Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Pravina Avinash

Action Fantasy


4  

Pravina Avinash

Action Fantasy


કહેવાય નહી !

કહેવાય નહી !

5 mins 13.7K 5 mins 13.7K

આજે સુહાની ઘરે આવીને તકિયામાં માથું સંતાડી હિબકાં ભરી રડી રહી. સહેવાય નહી અને કહેવાય નહી એવું આ દર્દ ક્યાં સુધી છુપાવી શકશે ? મનોમન નિર્ધાર કરી રડવા પર કાબૂ મેળવ્યો. અત્યારે ઘરમાં કોઈ હતું પણ નહી કે પાણીનો ગ્લાસ આપે જેથી તેના હિબકાં ઓછા થાય. એ તો વળી વધારે સારી વાત હતી કે ઘરમાં તે એકલી હતી. લગ્ન કર્યાને દસ વર્ષ થઈ ગયા હતા, સુજાન બાપ બની શક્યો ન હતો. ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી.

સુજાન તો બેફિકર હતો. “મૂકને યાર પંચાત મટી. બાળકોને ઉછેરવા, તેમની પાછળ સમયની બરબાદી કરવી. કોને ખબર કેવું પાકે”?

‘કેમ આપણે કેવા પાક્યા , આપણા માતા અને પિતા માટે” ?

“છતાં પણ આ એકવીસમી સદીમાં કોઈ ભરોસો નહી. તું જોતી નથી બાળકોવાળાના પ્રશ્નો ? તેમની વાતોમાં ફરિયાદ સિવાય કોઈ સૂર તને સંભળાય છે’? સુહાની ખૂબ મનને મનાવે. ‘મને શું ઓછું મળે છે ? સુજાન મારા પર વારી જાય છે. સુજનના મમ્મી અને પપ્પા પણ બેટા કહેતા થાકતા નથી. કોને ખબર કેમ સુહાનીને માટે આ પુરતું ન હતું’. સુહાનીને પોતાની ગોદ ભરાઈ નથી તેનું ખૂબ દુખ હતું. દત્તક લેવા માટૅ બન્ને પતિ તેમજ પત્ની તૈયાર ન હતા.

આજે જ્યારે સુજાન ઓફિસમાં હતો ત્યારે અમેરિકાથી ફોન આવ્યો હતો. સુહાનીને એમ કે સુજાનનો હશે, બે વાર આવ્યો ત્યાં સુધી જવાબ ન આપ્યો. ત્રીજીવાર વાગ્યો ત્યારે તેને થયું કોઈને કદાચ ખાસ કામ હોઈ શકે.

સામે છેડેથી હલો શબ્દ સંભળાયો ને સુહાનીના દિલના તાર રણઝણી ઉઠ્યા. અવાજ ખૂબ પરિચિત હતો. હા, સાંભળ્યે દસ વર્ષ ઉપર થઈ ગયા હતા.

તેના કોલેજ કાળના મિત્ર સાહિલનો હતો. પળભરતો સુહાની માની ન શકી. આટલા વર્ષો પછી સાહિલે તેને કેમ યાદ કરી ? સાહિલ પણ સુહાનીનો રૂપાની ઘંટડી જેવો મધુર ‘હલો’ સાંભળી ભાન ભૂલી ગયો. ‘ સુહાની આજે દસ વર્ષ પછી ભારત આવું છું ‘?

“હં”

‘મને મળીશ ને ‘?

‘સમય હશે તો ચોક્કસ મળીશ’.

‘શું નહી હોય તો તારા સાહિલને નિરાશ કરીશ’?

‘કેમ તેં મને નિરાશ નહોતી કરી’?

‘ખેર, હજુ પણ તને બધું યાદ છે’?

‘કેમ ન હોય’?

‘તારા ગયા પછી મારા કેવા બેહાલ થયા હતાં’?

‘મારે તેની માફી માગવી છે’.

‘સુજાનના પ્યારમાં હવે હું બધું ભૂલી ગઈ છું. સુજાન મારી જિંદગી છે, મરતાં દમ સુધી’.

