STORYMIRROR

Raj Nakum ( ઘાયલ )

Tragedy

3  

Raj Nakum ( ઘાયલ )

Tragedy

ખુશીનું દવાખાનું - ૨

ખુશીનું દવાખાનું - ૨

3 mins
28.8K


"શું થયું...? તમે બધા એટલો બધો અવાજ કેમ કરો છો." બધા પેલા વ્યક્તિ તરફ જોવે છે.

"સાહેબ આ જુવો ને તે પરચી પણ નથી લીધી અને તે તમને મળવા દોડી આવે છે મેં કહિયું કે પરચી લઈ લે પછી તારો વારો આવશે તો કહે ના...! મારે ઉતાવળ છે તમે મળવા દો..." કારકુન બોલે છે.

રાજ તેના તરફ એક નજર કરે છે. આખી બાંયનો શર્ટ હતો જે કોણી એ થઈ તૂટી ગયો હતો. તેને જોઈને લાગતું હતું કે ત્રણ - ચાર દિવસથી ન્હાયો નહિ હોય, વાળ અને દાઢી વધેલી અને વાળ વિખાયેલા તેને પહેરેલા કપડાં ખૂબ જ મહેલા હતા.

"સાહેબ તમો જલ્દી ચાલો ને..." તે રાજને જોઈને બોલે છે.

"પણ તમે છો કોણ ? અને ક્યા જવાનું છે?" રાજ બોલે છે.

"ડૉ. સાહેબ મારુ નામ લખમણ હું વઢવાડ ગામેથી આવ્યો છું મારી દીકરીને ખૂબ જ મજા નથી, તે પેલા ઓરડામાં છે સાહેબ ચાલોને તપાસ કરોને એને શું થયું છે ઘણા દિવસથી તેને તાવ આવે છે અને હમણાં તો ઘણા દિ થયા ખૂબજ આખું શરીર ધગે છે." એટલું બોલે છે ત્યાં તો તેનો અવાજ ગળગળો થયી જાય છે.

"હા ઠીક છે ચાલો." રાજ બોલે છે.

લક્ષમણ તેને જે આગલી રાતે રહેવા કારકુને રૂમ અપીયો હતો ત્યાં લઈ જાય છે. દીપિકાને બીજા દર્દીને જોવાનું સૂચવીને જાય છે.

તે બંને રૂમમાં પહોંચે છે. એક આઠ વર્ષની છોકરી જે બેડ પર સૂતી હોય છે. શરીર બિલકુલ સુકાઈ ગયું છે, ઘણા સમયથી કંઈ પણ પેટમાં ગયું નથી એ રાજ એ જોતાં જ અંદાજ લગાવી લે છે. તેની પાસે જ લક્ષમણની પત્ની બેઠી હોય છે. જે રાજને જોતાં જ ઉભી થઇ જાય છે અને બોલવા લાગે છે.

"ડૉ. સાહેબ જુવોને મારી ખુશીને શું થઈ ગયું હે... કંઈ પણ ખાતી નય, ખાય તોય ઉલટી કરી નાખે છે, એનું ડીલ તો જુવો કેટલું ગરમ થઇ ગયું છે હમણાં ઘણા ટાઈમથી એવું જ થાય છે તાવ આવે ને જાય છે છેલ્લા ત્રણ દી થયા તો તાવ ઉતરતો જ નથી." રાજ તેની સામે જુવે છે પાતળું એવું શરીર, તેની આંખોની નીચે કાળા ડાઘ સાફ સાફ કઈ રહ્યા હતા કે ખુશીની મમ્મી ઘણા દિવસોથી શાંતિથી ઊંઘ પણ લઈ શક્યાં ન હતા.

રાજ ખુશીને ચેક કરે છે. ખુશી તેના નાના હાથને મુઠી બન્ધ કરીને સૂતી હોય છે એટલે રાજ શાંતિથી તેની હથેળી ખોલે છે અને જુવે છે પછી તેંની હળવેથી આંખો ખોલીને જોવે છે. તેનું આખું શરીર આગની માફક ધગી રહ્યું હતું. રાજ ધ્યાન રાખે છે કે ખુશી ઉઠી ના જાય.

તેને ચેક કરીને લક્ષમણને તેની સાથે આવવા કહે છે. તે અને લક્ષમણ તેની ઓફીસમાં જાય છે.

"શું થયું છે ડૉ. સાહેબ મારી દીકરી ને...?" લક્ષમણ પૂછે છે.

રાજ તેની ખુર્ચી ખેંચીને બેસે છે અને કહે છે, "તમને મારી પાસે કોને મોકલ્યા ?"

"સાહેબ અમારા ગામના એક જુના દાક્તર છે સાગર એમને કહ્યું કે તમારી પાસે આવવાનું અને એને આ ચિઠ્ઠી આપી છે." લક્ષમણ રાજ ને ચિઠ્ઠી આપે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Tragedy