'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

ખમીરવંતો સરદારનો પરિવાર 23

ખમીરવંતો સરદારનો પરિવાર 23

2 mins
736


સરદાર જ્યારે અમદાવાદના પ્રમુખ હતા ત્યારે સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું. ત્યારે ફાયરબ્રિગેડ પહોંચે એ પહેલા તો સરદાર અસરવાળા વિસ્તારોમાં પહોંચી ગયા. બધાને બચાવની કામગીરીમાં લગાડી દીધા. પોતાના સુખનો પણ વિચાર ન કર્યે કે ન પોતાની કોઈ તકલીફનો વિચાર કર્યે. લોકોની સેવામાં પોતે પણ સાથે જ રહ્યા. જ્યારે આજના નેતાઓ તો બધું પતી ગયા પછી હેલીકોપ્ટરમાં બેસીને હવાઈ નિરીક્ષાણ કરવા આવે છે. નીચે ઊતરવાની તસ્દી પણ લેતા નથી અને જાણે પોતે જ પ્રજાના રખેવાળ હોય એવી મોટી મોટી વાતો કરે છે.

આવો જ એક બીજો પ્રસંગ દેશ આઝાદ થયા પછી બન્યો હતો. દિલ્હીમાં કોમીહુલ્લડો ફાટી નીકળ્યાં હતાં. સરદાર તરત જ એક ગાડી લઈને આવા વિસ્તારોમાં પહોંચી ગયા. પોતાના જીવની પણ એમને ચિંતા નહોતી. પોતાના સુખનું અહીં સમર્પણ કરી દીધું હતું. આવા બધા વિસ્તારોમાં ફરીને શાંતિ સ્થાપવાની મહેનત કરવા લાગ્યા. પોતે ગૃહપ્રધાન હતા, નાયબ વડાપ્રધાન હતા, ધાર્યું હોત તો સીકયોરીટીની ફોજ લઈને જઈ શકત. પણ આ તો સરદાર હતા, સિંહ હતા. સિંહના તે કંઈ ટોળાં હોય! એમણે પોતાના સુખનું જ સમર્પણ કરી દીધું હતું. એ તો દેશને સુખી કરવા મથતા હતા. આજના નેતાઓને તો આવું જરાય ન પોસાય! નેતા બન્યા પછી પહેલા તો પોતે સુખી થાય અને પોતાના કુટુંબીઓને સુખી કરે અને પછી સમય વધે તો નજીકના લોકો તરફ નજર કરે, ત્યાં સુધીમાં તો તેનો સમય પૂરો થઈ ગયો હોય છે.

૧૯૧૧ સુધી સરદારને જાહેર જીવનમાં જરાય રસ નો'તો, ત્યાં સુધી કે ગાંધીજીની પણ મશ્કરી કરતા. પણ ગાંધીજીના શબ્દોએ તેમના ઉપર ઊંડી અસર કરી અને અંગત જીવનનું, અંગત સુખનું સમર્પણ કરી દીધું અને દેશને જ પોતાનું કુટુંબ બનાવી લીધું. દેશની ચિંતાને પોતાની ચિંતા બનાવી લીધી. જીવ્યા ત્યાં સુધી દેશ માટે જીવ્યા. પોતાના સુખનો તો કયાંય વિચાર જ ન કર્યે. પોતાની જિંદગીનો કોઈ હિસાબ જ ન કર્યે કે, મેં દેશ માટે આટલું સમર્પણ કર્યું છે, મેં દેશ માટે મારી આટલી જિંદગી ખર્ચી દીધી છે. જ્યારે આજના નેતાએ તો નાનો બાંકડો પણ નખાવ્યો હોય તો મેં આવું કામ કર્યુંના ગુણગાન ગાતા ફરે. પાંચ રૂપિયાની બોલપેનનું દાન કરવા માટે પાંચસો રૂપિયાના ફોટા પડાવે છે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Classics