Pravina Avinash

Romance Abstract

3  

Pravina Avinash

Romance Abstract

કંકુ છાંટીને લખો

કંકુ છાંટીને લખો

3 mins
7.5K


લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી હતી. મુંબઈમાં લગ્નમાં જવાનો લહાવો લેવા જેવો છે ! કશું જ સમયસર ન થઈ શકે. તેમાં વાંક કોઈ પણ વ્યક્તિનો નથી હોતો. લગ્ન સ્થળે સમયસર પહોંચવું અશક્ય છે. જવાબ સીધો છે. 'મુંબઈ શહેરનો ટ્રાફિક' ખૂબ જાલિમ છે. ઘણી વખત ભલેને ખૂબ અંગત હોય તો પણ સવારે વિધિમાં ગઈ હોંઉ તો રિસેપ્શનમાં જવાનું ટાળું.

આજે જે લગ્નમાં જવાનું આમંત્રણ હતું ત્યાં બધા પ્રસંગમાં જવાની ગાંઠ વાળી. મુંબઈમાં કદી ન માણ્યો હોય એવો લગ્નનો પ્રસંગ હતો. કૂતુહલ થાય તો જરૂરથી પધારજો. નાસ્તાની ડિશ નહીં લેવાની જેથી યજમાનને ખર્ચ ન લાગે.

મારા મિત્રની દીકરી અમેરિકાથી તેની બહેનપણી મેઘનને સાથે લઈ મુંબઈ ફરવા આવી હતી. મેઘનને મુંબઈ ખૂબ ગમ્યું. એમાં અમીની બહેન મોના સહુથી વધારે ગમી. મેઘન ‘લેસ્બિયન’ હતી. મોના કન્ફ્યુસ્ડ હતી કે તે જીવનમાં શું શોધે છે? તેને પોતાની લાગણી ઓળખતાં ન આવડતી. અમી જ્યારે મમ્મી સાથે કિચનમાં હોય ત્યારે મેઘન, મોનાને વિશ્વાસમાં લે અને પ્રેમથી વાત કઢાવે. મેઘન બોલવે મીઠી અને સ્વભાવે લાગણીથી છલકાતી.

મોના સાથે વાત કરતાં મેઘન તેના તરફ આકર્ષાઈ. મોનાને ખ્યાલ આવવા લાગ્યો. તેનું મન અને શરીર શું ચાહતું હતું. ગમે તેમ પણ પોતાની લાગણી પ્રદર્શિત કરવા તે શરમાતી હતી જે મેઘન સાથેની મૈત્રીને કારણ દૂર થઈ. ચકોર મેઘનથી છાનું ન રહ્યું કે અમી શું છે અને શું ચાહે છે?

મેઘન અને અમી છેલ્લા બે વર્ષથી રૂમ મેટ્સ હતાં અમીને બૉયફ્રેંડ હતો તેથી મેઘન સંયમ સાથે રહેતી. જો કે અમીને તેણે પોતાના વિશે વાત કરી હતી. અમીને સ્વપને પણ ખ્યાલ ન હતો કે મોના ‘લેસ્બીયન’ છે. મેઘનની આંખોથી એ છૂપું ન રહ્યું. અમી જોતી રહી ગઈ. શાંત અને શરમાળ મોના મેઘનની કંપનીમાં આટલી ખીલી કેવી રીતે? તેને થયું મેઘન અમેરિકન છે તેથી મોનાને ઘણું બધું જાણવું હશે. તેને તો મમ્મી અને પપ્પા સાથે ક્વૉલિટિ ટાઈમ સ્પેન્ડ કરવો હતો. અમી અને મેઘન દિલ્હી, આગ્રા, જયપૂર બધું ફરીને શાંતિથી મુંબઈ રોકાવા આવ્યા હતા. મોનાએ મેઘનને મુંબઈ ફેરવવાને બહાને દોસ્તી એવી તો પાકી કરી કે બંનેને એકબીજા વગર ચાલે નહીં એવા હાલ થયા. હા, બંને એકબીજાના પ્યારમાં ગુલતાન થઈ ગયાં. મોના હવે ગભરાઈ. મમ્મી અને પપ્પાને શું જવાબ આપવો, તેને થયું અમી અને મેઘનની ફ્રેંડશીપ

વચ્ચે તેણે ડખો કર્યો.

મેઘન તો ખુશખુશાલ હતી. અમી તેની ફ્રેંડ હતી અને મેઘન સાથે તે ‘મેરેજ’ કરવા માગતી હતી. મેઘન સારા કુટુંબની છોકરી હતી. અમી જાણતી હતી કે તેના મધર ડૉક્ટર અને ્ફાધર લૉયર છે. શિકાગોમાં તેને ત્યાં એ ઘણીવાર ગઈ હતી. અમી તો માત્ર સ્ટુડન્ટ વિસા પર ફર્ધર સ્ટડી કરવા ચાર વર્ષ અમેરિકા આવી હતી.

મોના, અમી કરતાં બે વર્ષ નાની હતી. પહેલો પ્યાર શું એ સમજી ગઈ. નિંદર હરામ થઈ. મેઘનના હાલ પણ બૂરા હતા, હવે શું ? બંને જણાએ અમીને વાત કરવાનું નક્કી કર્યું. અમી તો વાઢો તો લોહી ન નીકળે,એમ સુધબુધ ખોઈ બેઠી. બંને બહેનો માતા પિતાની લાડલી દીકરીઓ. રસ્તો તો કાઢવો રહ્યો. હજુ ભારતિય સંસ્કાર પ્રમાણે ‘ગે અને લેસ્બિયન’ વેડિંગ પ્રચલિત નથી. હા, પડદા પાછળ બધું ચાલે છે.

અમીએ બીડું ઉઠાવ્યું. મોના કરતાં બોલવામાં થોડી બોલ્ડ હતી. રવિવારની સવાર હતી, બધા સાથે બેસી ચાય, નાસ્તાને ન્યાય આપી રહ્યા હતાં. મેઘનને કારણે ઘરમાં ઈંગ્લિશ વધારે વપરાતું. ન્યુઝ પેપરમાં અમેરિકાના સમાચાર પહેલે પાને હતા. એક અમેરિકન ‘ગે કપલ’ ભારતથી દીકરીને એડૉપ્ટ કરી પ્લેનમાં હસતાં બેઠા હતા. પપ્પા બોલી ઉઠ્યા, કેવા સુંદર સમાચાર છે. એક અનાથ બાળકીના ભાગ્ય ખુલી ગયા. અમેરિકામાં ખૂબ ભણશે, સારા વાતાવરણમાં મોટી થશે. ત્યાં તો હવે આ બધું ખુલ્લં ખુલ્લા થાય છે. અમેરિકામાં લોકો આને હવે અપનાવતા શીખી ગયા છે. જો કે ભારતમાં વાત થોડી જુદી છે.

પપ્પા અહીં આવું બને તો તમારો શું મત છે?

પપ્પા, આપણો સમાજ તેને વખોડે પણ મારા મતે અપનાવવું જોઈએ !

બસ, અમીએ વાત પકડી લીધી. મેઘન અને મોના વીશે વિના સંકોચે જણાવ્યું.

પપ્પાનો હાથમાં ચાયનો કપ સ્થિર થઈ ગયો.

અંતે આજે બધાને ભેગા કર્યાં, જમવાનું હતું અને લાલ અક્ષરે નિમંત્રણ પત્રિકાઓ પર  —————–


Rate this content
Log in

Similar gujarati story from Romance