Kaushik Dave

Drama Romance Fantasy

3  

Kaushik Dave

Drama Romance Fantasy

ખેલ ખેલ મેં

ખેલ ખેલ મેં

11 mins
292


"ચાલ ને યાર શુભ ,આ એમ.જે.લાયબ્રેરી આવી." નિરજ બોલ્યો.

"ના.. આજે નથી જવું" શુભ બોલ્યો.

"પણ..કેમ ?"

"આજે તો મારે રવિવારી ગુજરી બજાર માં જવું છે"

શુભ દર શનિવારે કે રવિવારે એમ.જે.લાયબ્રેરી જતો હોય છે. એને રીડિંગ નો શોખ. અમદાવાદમાં વસ્ત્રાપુર એરિયામાં એના મિત્ર નિરજ સાથે પેઈગ ગેસ્ટ તરીકે રહેતો..

છવ્વીસ વર્ષનો સોહામણો નવયુવાન.

પ્રહલાદનગર એરિયાની એક કંપનીમાં જોબ કરતો હોય છે.

શુભ બે ત્રણ દિવસથી નવી સિરિયલ 'ગુમ હૈ કીસીકે પ્યાર મેં' જોતો હતો..

એના મગજમાં વિરાટ અને પાખી તેમજ સાંઈના પ્રસંગો છવાઈ ગયેલા હોય છે.

શુભ બાઈક લઈને એલીસબ્રીજ નીચે ભરાતી રવિવારી ગુજરી બજારમાં જાય છે.

આજે એને કોઈ જુદી જ પ્રકારની જુની પુરાણી બુક ખરીદવી હોય છે.

ગુજરી બજારના પુસ્તક બજારમાં આવતો હોય છે.

હજુ એના મનમાં 'ગુમ હૈ કીસી કે પ્યાર મેં' નું સોંગ રમતું હોય છે.. અને એ ગીત ગણગણતો જતો હોય છે.

એટલામાં એ એક ખૂબસૂરત યુવતી સાથે અથડાય છે. એ યુવતીના હાથમાં રહેલી પેપર બેગ પડી જાય છે.

સોરી... શુભ બોલીને એ યુવતી તરફ નજર કરે છે.

જીન્સ અને ટોપ પહેરેલી એ યુવતીના બીજા હાથમાં ત્રણ વર્ષની બેબી હોય છે.

ક્યૂટ.. શુભથી બોલાઈ જાય છે. આ સાંભળીને એ યુવતી ગુસ્સે ભરાય છે. ફરીથી સોરી બોલીને શુભ બોલે છે...

બેબી ક્યૂટ છે.

એ બેબી હસે છે..

શુભ એ પેપર બેગ લેવા જાય છે. ત્યારે એ પેપર બેગમાં કોઈ પુસ્તક દેખાય છે. જેમાંથી કોઈ વિચિત્ર પ્રકારનો પ્રકાશ શુભની આંખ પર પડે છે.

શુભની આંખો અંજાય છે.

પેપર બેગ લઈને એ યુવતીને આપે છે.

ને એ પુસ્તક બજારમાં પ્રવેશે છે.

જુના પુસ્તકો જોવા માંડે છે.

પણ કોઈ અધુરી કે કોઈ પસંદ પડતી નહોતી.

શુભને થયું આ વખતે તો કોઈ એવું જુનું પુસ્તક લેવું છે.. જેમાં કોઈ જાદુ, જાદુઈ કે તિલસ્મી ચમત્કાર હોય..

રોમાંચ પેદા થવો જોઈએ.. આ રોજ રોજનું વાંચન કરીને પણ હવે કંટાળી ગયો.

એટલામાં એ પુસ્તક શોધતો એક વિચિત્ર પ્રકારની ડોશીની પાસે આવ્યો. એ ડોશી એક ચાદર પર ચિત્ર વિચિત્ર પ્રકારની જુની પુરાણી બુક વેચવા બેઠી હતી. એ ડોશી એ આંખોમાં સુરમો,કાને લાંબી કડીઓ, શરીર પર ચિત્ર વિચિત્ર પ્રકારના છુંદણા કરાવેલા હતા. શુભની નજર એક પુસ્તક પર પડી.

