Kalpesh Patel

Crime Thriller

5.0  

Kalpesh Patel

Crime Thriller

ખેપ

ખેપ

5 mins
1.8K


પાત્ર પરિચય:-

પિન્ટુ ઉર્ફે પિનાક અરોરા - ડોક્ટર મેરી જોન્સ - હેંડી-મેન સાવંત -હાઉસ મેઈડ લિંડા -ઉસ્માન ભાઈ - એક્ટ્રેસ સુજાતા

~~~

પહેલી એપ્રિલ ૧૯૯૮ ના રોજ બેંગલોર ઈલેક્ટ્રોનીક સિટીમાં આવેલ લાબેલા એપાર્ટમેંટના સોળમાં માળે ફ્લેટ નબર ૧૬૦૬ના બેડરૂમમાં પિન્ટુ ઉર્ફે પિનાક અરોરા તેની ગર્લ ફ્રેન્ડ અને તેની ભલામણથી ઊભરી રહેલી એક્ટ્રેસ સુજાતાના નાનકડા બેડ ઉપર ફૂલ ફ્લેજ ઈશ્કી મિજાજમાં હતો. પોતાનાથી વીસેક વરસ નાની સુજાતાને હંફાવતો હતો તેમાં ડોક્ટર મેરી જોન્સ દ્વારા અપાયેલ ડ્રગની પડીકી કરતાં પોતાના સદા ચિરંજીવ ઈશ્કી મિજાજને પિન્ટુ કારણ માનતો હતો. 

તેનો ઓલ ઈન વન ટપોરી ટાઈપ હેંડી-મેન સાવંત નીચે કારમાં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. પિન્ટુ અહીં મહિને એકાદ વાર જરૂરથી આવતો, અને કલાક –એક પસાર કરી નીકળી જતો. આજે આખરે પિન્ટુના પરસેવેથી રેબજેબ બદનની બદબૂ અને ગંધતા મોઢાથી કંટાળી સુજાતા શાવર લેવા બાથરૂમમાં ગઈ અને પિનાક અરોરાએ, ડોક્ટર મેરીએ આપેલી પડીકી ખોલી અને તેને સિગારેટમાં ભરી, ઊંડા કસ લઈ તલપ મીટાવતો હતો. સુજાતા બાથરૂમમાં હતી તો પિન્ટુ તેના વિશાળ બદન સાથે બેડ ઉપર હતો.

ડ્રગ મિશ્રિત સિગારેટના ધુમાડાની વિચિત્ર વાસથી અકળાયેલ સુજાતાએ પિન્ટુને બાથરૂમમાથી બૂમ મારીને કહ્યું કે પિન્ટુ પ્લીજ બાહર બાલ્કનીમાં જઈ સિગારેટ પી, અહીં રૂમમાં તેની વાસ રહી જાય છે. અરે મારી બુલબુલ આ ધૂણો તો મારી મુલાકાતની યાદ છે, તેણે જર્શી ચડાવતા કહ્યું. ત્યાં તેનું ધ્યાન સાયલેંટ મોડ ઉપર રાખેલા મોબાઈલ ઉપર ચમકી રહેલ હમીદા શેખનો ફોટો જોતાં મનોમન બોલ્યો, લો આવી ગઈ વરદી અફગાન ખેપની. અરે માય બુલબુલ, તારું ઈનામ બેડ પર છે, હું જાઉં છું, આવતે મહિને આવીશ.

લિફ્ટમાં ઉતરતા, પિન્ટુએ હામીદા બાનુને ફોન લગાવ્યો, હામીદાએ તેને ભાંગી તૂટી ગુજરાતીમાં કહ્યું, બેટમજી ખેપ તૈયાર હો ચૂકી છે, પાર્સલ તારે ચોથીકો ઉતારના ઓર વહીવટ કરવાના છે. મેરી કે કોંટેક્ટમાં રહેના, ગલતી નહીં હોની જોઈયે.    

