ખુશીનું દવાખાનું - ૬
ખુશીનું દવાખાનું - ૬
ત્યાં તો ખુશીના મમ્મી તેના માથાને પોતાના ખોળામાં લઈ લે છે અને ત્યાં જ બેસી જાય છે અને બોલે છે.
"ખુશી શું થયું ઉઠ... ખુશી એ ખુશી..." અને તેની આંખોમાં સફસાફ ઝળઝળિયાં દેખાતાં હતાં.
"તમે તેને બેડ ઉપર સુવડાવી દો." રાજ બોલે છે.
ખુશીને બેડ પર એના મમ્મી સુવડાવે છે રાજ ખુશીને ચેક કરે છે. "તમે ઇજેક્સન લેતા આવો." રાજ દીપિકાને કહે છે. દીપિકા તરત જ લેવા માટે દોડી પડે છે.
"સાહેબ શું થઇ ગયું છે ?" લક્ષમણ રાજને પૂછે છે.
"તે બેહોશ થઈ ગઈ છે, અશક્તિના કારણે તમે ફિકર ના કરો." રાજ બોલે છે.
દીપિકા આવીને ઇંજેક્શન આપે છે અને બાટલા ચડવાની ત્યારી કરે છે. થોડીવારમાં દીપિકા ખુશીને બાટલો પણ ચડાવાનું શરૂ કરી દે છે. થોડીવાર રાજ અને દીપિકા બેસે છે પછી જતા જતા કારકુનને કહેતા જાય છે કે જો કઈ પણ ઇમરજન્સી જણાઈ તો તરત જ મને ફોન કરવો.
થોડીવારમાં જ ખનખોર અંધારું છવાઈ ગયું. ખુશીના રૂમમાંથી એક લેમ્પનો પ્રકાશ દવાખાનામાં આવી રહ્યો હતો. બહારની સડક માનો કે પડખું ફરીને સૂઈ ગઈ હતી. દૂરથી કુતરાઓનો અવાજ આવી રહ્યો હતો. જે આ અંધકારને વધારે ડરામણો બનાવી રહ્યા હતા.
"બધું સારું થઈ જાહે ખુશીની મા..." લક્ષમણ રેખાને દિલાસો આપતા કહે છે.
"હમમમ..." ખુશીની મા બોલે છે." આ દવાખાનાના બિલનું બિલ કેટલું થયું હશે ડોક્ટર સાહેબે કાય કીધું કે નય તમને...?" તે જરાક અટકીને તરત બોલે છે.
" ના... પણ હું સાહેબ સાથે વાત કરી લઈશ તું ચિંતા ના કર અને આયા સુઈ જા..." લક્ષમણ ઉભો થતા બોલે છે.
"તમે ક્યાં જાવ છો આટલી મોડી રાતે ?" તરત જ ખુશીની મા બોલી ઉઠે છે.
"ક્યાંય નય બસ બારે આટો મારતો આવું અને પેલો કારકુન જાગતો હોય તો એની પાસે બેસીસ નકર આવતો રયસ." લક્ષમણ એમ બોલીને રૂમની બહાર નીકળી જાય છે.
રેખાબેન ખુશીના કપાળ પર હાથ ફેરવે છે અને તેના કપાળ પર એક વ્હાલ ભરીયું ચુંબન આપી દે છે. સામે પડેલા બેડ પર તે જઈને સૂઈ જાય છે.
***
રાતના બે વાગ્યે હશે હજુ તો ત્યાં જ રાજના ઘરનો ફોને રણકી ઉઠે છે. પાંચ - છ વખત રણક્યા પછી રાજ ઉઠીને ફોને ઉપાડે છે. સામેથી થોડો ચિંતાજનક અવાજ આવી રહ્યો હતો.
"હાલો, સાહેબ હું બોલું છું, પટ્ટાવાળો પેલી ચોરીને પાછી મજા નથી રહી અને એની તબિયત વધુ બગડી ગઈ એવું લાગે છે તમે જલ્દી આવો." કારકુન બધું જ એકશ્વાસે બોલી દે છે.
"હા બસ હું દસ જ મિનિટમાં આવ્યો." રાજ બોલે છે.
તરત જ ફોન કાપીને મોં ધોઈને ઘર પરથી નીકળી જાય છે. તે એટલો ઝડપથી ચાલી રહ્યો હોવા છતાં આજે દવાખાનાનો રસ્તો લાંબો લાગી રહ્યો હતો. તેના મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો કે ખુશીની તબિયત કેટલી ખરાબ થઈ હશે? તે પેલાં ઝડપથી ચાલી રહ્યો હતો પછી દવાખાનું સામે દેખાતા જ તે દોડવા જ લાગ્યો.
ક્રમશઃ
