ખુશીનું દવાખાનું - ૪
ખુશીનું દવાખાનું - ૪
"તમને કવ છું...! શું વિચારો છો?" ફરી ખુશીના મમ્મી બોલે છે અને આ વખતે થોડી નિરાશા જનક હોય એવા એંધાણ તેના ચહેરા પર આવી રહ્યા છે.
"કંઈ નહિ ડેન્ગ્યુ થયો છે અને ડોક્ટર સાહેબ એ કહિયું છે." લક્ષમણ એટલું જ બોલી શકે છે અને ફરી કોઈ ઊંડા વિચારોમા ડૂબી જાય છે.
"આ એજ રોગ છે ને જે આપણા ગામના રાજ્યા અને પેલા લાલીયાની વહુ જ્યાને ગળી ગયો." રેખા ધીરા અવાજે બોલે છે.
ખુશીના મમ્મી ખુશી તરફ એકીટશે જોયા કરે છે.
***
"ખુશી હવે કેમ છે ?" રાજ ખુશીને તપાસ કરતા પૂછે છે.
"પેલા ચોકલેટ" ખુશી બોલે છે અને મોં ફુલાવે છે રાજ તરફ.
ત્યાં જ પાછળથી દીપિકા તેને ચોકલેટ આપે છે. ત્રણ દિવસ થઈ ગયા હોય છે તેને બાટલા ચડી રહ્યા હતા.
"સાહેબ એ હજુ પણ કાય જમતી નથી." ચિંતામાં લક્ષમણ બોલે છે. દીપિકા ફરી એક બાટલો ખુશીને ચડવા માટે મનાવા લગે છે.
રાજ અને લક્ષમણ બંને તેની ઓફીસમાં જાય છે. ખુશીના મમ્મી તેની પાસે જ બેઠા હોય છે. તે પણ ત્યાંથી હલવાનું નામ લેતા નથી ત્રણ દિવસથી તેની પાસે જ રહે છે. લક્ષમણ બપોરે અને રાતે જમવાનું લઈ આવે તો મન હોય તો જમે નહિતર બસ બેઠી રહે ખુશી પાસે એટલે લક્ષમણ તેને ટકોર આપે, "તું જમી લે નકર તું પણ માંદી પડીશ." પણ પોતાનું બાળક ભૂખીયુ રહેતું હોય તો માને ક્યાંથી ગળામાં કોળિયો ઉતરે.
"જુવો લક્ષમણભાઈ તમે તેને બાટલા ચડી જ રહ્યા છે બરાબર અને તેને ભૂખ એટલી આમ પણ નહિ લાગે એટલે તમે ચિંતા ના કરતા અને આજે તો તેને જોઈને લાગે છે કે તેને સારું થઈ રહ્યું છે." રાજ બોલે છે.
લક્ષમણ હોકારો આપે છે. "તમે તેને દવા તો આપો છો ને સમયસર...?" રાજ સવાલ કરે છે.
"હા સાહેબ દવા આપીએ છીએ." લક્ષમણ તરત જ તેનો જવાબ આપી દે છે.
***
"ચાલ ખુશી અહીંયા આવ..." ખુશીના મમ્મી ખુશીને બોલાવે છે.
ચાર દિવસમાં તો ખુશી ઠીક થવા લાગી. તેનો જે પેલા ચહેરો ઉતરી ગયેલો હતો. એમાં હવે એક અલગ જ રંગ આવી ગયો હતો. હવે તો તે આખા દવાખાનામાં આમથી આમથી આંટા માર્યા કરે. થોડું થોડું તે ખાવા પણ લાગી હતી. જેના લીધે તેના મમ્મીના મોં પર પણ એક ખુશીની ઝલક જોવા મળી રહી હતી. જે રીતે તે પેલા ચૂપચાપ બેસી રહેતી તે હવે ત્યાં આવતા દર્દી ઓ સાથે વાતો કરતી જોવા મળી રહી હતી.
ક્રમશઃ