~~~

બપોરે સ્ટુડિયો અને હોટેલ- બાર પાસેથી ઉઘરાયેલ બાકી રકમના રૂપિયાને જવેરી બજારમાં અમુક હિસ્સાને બીટકોઈન ક્રીપ્ટો –કરન્સીમાં કન્વર્ટ કરી, સાવંતને દુબઈ જઈ હમીદાબાનુને પહોચડવા તાકીદે તૈયાર રહેવા કહ્યું. અને સાવંત માટે નકલી ઓળખ પત્રો અને પાસપોર્ટ બનાવડાવા તે ઉસ્માન ભાઈ પાસે ગયો. 

આ વખતે હામીદા બાનુએ પાર્સલ વર્ડ વાપરેલ તે સૂચવતું હતું કે આ વખતે ખેપ મોટી છે. પિન્ટુને આ કાળો પણ લોહી –કતલ વગરનો કારોબાર ફાવી ગયો હતો. અને ચેનલ સેટ થયેલી હોઈ કોઈ તકલીફને અવકાશ નહતો. સ્ટોક તો ડોક્ટર મેરીની પાસે રહેતો અને મોટેભાગે ડિસ્ટ્રીબ્યુશનનું કામ સાવંત કરતો, ભરપૂર પૈસા અને હંમેશા એકધારી ડિમાન્ડ રહેવાથી માલ વેચવાની ફિકર નહીં, બધા ખુશ હતા. 

પિન્ટુએ બેંગલોરથી મદ્રાસની ટિકિટ કઢાવી સાવંતને લઈ, પાર્ક એવેન્યૂમાં આવેલી તેની માનીતી હોટેલ નોબલના રૂમ નબર ૧૧ માં પહોચ્યો. અહીં ડોક્ટર મેરી અને તેની હાઉસ મેઈડ લિંડા સાથે રાત્રે મુલાકાત હતી. નિર્ધારિત સમયે ડોક્ટર મેરી અને લિંડા આવી પહોચ્યા, અને મેરીએ ઔપચારિક્તા બાજુએ મૂકી મુદ્દો જેવો પકડ્યો, તરતજ પિન્ટુએ સાવંતને કહ્યું કે તે લિંડાને લઈ કોઈ સારી બેકરીમાથી કેક લઈને આવે. આમ ગર્ભિત રીતે મેરીને સાવચેત રહેવા સચેત કરી.હવે રૂમમાં મેરી અને તે એકલા હતા, મેરીએ પિન્ટુએ પહેરેલી જર્શીમાથી ઉપસી રહેલ બાવડા અને છાતી જોઈ લોલુપ નજરે બોલી, યાર પિન્ટુ તારી પસંદ કઈ છે. વાતને વચ્ચેથી કાપતા બોલ્યો. ડોક્ટર આ કોઈ સોશિયલ મિટિંગ નથી, કામની વાત કરીયે તો સારું રહેશે, કહેતા કોફી જારમાંથી બે કપ બ્લેક કોફીના ભર્યા અને એક તેણે ડોક્ટર મેરીને ઓફર કર્યો. અને બોલ્યો ડોક્ટર આઈ વિશ ધેટ, યૂ શુડ સુપરવાઈઝ ઘ નેક્સ્ટ કંસાઈનમેંટ ઈંડિપેંડલી, યૂ વિલ ગેટ યોર પાર્ટ ઈન અડ્વાન્સ વિથ એક્સ્ટ્રા બોનસ. હામીદા બાનુને ફેલિયોર પસંદ નથી તે મારે કહેવાની જરૂર નથી. પિન્ટુએ મુદ્દાની વાત ઉખેળી અને ડોક્ટર મેરીને ચોથી એપ્રિલની ખેપના વહીવટ માટેની વાત કરી.