‘હું જાણું છું ‘ મારે તારા દેવતા જેવા પતિને પણ મળવું છે’.

‘એ દેવતા નહી સાચા અર્થમાં માનવ છે. મને ખૂબ પ્રેમ કરે છે’.

ફોન ઉપર વાત પૂરી થઈ. સાહિલે મુંબઈ આવી સુહાનીને મળવાનો ખૂબ પ્રયત્ન કર્યા. બની ત્યાં સુધી સુહાનીએ ટાળ્યું. આખરે ‘કોપર ચિમનીમાં ‘ સુજાનના મમ્મા અને પપ્પા સાથે ડીનર પર ગયા હતા ત્યાં સાહિલ ભટકાઈ ગયો. સાહિલ તો સુહનીને જોઈ ખુશ થયો. સુહાનીએ બહુ ઉમળકો બતાવ્યો નહી. વડીલોની હાજરીમાં બહુ બોલી પણ નહી. સુજાન સમજી ગયો તેણે તો એવું વર્તન કર્યું જાણે સાહિલ તેનો કોલેજકાળ દરમ્યાનનો ખાસ મિત્ર ન હોય !

રાતના ડીનર પછી બધા ઘરે આવ્યા. સુહાનીએ સુજાનને આવા વર્તન પાછળનું કારણ પૂછ્યું.

‘મને ખબર છે એ તારો કોલેજ કાળનો લવર હતો. હું પણ તારા પર મરતો હતો ને એ પણ. મારા સારા નસિબે તું મને મળી. તને ખબર છે સાહિલ અમેરિકા જઈને દુંખી દુઃખી થઈ ગયો. તેની પત્ની અમેરિકન બોસને પરણીને સાહિલને રઝળતો મૂકી ભાગી ગઈ. સાથે પોતાનું સંતાન પણ લઈ ગઈ. ‘

હવે સુહાની ચમકી. તેને આ કોઈ વાતની ખબર ન હતી. તેને પણ સાહિલ પ્રત્યે કરૂણા ઉપજી. સુજાનના મનમાં કોઈ જુદો વિચાર ઝબકી ગયો .

જો સુહાનીને ખબર પડે તો તેને માથે મોત ઘુમરાય.

એને ખબર હતી સુહાની એને દિલોજાનથી ચાહે છે. બાળક થતું નથી એ હકિકત સ્વિકારી લીધી છે. આ તો કોઈકવાર બાળક જોઈએ એવી તમન્ના હ્રદયમાં ઉછાળો મારે ત્યારે સુહાનીને સાચવવી એ સુજાનના ગજા બહારની વાત બની જતી. સુજાને સાહિલને મળવાનો નિર્ધાર કર્યો. સંજોગવશાત બધું અનુકૂળ ઉતર્યું. સુજાને પહેલાં સાહિલને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન આદર્યો. સાહિલતો સુજાનની વાત સાંભળીને સડક થઈ ગયો.

‘તને ખબર છે, તું મને શું કહે છે’?

‘હા, ખૂબ વિચાર અને મંથન કર્યા પછી આ નતિજા પર આવ્યો છું’.

‘મને લાગે છે ,તું સુહાનીને મારા કરતાં ખૂબ વધારે ઓળખે છે’.

‘કેમ તને એમાં શંકા છે’?

‘તો પછી આવી વાત કરી પણ કેવી રીતે શકે’?

‘સહુ પ્રથમ તો મને આવા બેહુદા વિચાર પ્રેત્યે પણ ઘૃણા થઈ હતી! કિંતુ ખૂબ વિચારને અંતે આ નતિજા પર પહોંચ્યો છું’.

‘તારો મુંબઈમાં કેટલું રોકાવાનો ઈરાદો છે’?

‘બસ હવે દસ દિવસમાં જવાનો’.

‘આપણી પાસે સમય બહુ નથી’.

