'Sagar' Ramolia

Classics

4.9  

'Sagar' Ramolia

Classics

ખમીરવંતો સરદારનો પરિવાર 11

ખમીરવંતો સરદારનો પરિવાર 11

1 min
291


કાશીભાઈ ઝવેરભાઈ પટેલ

વલ્લભભાઈથી નાના ઝવેરભાઈના આ પાંચમા નંબરના પુત્ર કાશીભાઈ. નાના હોવાને લીધે મોટાભાઈઓનું સારું હેત પામી શકયા હતા. કાશીભાઈ કરમસદમાં જ રહેતા હતા ત્યારે ભણવાની સાથે મોટાભાઈઓને ખેતીમાં મદદ કરતા. વલ્લભભાઈ જ્યારે વકીલ બની ગયા ત્યારે કાશીભાઈને પોતાની સાથે બોલાવી લીધા અને ત્યાં તેઓનો અભ્યાસ શરૂ કરાવ્યો.

જાણે આ પરિવારમાં વિધાતાએ જ્ઞાનનો વરસાદ વરસાવી દીધો હોય તેમ કાશીભાઈ પણ અભ્યાસમાં આગળ રહેતા હતા અને વકીલાતની પદવી હાંસલ કરી લીધી. વલ્લભભાઈ બેરિસ્ટર બનવા ઈંગ્લેન્ડ ગયા ત્યારે બોરસદની પોતાની ઓફિસ કાશીભાઈના હવાલે કરતા ગયા હતા. ત્યારથી કાશીભાઈએ સ્વતંત્ર રીતે વકીલાત શરૂ કરી હતી. પત્નીના અવસાન પછી સમય મળતા કાશીભાઈ પણ ઘરનું કામ કરી લેતા અને માતાની સેવા કરતા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Classics