પુસ્તક નું નામ" ખેલ ખેલ મેં " હતું.

કોઈ જાદુઈ તિલસ્મી ચમત્કારની વાર્તા હોય એમ લાગતું હતું.. શુભને આવી બુકમાં રસ પડ્યો..

એણે ડોશી પાસે બુકનો ભાવ નક્કી કર્યો ....ને એક સો માં પુસ્તક ખરીદ્યું.

ડોશી ખંધું હસી ને ધીમેથી બબડી આજે આવી બે નકલ વેચાઈ ‌... જોઉં છું કે .. આ પુસ્તક કેટલું વાંચી શકે છે.. ?

શુભ એ પુસ્તક લઈને પોતાની રૂમમાં આવ્યો.

હાશ ... રાત્રે આ પુસ્તક વાંચીશ... હમણાં જોવું નથી.

દિવસ તો જેમ તેમ ગયો. સાંજે અરજીત સિંહના ગીતો સાંભળતો હતો. એમાં એક જુના ફિલ્મનું કિશોર કુમારે ગાયેલું ગીત ની રીમેક અરજીત સિંહની સાંભળી..

એ ગીત શુભ ગણગણતો હતો. મેરી ભીગી ભીગી સી..

રાત પડી ગઈ હતી. એનો મિત્ર નિરજ થાકીને સુતો હતો.

શુભે એ પુરાણું પુસ્તક લીધું.

એ પુસ્તકનું પહેલું પાનું ખોલતા વિચિત્ર પ્રકારનો પ્રકાશ આંખ પર આવ્યો.

શુભ ને થયું ....આ પુસ્તક.... ?..એવું ના હોય..મારો વહેમ જ હશે.

એક પછી એક પાના વાંચતા રસ પડવા માંડ્યો.

હવે પાના નંબર બાર પર આવ્યો.

લખ્યું હતું કે જો તમારે આગળ વધવાનું હોય તો આ ચોકઠાંમાં તેરનો અંક છે. એના પર એક આંગળી મુકો.

ઉત્સુકતા વશ શુભે દોરેલા ચોકઠાંની અંદર લખેલ તેર ના અંક પર આંગળી મૂકી.

.....ને એક તીવ્ર પ્રકાશ સાથે....

શુભ ની આંખો મીંચાઈ ગઈ...

..... ધીરે ધીરે આંખો ખોલે છે તો શુભ પોતાને એક ગાઢ જંગલમાં હોય એમ લાગે છે...

શુભ ને નવાઈ લાગી....

ઓહ્ ... એટલે હું ગેમમાં આવી ગયો !

શુભ જુએ છે.. આ ગાઢ જંગલમાં કોઈ પ્રાણી દેખાતા નથી.

સુંદર સુંદર વૃક્ષો,નાના નાના છોડ, રંગબેરંગી ફુલો... અને શુભની આજુબાજુ એ નાના મોટા રંગબેરંગી પતંગિયા ઊડતાં જાય છે.

આ જોઈ ને શુભ ખુશ થતો આગળ વધ્યો, થોડે આગળ એને નાના બોના બે કાળા માણસો મલે છે.. એ ઈશારાથી સમજાવે છે કે આગળ જવામાં જોખમ છે.

એક બોનો માણસ શુભને એક ગીલ્લી જેવું લાકડાનું હથિયાર આપે છે..

સમજાવે છે કે આપતકાળે ઉપયોગ કરવો.. એટલામાં એક ત્રીજો બોનો મલે છે... એ થોડી જડીબુટ્ટીના પાંદડા આપે છે. કહે છે કે વાગે કે બીમારીમાં ઉપયોગ કરવો.

શુભ નવાઈ પામે છે..જેમ જેમ આગળ ધપે છે એમ એમ એની ઉંમર વધતી જાય છે. શુભ ગભરાઈ જાય છે. હવે પાછો જવાનો રસ્તો પણ યાદ નથી આવતો. જવું તો ક્યાં જવું. ?

શુભ ગાઢ જંગલમાં જતો હોય છે ..

હવે એની ઉંમર ડબલ જેટલી દેખાય છે.. આધેડ વયનો દેખાવા લાગે છે.

શુભ બબડે છે.. આવી તો ગેમ હોય.. ?

