ખુશીનું દવાખાનું - ૭
ખુશીનું દવાખાનું - ૭
ત્યાં પહોંચતા જ લક્ષમણ અને કારકુન બહાર જ ઉભો હતો. લક્ષમણ બોલ્યો, "સાહેબ ખુશી...!" રાજ તેના સામું જુવે છે અને તરત જ બધા રૂમ તરફ જાય છે.
રાજ તરત જ ખુશીની હાથની નસને તપાસવા લાગે છે, ખુશીનું શરીર પેલા કરતા પણ વધારે ધગતું હોય છે. ત્યાં તેનું ધ્યાન બાટલા પર પડે છે. તે તરત જ દોડવા લાગે છે. બધા થોડીવાર તો આશ્ચર્યચકિત રહી જાય છે અને તે લોકોના ચહેરા પર સાફ એક પ્રશ્ન પૂછી રહ્યો હતો કે ડૉક્ટર સાહેબને શું થયું? હજુ તો લક્ષમણ તેની પાછળ જવાનું વિચારે છે ત્યાં તો રાજ આવી જાય છે અને ખુશીને ફરીથી એક બાટલો ચડાવાનું શરૂ કરી દે છે.
"સાહેબ ઠીક તો છે ને ?" ખુશીની મા પૂછે છે. રજ કંઈ પણ જવાબ આપતો નથી અને એમની સામે જોવે છે. એક દીકરીની માની ચિંતા અને દર્દ સમજવાની કોશિશ કરે છે. બધા થોડીવાર માટે મૌન રહે છે.
"તમે સૂઈ જવું હું જાગુ છું." રાજ ખુશીના મમ્મી અને પપ્પાને કહે છે.
"ના ના સાહેબ તમે સુઈ જાવ તમતમારે." ખુશીની મમ્મી સામેના બેડ પરથી ઉભી થતા બોલે છે.
"હું નહિ સુવ કારણકે ખુશી પાસે મારે રહેવું જરૂરી છે અને એને હજુ સવાર પડે એ પહેલાં એક બાટલો ચડાવાનો છે." રાજ બોલે છે.
"તું સુઈ જા હું અને ડોકટર સાહેબ જાગી છી." લક્ષમણ ખુશીની માને કહેતા બોલે છે. રેખાબેન હોકારો આપી સુઈ જવાની કોશિશ કરે છે પણ ઊંઘ થોડી આવે. તો પણ આંખો બન્ધ કરીને ભગવાને પ્રાર્થના કરતા સુઈ જાય છે.
રાજ ખુશી તરફ જોઈને ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. આવા હસતા ચહેરાને કેમ આવી બીમારીએ ઝડપી લીધી છે. નાનું એવું શરીર, નાની અને એકદમ કાળી એની આંખો હતી, એની સાથે રહેતી એની વ્હાલ ભરી ઢીંગલી, એમાં પણ એની કાલીઘેલી ભાષા અને રાજને હમેંશા ચિઢવવામાં આવતી એને મજા અને પછી એક એવું સ્મિત એના મોં પર આવે જે રાજ હંમેશાં જોવા માંગતો હતો. ખુશી, રાજ અને દીપિકા આ ત્રણેય વચ્ચે એક અલગ જ લાગણીનો પુલ રચાઈ ગયો હતો.
"સાહેબ શું થયું છે હવે હંમણાં તો ઠીક હતી." લક્ષમણ આ વખતે એની આંખોમાં સાફસાફ ઝળઝળિયાં જોવા મળી રહ્યાં હતાં.
મને લાગે છે કે..." રાજ બસ એટલું જ બોલી શક્યો.
"સાહેબ જુવો મારી દીકરીને કંઈ પણ કરીને બચાવી લો અમારે ઘણા વર્ષે મારી બાયડીને છોકરું થયું હતું. એને ઘણી માનતા કરી હતી અને દેવની કૃપાથી અમને દીકરી આપી.
સાહેબ એને આ સહન કરવું ખુબજ કપરું પડી જશે સાહેબ મહેરબાની કરીને ખુશીને..." એટલું બોલીને તે રાજ સામે હાથ જોડી જાય છે અને રોવા લાગે છે.
રાજ તેના હાથ પકડતા બોલે છે, "આમ જો લક્ષમણ હું મારી પૂરી કોશિશ કરી રહ્યો છું અને આપણે આજુબાજુમાં ક્યાંય પણ આના કરતાં તો મોટું દવાખાનું નથી. હું કાલે જ બાજુના તાલુકાના ડોકટરને ફોન કરીને બોલવું છું એ થોડીક મદદ કરશે. તું ચિંતાના કર ભગવાન પર ભરોસો રાખ." રાજ બોલે છે.
ક્રમશઃ