ઈટ્સ ઑ કે, આઈ નીડ નોટ બોનસ ઈન કેશ, પણ પિન્ટુ, આ ખેપ બદલ મારે તારો સંગ જોઈયે. ઑ ડોક્ટર, મને યંગ ઓબ્જેક્ટ પસંદ છે, પણ ખેર તું પણ યાદ કરીશ, ચાલ આઈ એગ્રી વિથ ડીલ પ્રપોઝ્ડ બાય યૂ ! પિન્ટુ આ ઉમરે કોઈ જમેલામાં પડવા નથી માંગતી પણ શું કરું ? ઓહ પિન્ટુ આઈ લવ યૂ. ઈટ્સ ઓકે, તું અને સાવંત ચાર તારીખે....., સાવંત એક આરબના વેશમાં અને ખોટા ડોકયુમેંટ સાથે દુબઈથી હૈદરાબાદ આવી રહ્યો છે અને તારે તેને તારા પેશન્ટ તરીકે સાથે રહેવાનું થશે અને....આ નકલી આરબના સમાન – અને ઑક્સીજન સિલિન્ડર..., બસ બસ . ડાર્લીંગ, તારી આ એકતરફી માશૂકા બુધ્ધુ નથી.

ઓકે મેરી ડાર્લીંગ, બી હેપી, આઈ વિલ નોટ ડિસ એપોઈંટ યૂ, બેસ્ટ લક,. યૂ વિલ ગેટ ટીકેટ્સ સૂન, નાવ વી વિલ મીટ ઓન ફોર્થ ઈવનિંગ એટ યોર નર્સિંગ હોમ ઓફ હૈદરાબાદ. વાત પતી અને સાવંત અને લિંડા કેક લઈ આવી પહોચ્યા અને બધા કેક ખાઈ છૂટા પડ્યા.       

સુજાતા સુંદર અને હોનહાર એક્ટ્રેસ હતી જે ખૂબજ ચાલાક અને મહત્વાકાંક્ષી હતી. એને નાના પરદાની રાણી બનવાની મહેચ્છા હતી. તેણે પિન્ટુનો સીડી તરીકે ઉપયોગ કરી, પોતે તેના ગળાડૂબ પ્રેમમાં છે તેવો ભાવ જાહેરમાં દર્શાવવું ચાલુ કરેલું હતું એટલું જ નહિ તેના ઉપર પણ દબાણ લાવવા માંડ્યું કે તે જલ્દીથી તેની સાથે લગ્ન કરી તેના બાળકની માં બનવા માંગે છે.

બેંગલોર સિટી ડીસ્ટ્રીકટ પોલીસ મેથ્યુ સુજાતાનો ખરો પ્રેમી, તે પણ ખુબ જ મહત્વાકાંક્ષી હતો. એને રાજ્યના કમિશ્નર બનવાની મહેચ્છા હતી. અને તે કોઈ મોટા કિસ્સાની તલાશમાં હતો, આજે આટલે મહિને સુજાતાને સર્વેલન્સ સિસ્ટમાં પિન્ટુના મોબાઈલ ઉપર હામીદાનો જળકેલો નંબર જડપમાં આવી ગયો હતો. અને સુજાતાએ મેથ્યુને શેર કરી દેતા મેથ્યુની ગુનાહિત ખોપરી કામે લાગી ગઈ હતી જેની પિન્ટુને ખબર નહતી. 

