કિનારો
કિનારો


.... દેખ્યું ને મેં તને 2 વર્ષ પહેલા જ કહ્યું હતું. કે જો આપણા બન્નેનો પ્રેમ સાચ્ચો હશે તો આપણે ફરીથી આ જ નદીનાં કિનારે મળીશું. જે નદીનો કિનારો આપણા પ્રેમનો સાક્ષી છે. જ્યાં આપણે આજ છૂટા પડ્યા હતા. અને જો આજે આપણે મળ્યા પણ ખરા.
વિશાલ આ તારી મીરાં હજી એ જ છે જે તને ખુબ જ પ્રેમ કરતી હતી. અને આજે પણ કરે છે. આપણા વચ્ચે નિશા ના બોયેલા શકના બીજનું આજે નિરાકરણ આવી ગયું. ભાવિન ફક્ત મારો સ્કૂલનો દોસ્ત જ હતો. બીજું કઈ નહીં. મેં તને ખુબ જ સમજવાનો પ્રયત્ન કર્યો. છતાં તને મારી નહીં પણ નિશા જ સાચી લાગતી હતી.
ચાલ, છોડ આ બધું.. આજે આપણે ફરીથી એક થયાં એ જ મહત્વનું છે. અને હું ખુબ જ ખુશ છું. કે જે નદીનાં કિનારે આપણે છુટા પડ્યાં, આજે એ જ કિનારે ફરીથી આજે આપણે એક થયાં.