Raj Nakum ( ઘાયલ )

Tragedy

3  

Raj Nakum ( ઘાયલ )

Tragedy

ખુશીનું દવાખાનું - ૫

ખુશીનું દવાખાનું - ૫

3 mins
14.4K


સાંજના છ વાગ્યા હશે. દવાખાનું બિલકુલ શાંત હતું. બસ ખુશીના મીઠા અવાજથી આખા દવાખાનું ગુંજી રહિયું હતું. રાજ ફ્રી થઇને તેને ખુશીનો અવાજ આવે છે એટલે તે તેના રૂમમાં જાય છે. ત્યાં ખુશી દીપિકાના ખોળામાં બેઠી હોય છે અને ખુશીના મમ્મી, પપ્પા સામેના પલંગ પર બેઠાં હોય છે. રાજ ત્યાં બાજુમાં પડેલી ખુરશીને લઈ બેસે છે.

"કેમ સાહેબ આજે ગયા નહીં...?" લક્ષમણ પૂછે છે.

આમ તો રોજે રાજ છ વાગે દવાખાનું બન્ધ કરીને ચાલ્યો જાય છે. કારણકે રામપુરમાં બહુ વધારે વસ્તી ન હતી એટલે એ સવારમાં જ ભીડ રહેતી હતી. જો કોઈ સિરિયસ કેસ હોય તો કારકુન પાસે રાજના ઘરના નંબર હતા જ તે તરત જ આગળના ફોનબુથ પર જઈને રાજને ફોને કરીને બોલાવી લેવાનું કહેલું જ હતું પરંતુ અત્યાર સુધી એવો કોઈ કેસ બન્યો જ ન હતો.

"હા, સર તમે તો છ વાગે તો ઘરે જવા નીકળી જાવ છો, તો આજે કેમ અહીંયા?" દીપિકાએ મીઠા અવાજે પૂછ્યું.

"હા, હું જતો જ હતો ત્યાં ખુશીનો હસવાનો અવાજ આવ્યો એટલે થયું કે ચાલને એકવાર આટો મારી આવું." રાજ બોલે છે.

"લક્ષમણ તું કામ શું કરે છે?" રાજ લક્ષમણ સામું જોઈને પૂછે છે.

"છકડો ચલાવું શુ સાબ." લક્ષમણ બોલ્યો.

"હમ્મ..." રાજ હોકારો આપે છે. ખુશી પોતાની ઢીંગલી સાથે રમી રહી હોય છે.

"ખુશી...! તારી ઢીંગલીનું શું નામ છે ?" રાજ ખુશી સામે એક સ્મિથ આપીને પૂછે છે.

"લે હું શું કામ કવ તમે મને ચોકલેટ આપો છો...? તમારા કરતા તો આ દીદી સારા છે તે રોજે મારા માટે ચોકલેટ લઈ આવે છે." ખુશી તેની કાલીખેલી ભાષામાં રાજને જવાબ આપે છે. બધા હસવા લાગે છે. ખુશી દીપિકા પાસે જાય છે અને તેના ડાબા ગાલ પર એક ચુંબન આપી દે છે.

"અરેરેરેરેરે..." દીપિકા બોલે છે અને તે પણ ખુશીને તેડી લે છે અને તે પણ તેના ગુલાબી હોઠ થઈ ખુશીના ગાલ પર પ્રેમ ભર્યું ચુંબન આપી દે છે. પછી ખુશી રાજને ચીડવવા માટે રાજને ઠેંગો બતાવે છે. અને ફરી પાછા હસવા લાગ્યા.

"સારું ચાલો હવે હું નીકળું તો..." રાજ બોલે છે.

"ઉભા રહો મારે ભી આવવાનું છે તો સાથે જ જઈએ." દીપિકા રાજને કહે છે.

બન્ને એક સાથે રૂમની બહાર નીકળે છે. ખુશી તને બહાર જતા જોવા માટે રૂમના બારણાં પાસે આવીને જોયા કરે છે. તે બન્ને કંઈક વાતો કરતા જોવા મળે છે. રાજ અને દીપિકા એ બન્નેના મુખ પર એક સ્મિત જોવા મળે છે.

"દીદી..." ખુશીનો આ અવાજ ખૂબજ ધીરે આવે છે.

સાંજનો સમય હતો અને દવાખાનામાં બિલકુલ શાંત હોવાથી ખુશીનો એ ધીમો અવાજ પણ સંભળાઈ શકાતો હતો. તરત જ તે જમીન પર પડી જાય છે. રાજ અને દીપિકા હજુ તો દવાખાનાની બહાર નહોતા નીકળ્યાં તેથી તે તરત જ ત્યાં દોડી આવે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Tragedy