ફ્લાઈટ નંબર એઈ- 676, હૈદરાબાદ નિયત સમય કરતા કલાક લેઈટ હતી, પરંતુ બેંગલોર સિટી ડીસ્ટ્રીકટ પોલીસ મેથ્યુ પોતાના ઉપર મુસ્તાક હતો, તેણે નાર્કોટિક્સ વિભાગને સચેત કરી લાવ લશ્કર સાથે ડો મેરી અને નકલી અરબ બનેલા સાવંતના સ્વાગત માટે તૈયાર હતો. આખરે ઈંતેજારીની અંત આવ્યો અને ફ્લાઈટ નંબર એઈ- 676નો એરઈવલ મેસેજ ફ્લેશ થયો. ઈમિગ્રેશનમાં મહિલા પોલીસ અધિકારીએ ડોક્ટર મેરી જોન્સ ને અટકમાં લીધા, અને પોતે ગ્રીન ચેનલમાં દાખલ થયેલા એકમાત્ર અબરાબ પેસેંજરની કાઉન્ટર ઉપર આવવાની રાહ જોવા લાગ્યો. અને યાકુબના નામે તે પ્રવાસીએ તેના વિસા અને યુ એ આઈ નો પાસપોર્ટ રજૂ કર્યો છતાય તેને એરપોર્ટ ઉપરની સિક્યુરિટીએ હિરાસતમાં લઈ ગહન તપાસ આદરી, આથી પરેશાન થયેલા યાકુબે તાબડતોબ દિલ્લી એમ્બેસીમાં ફોન લગાવ્યો અને ટૂંકમાં દિલ્લી મિનિસ્ટ્રી તરફથી આવેલા ફોને એરપોર્ટ ઓથોરીટીને દોડતી કરી નાંખી.

હકીકતમાં ડોક્ટર મેરી કે યાકુબ પાસેથી કોઈજ શંકા સ્પદ વસ્તુ કે ડોકયુમેંટ બરામર્દ થયાના હતા અને યાકુબ ડોક્ટર મેરીની લાંબા સમયથી ટ્રીટમેંટ હેઠળ હતો. તેમજ સામાન ઉપર ડિપ્લોમેટિક ટેગ હોવા છતાં તપાસમાં કોઈ જ વાંધા જનક ન હતું.અને મેથ્યુની મૂંઝવણનો પાર ન હતો. તેને માહિતી ખોટી પાડવા બદલ કોઈ તાળો મળતો નહતો. એરપોર્ટથી તે નિરાશ વદને તેની મોટર સાયકલ લઈ પરત ફરી રહ્યો હતો ત્યાં રસ્તામાં ટ્રકને અડફેટે ચડી અકસ્માત થતાં સુજાતાથી બેખબર તે હોસ્પિટલના ખાટલે મોત સાથે ઝઝુમતો હતો. 

~~~

આજે પહેલી મે હતી વર્ષ ૧૯૯૮, બેંગલોર ઈલેક્ટ્રોનીક સિટીમાં આવેલ લાબેલા એપાર્ટમેંટના સોળમાં માળે આવેલા ફ્લેટ નબર ૧૬૦૬ના બેડરૂમમાં પિન્ટુ ઉર્ફે પિનાક અરોરા આવી ચૂક્યો હતો, હમેશા ઉત્સાહમાં રહેતી સુજાતા આજે મૂડમાં નહતી, તેને નારાજ થયેલી જોતાં પિન્ટુ એ તેના ઈશ્કી મિજજને છુટ્ટો દોર આપતા મનાવી અને કલાક એક ના સમય પછી થાકેલી/ કંટાળેલી સુજાતા હંમેશના ક્રમ મુજબ બાથરૂમમા ફ્રેશ થવા ગઈ, અને પિન્ટુએ ડોક્ટર મેરીએ આપેલી પડીકી ખોલી અને તેને સિગારેટમાં ભરી, ઊંડા કસ લઈ તલપ મીટાવતો હતો. સુજાતા બાથરૂમમાં હતી અને અત્યાર સુધી પિન્ટુની સિગારેટને ધૂણો પહોચી ચૂક્યો હતો, પરંતુ સુજાતા નિરુત્તર હતી, પિન્ટુના ઓલ ઈન વન ટપોરી ટાઈપ હેંડી-મેન સાવંતે ડોક્ટરે બનાવેલ પ્લાન મુજબ બાથટબની અરથીગ ડૂલ કરી નાંખેલ હતું. પિન્ટુને આજની ખેપમાં કઈ ગૂમાવનું ના હતું. એક નમક હરામસાથીથી છૂટકારો થયો અને સાચી માશૂકા ડોકટર મેરીએ ચોથી એપ્રિલની ખેપનો સમાન સી પાર્સલથી દુબઈથી રવાના કરેલો તે પણ હવે આવી ચૂક્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Crime