સુજાન બોલ્યો, ‘જો સાંભળ આવતા શનિવારે મારી વર્ષગાંઠ છે. હું અને સુહાની ઓબરોયમાં ડીનર લઈ રાત રોકાવાના છીએ. કોઈ કામનું બહાનું કરી હું સમયસર નહી આવી શકું. તું ઓચિંતો સુહાનીને હોટલની લોબીમાં ભટકાઈ જજે. આગળનું બધું, હું હવે તારા પર છોડીશ’.

સાહિલ હજુ માનવા તૈયાર ન હતો. મિત્ર તરિકેની ફરજ બજાવવાનું સુજાન તેને કહી રહ્યો હતો. પછી તો એ કાયમ માટે અમેરિકા ચાલ્યો જવાનો. આ વખતે માતા અને પિતા ગુજરી ગયા હોવાથી બધું સમેટવા ભારત આવ્યો હતો. હવે પછી આવવાનું કોઈ બહાનું હતું નહી. તેની સેક્રેટરી, શેનન સાથે બે વર્ષ થયા પ્રેમમાં હતો. માતા અને પિતાને ખબર ન હતી કે તેની પત્ની બાળક લઈને છૂટી થઈ ગઈ છે. હવે કોઈને દુઃખ પહોંચે એવું સંભવ ન હતું.

આખરે સુજાનની મરજી સામે નમતું જોખ્યું. જો પોતાના વર્તનથી કોઈનું ભલું થતું હોય તો વાંધો ન હતો. વ્યક્તિ પણ એક વખતની તેની પ્રેમિકા હતી. તેના પતિની સંમતિથી આ ‘પગલું’ ભરવા તૈયાર થયો ! પત્નીને અનહદ પ્રેમ કરતા “સુજાન”ની હિમતને દાદ આપવી ઘટે !

નક્કી કર્યા પ્રમાણે સાહિલ ઓબેરોય પર સુહાનીની રાહ જોઈ રહ્યો હતો. સુહાની ને જૉઇ નવાઈ બતાવી. ‘અરે, તું અંહી ? એકલી’.

‘શું કરું, આજે સુજાનની વર્ષગાંઠ છે. અમે બન્ને ડીનર લઈ આજની રાત ઓબેરોયના ‘હનીમુન સ્યુટમાં ‘ રોકાવાના છીએ. સુજાનને નિકળતા કામ આવ્યું એટલે હું ગાડીમાં આવી, તે ટેકસી લઈને આવી જશે.’

‘તો ચાલ ત્યાં સુધી હું તને કંપની આપીશ’.

બન્ને લાઉન્જમાં બેઠા. સાહિલે ડ્રીંક ઓર્ડર કર્યો. આગ્રહ કરી સુહાનીને બે પિવડાવ્યા. બે ડ્રીંકમાં સુહાની હોશ ગુમાવી બેઠી. બેહોશીની દશામાં ખાધું પણ ખરું. યોજના પ્રમાણે સાહિલ તેને રૂમમાં લઈ ગયો. પોતાનું કામ જે સુજાને આપ્યું હતું એ પતાવી જતો રહ્યો. અડધી રાતે સુજાન આવી ને સુહાનીની બાજુમાં સૂઈ ગયો. નશામાં ચકચૂર સુહાનીને રાતની કોઈ વાત યાદ ન હતી. બીજે દિવસે બન્ને પતિ અને પત્ની ઘરે આવ્યા. સોમાવારે સવારે સુજાન પોતાને કામે ગયો. સવારની ચા અને નાસ્તો કર્યા પછી સુહની શનિવારની રાત યાદ કરી રહી. તેને કશું જ યાદ આવતું ન હતું. સવારે સુજાન બાજુમાં હતો એટલે  તેને શંકા પણ ન ગઈ.

ખબર નહી કેમ તેનું અંતર કંઈ જુદું જ કહી રહ્યું હતું ને સુહાની હિબકાં ભરીને રડી રહી !

સુજાનને તો આનંદનો અવધિ ઉછળી રહ્યો, જ્યારે સુહાનીએ તેને શુભ સમાચાર આપ્યા !


Rate this content
Log in

More gujarati story from Pravina Avinash

Similar gujarati story from Action