીઓ પર ખૂબ જ અસર થઇ. તેઓની ઇન્ટર્નશિપ પુરી થઇ ગઈ હતી. તેઓ બધા પોત પોતાના ઘરે જતા રહ્યા. અને હવે તો તેમના જીવનમાં આગળ પણ વધવા લાગ્યા. 

          બસ, એટલામાં જ એક સવારના 7 વાગે છે. અને અંકિતા તેના રૂમમાંથી અલાર્મ બંધ કરીને નીચે આવે છે. નીચે આવતાની સાથે જ અંકિતા તેની મમ્મી ને ચા બનાવવાનું કહે છે. અંકિતા આટલું કહીને સોફા પર બેસે છે. અંકિતા આમતો સોફા પર બેસી ને તેનો મોબાઈલ જ દેખાતી. પણ આજે તે ઉપરથી લાવવાની ભૂલી ગઈ તો ટેબલ પર પડેલું પેપર વાંચવા લે છે. પેપર વાંચતા વાંચતા અંકિતની નજર પેપર ના ચોથા પાના પર પડી. અને અંકિતની આંખો ફાટી જાય છે. ઠંડીમાં પણ પરસેવે રેબ જેબ થઇ ગઈ હતી. 

           અંકિતા તરત જ તેની મમ્મી ને પૂછે છે કે, 'મમ્મી આપણે કદી ભુતેન ગામમાં ગયા છીએ?' મમ્મી એ જવાબ આપતાં કહ્યું કે, ' હા, બેટા! આપણે ભુતેન ગામમાં ગયા છીએ. એ સમયે તું ખૂબ જ નાની હતી ચાર જ વરસની. ત્યાં તું ખૂબ જ બીમાર પડી હતી તો ભુતેનના દવાખાનામાં આપણે એક રાત રોકાયા હતાં. ત્યાં તને તારા જ ઉંમર ની છોકરી જોડે ખૂબ જ સરસ દોસ્તી થઇ ગઈ હતી. મને તેનું નામ તો યાદ નથી. પણ તમે બંન્ને એક જ દિવસમાં ખૂબ જ સારા દોસ્ત બની ગયા હતાં. પણ જો આજ ના પેપર માં આવ્યુ છે કે એ દવાખાનું છેલ્લા ચારેક એક વર્ષથી તહેસમહેસ થઇ ગયું છે. ત્યાં કોઈ ની આત્મા બધાને હેરાન કરે છે.'

         અંકિતા તેની મમ્મી ને કહે છે કે, 'મમ્મી તે નાની છોકરીનું નામ વીરા હતું???' અંકિતની મમ્મી જવાબ માં કહે છે કે, 'હા, લગભગ તો આવું જ કંઈક નામ હતું. મને હવે કઈ યાદ નથી. પણ, તું કેમ આટલું બધું પૂછે છે આપણે ગયા હતાં એ તો આજ થી ઓગણીસ વર્ષ પહેલા. તેના પછી તો કદી નથી ગયા. '

           અંકિતા ટેબલ પર ચા નો કપ મૂકી ને કઈ જ બોલ્યા વગર બસ સીડીયો ચડતા ચડતા વિચારમાં જ ડૂબેલી છે. આ બધું શું છે?? જે પેપરમાં દેખ્યું એ જ બધી ઘટના નું રૂપ પેપરમાં છે. પેપરના ચિત્રમાં બતાવેલી દરેકે દરેક વસ્તુ ને સપનામાં દેખી. સપનામાં દેખેલી વીરા પણ આ જ. રૂમ પણ એ જ. ડૉક્ટર પણ એ જ. જે મારા સપનામાં હતું એજ બધું પેપર માં કેવી રીતે? આજ વિચારો અને પ્રશ્નોમાં ખોવાયેલી અંકિતા તેના રૂમ નો દરવજો બંધ કરીને સાંજ સુધી એકલી જ બેસે છે. અને બસ વિચારોના માયાજાળ માં ખોવાઈ ને વારંવાર તેના મોબાઈલ માં અને સપનામાં ઝાંકતી જ રહે છે. કે સપનામાં પડેલા મારા, પ્રીતિ, રીતુ ને વીરાના બધા જ ફોટો વાસ્તવિકતામાં કેવી રીતે મારા મોબાઈલની ગૅલરીમાં સેવ થયેલા છે. 


Rate this content
Log in

More gujarati story from Margi Patel

Similar gujarati story from Drama