ખોજ ખુદની
ખોજ ખુદની


લોકડાઉનમાં ઘરમાં લોક થઈ ઘણાં મિત્રો, સબંધીઓ સાથે ફોન પર ખૂલ્યાં. સ્વજનો સાથે સતત સાથે રહેવાની અનુભૂતિ લીધી..પણ આજે ખબર નહીં કેમ? મન, વિચાર, લાગણીઓ પણ ક્યાંક લોક થઈ ગયાં છે.
આપણે સતત કંઈક મેળવવાના આશયથી બહારની દુનિયામાં દોડવા ટેવાયેલા છીએ. મન પણ સતત આપણી ભીતર રહેલી શક્તિ ને કોઈ પિછાને,આપણા પ્રેમ ને અપનાવે, આપણા અસ્તિત્વ પર પોતાની સંમતિની મહોર મારે એ માટે અજંપ જ હોય છે. આજે જયારે અટકયા છીએ ત્યારે મન અને શરીરની હાંફ નજરે ચઢે છે. સમજાય છે કે નિષ્ક્રિયતામાં પણ અનેક શક્યતાઓ રહેલી છે. અને પોતાની જાતને બીજા પાસે સાબિત ન કરવાની મક્કમતામાં છુપાયેલ છે અઢળક નિજાનંદ!!
ખોજ બીજાની કરીશું કયાં સુધી?
આપણે ખોવાઇએ ના ત્યાં સુધી.