'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

ખમીરવંતો સરદારનો પરિવાર 21

ખમીરવંતો સરદારનો પરિવાર 21

2 mins
460


સરદારે પોતાના મોજશોખ કે સુખનું પણ જાણે સમર્પણ કરી દીધું હતું. પોતે નાયબ વડાપ્રધાન હતા, દેશના ગૃહપ્રધાન હતા, પણ મોજશોખ ને આરામ તો તેમની નજીક પણ નો'તા આવતા. પુત્રી મણિબહેને કાંતેલા સૂતરમાંથી બનેલી ખાદીનાં કપડાં પહેરતાં. વીસ વર્ષ જૂના ચશ્મા હતા કે જેની એક દાંડલી પણ તૂટી ગયેલ હતી, ત્રીસ વર્ષ જૂની ઘડિયાળ હતી. પણ સરદારને આવી જૂની ચીજો જરાય કઠતી નહોતી.

આ પિતાની પુત્રી પણ ત્યાગમાં જરાય પાછળ પડે તેમ નો'તાં. આ પુત્રી મણિબહેન પિતાના જૂના ધોતિયામાંથી બ્લાઉઝ બનાવીને પહેરતાં અને સાડી પણ અનેક થીંગડાવાળી પહેરતાં. નાયબ વડાપ્રધાનનાં દીકરી હોવા છતાં આવાં કપડાં પહેરવામાં તેમને કોઈ શરમ નો'તી. સરદાર અને આજના માતેલા નેતાઓમાં આ જ ફરક છે. આજના નેતાઓને દરેક જાતના મોજશોખ જોઈએ જ. એના વગર તો ન જ ચાલે!

હવે વાત આવે છે સરદારના આર્થિક સમર્પણની. સરદાર જ્યારે વકીલાત કરતા હતા, જાહેરજીવનમાં આવ્યા જ નહોતા, ત્યારે વકીલાતથી ધોમ કમાણી કરતા હતા. જે કેસ હાથમાં લે તેમાં જીતે, એટલે કેસ પણ ઘણા આવતા. સરદારે ધાર્યું હોત તો દેશના સૌથી પ્રખ્યાત વકીલ બનીને સાહ્યબીમાં આળોટતા હોત. પણ એક વખત ગાંધીજીની વાણી તેમને સ્પશર્ી ગઈ અને એક જ ઝાટકે આ કમાણીનું સમર્પણ કરી દીધું અને દેશના કામે લાગી ગયા. જાણે કે દેશની વકીલાત કરવા મંડયા અને અંગ્રેજોને હરાવવાનો કેસ લડવા મંડયા. કમાણી વગર કુટુંબનું શું થશે એ પણ વિચાર્યું નો'તું. અને જ્યારે નાયબ વડાપ્રધાન હતા ત્યારે ફોન કરે કે પત્ર લખે, પોતાના ખર્ચે જ આ બધું કરતા. દેશના કામ માટે પણ દેશનો પૈસો વાપર્યે નહોતો. આ હતી એની સરદારી. આજના નેતાઓ તો મફત મળે એટલું લેવામાંથી જ ઊંચા આવતા નથી.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Classics