Raj Nakum ( ઘાયલ )

Tragedy

3  

Raj Nakum ( ઘાયલ )

Tragedy

ખુશીનું દવાખાનું - ૯

ખુશીનું દવાખાનું - ૯

3 mins
14.4K


"હા, એટલે જ તો કવ છું ને" દીપિકા હસતા હસતા બોલે છે.

"પણ દીપિકા તું જમી લે તારે ઘટશે." રાજ બોલે છે.

"ફિકર ના કરો આજે વધારે જ છે." દીપિકા બોલે છે અને ટિફિન ઊંચુ કરીને રાજને બતાવે છે. બન્ને હસતા હસતા જમવા બેસી જાય છે.

સાંજના પાંચ વાગ્યા છે. સૂરજ ધીરે ધીરે ક્ષિતિજની દિશામાં પુરા વેગથી આગળ વધી રહ્યો છે. પક્ષીઓ પણ આખો દિવસ સફર કરીને અને ખાવાનું શોધીને થાક્યા હોવાથી પોતાના માળા તરફ આગે કુચ કરી રહયા હતા . આ તરફ દવાખાના માં પણ આજે કારકુન પણ બહાર ગામ જવાનું હોવાથી તે પણ રાજની રજા લઈ ને ગયો હતો . તેથી બહાર કોઈ બેઠું ન હતું જેથી એક કૂતરું આજે કારકુનની ખુરશી નીચે આરામ કરી રહ્યું હતું બાકી બધા ખુશી પાસે બેઠા હતા.

"મમ્મી..." અચાનક ખુશી હોસમાં આવી જાય છે અને બોલે છે.

"હા દીકરી બોલને આયા જ છું." રેખાબેન ગળગળા થઈને બોલે છે.

"દીદી તમે આજે ગયા નથી..." ધીરે રહીને આંખો ખોલે છે અને દીપિકા ત્યાં જ ઉભી હોય છે એટલે એને જોઈને પૂછે છે.

"ના ખુશી હું આજે નથી જવાની." ખુશીના ચહેરા પર હાથ ફેરવતા બોલે છે.

"દીદી ચોકલેટ અપશો ને...?" દીપિકા સામું જોઈને બોલે છે.

"હા, ખુશી આટલી બધી આપીશ હોને તું સાજી થઈ જઈશ ને એટલે..." દીપિકા હાથનો ઈસરો આપતા બોલે છે.

એટલે ખુશી એક નાનું અમથું સ્મિત વેરે છે અને તેની પાસે રહેલ ઢીંગલીને પાસે રાખી દે છે અને ફરી પાછી ઊંઘી જાય છે.

રાજ અને દીપિકા ઓફીસમાં જાય છે અને ઔપચારિક વાતો શરૂ કરે છે.

"સર શું ખબર આવી નાની ઢીંગલીને જ કેમ એવો રોગ થયો હશે..." દીપિકાના આંખોના ખૂણાની ભીનાશ સાફ જણાઈ રહી છે.

"આ બધું કંઈ પણ આપણા હાથમાં નથી દીપિકા આપણે તો બસ એક નાટકના કેરેક્ટર છીએ એ તો જેને આપણું નાટક લખીયું હશે એને જ ખબર હશે બધી..." એમ કહીને રાજ સામે રહેલા મન્દિર તરફ જુવે છે અને દીપિકા સમજી જાય છે કે રાજ શું કહેવા માગે છે.

થોડી વાર બંને તરફ મૌન રહે છે પછી રાજ મૌનને તોડતા બોલે છે.

"તમારે આજે નથી જવું...?" રાજ દીપિકાને પૂછે છે.

"ના..." તે ઉત્તર આપે છે.

"તો કંઈ નહિ પણ આજે ટિફિન તો ભરીને લાવ્યા છો કે નહીં...?" રાજ દીપિકાને ટોન મારતા પૂછે છે.

"હા હું આજે મમ્મીને કહીને જ આવી હતી એટલે પૂર્વેશ દેવા આવતો જ હશે." દીપિકા બોલે છે.

ત્યાં જ દીપિકાનો ભાઈ પૂર્વેશ ટફિની દઈ જાય છે પછી રાજ અને દીપિકા જમી લે છે અને સાથે સાથે લક્ષમણ અને ખુશીના મમ્મીને પણ સાથે જમવા બોલાવે છે. તે બન્ને થોડું થોડું જમી લે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Tragedy