એટલામાં એક ખુબસુરત યુવતી દેખાય છે.

એ યુવતી શુભને જોઈ ને મોહિત થાય છે..

એ યુવતી કહે છે કે એ આ જંગલની રાણી છે..શુભને કહે છે રાજા બનાવીશ...

એની સાથે લગ્ન નો પ્રસ્તાવ મૂકે છે..

પણ શુભને તો આ જંગલમાંથી બહાર નીકળવું હતું.

શુભ ના પાડે છે.

આ સાંભળી ને એ યુવતી ક્રોધિત થાય છે.

એનું રૂપ બદલાય છે.

હવે એ વિચિત્ર પ્રકારની ખુંખાર દેખાતી કાળી વૃદ્ધા દેખાય છે. શુભ એ વૃદ્ધા ને જોતાંજ લાગે છે કે..ઓહ્ આતો એજ..

જેની પાસે થી પુસ્તક લીધું હતું.

એ વૃદ્ધા બોલી:-" હું આ જંગલ ની જાદુગરણી છું. તું મારા તાબે થયા, તને બધું સુખ મળશે. જો ના પાડીશ તો આ જંગલ માં જ મૃત્યુ પામીશ.. ને આગળ વધીશ એમ તારી ઉંમર વધતી જશે."

શુભ હવે એ જાદુગરણીનો ઈરાદો પામી જાય છે.

એ ગીલ્લી જેવું હથિયાર કાઢે છે..

જોરથી એ જાદુગરણીના માથા પર મારે છે.

આ ગીલ્લી વાગતા એના માથે લોહી નીકળે છે... બૂમો પાડતી ભાગે છે.. શુભ હાશ... બોલે છે. હવે એ આગળ વધે છે. હવે એની ઉંમર વધીને ત્રણ ગણી થાય છે.. વૃદ્ધાવસ્થા માં આવી જાય છે.

આ શું થઈ ગયું. ? એમ વિચારે છે ત્યાં એક સુંદર પરી જેવી નાનકડી છોકરી દેખાય છે.

એ નાનકડી બાળકી શુભ પાસે આવે છે. બોલે છે:-" પપ્પા, તમે આ ઉંમરે ક્યાં ફરો છો ? તમને કંઈ થશે તો મારૂં શું ? તમે તો વારંવાર ઘર પણ ભૂલી જાવ છો. આ જંગલમાં તમને શોધી શોધીને થાકી ત્યારે તમે મલ્યા.. હવે ઘરે ચાલો. મમ્મી તમને યાદ કરે છે."

શુભ બોલ્યો,:-" બેબી, હું તને ઓળખતો નથી. પણ તું કોણ છે ? મારા તો લગ્ન પણ થયા નથી. તો તું મારી બેબી ક્યાંથી થાય ?"

એ બેબી બોલી:-" લો. પપ્પા.. તમે તો.. મને ખબર જ હતી.. તમે બધું ભૂલી જ જવાના... આપણે આ જંગલમાંથી બહાર નીકળવું છે કે નહીં ? ચાલો મારી સાથે.."

" અરે પણ બેબી હું તને નથી ઓળખતો ? ને તું આ જંગલમાં થી નીકળવા માટે શું મદદ કરીશ ?"

અરે.. પપ્પા..તમે તમારી છોકરી ને ઓળખતા નથી!.. મારું નામ પણ ભૂલી ગયા.! કેટલી વાર કહું મારું નામ સ્નેહા છે. તમારી લાડકી... ભાઈ..સાબ.. થાકી સમજાવી સમજાવીને.. ચાલો હવે.. તમારા તો હાથ પણ ધ્રુજે છે.. બીક લાગે છે પપ્પા ? આ જંગલમાં... તમે તો બહાદુર દીકરીના બહાદુર પપ્પા છો. તમે મમ્મી ને જોશો તો તમને બધું યાદ આવી જશે.. ને આ શું આખો દિવસ ગુનગન કરો છો... ગુમ હૈ કિસી કે પ્યાર મેં.. તો તમે મમ્મી ને મુકીને કેમ જતા રહ્યા ? હવે પ્રેમ નિભાવો."

શુભ ને થયું હવે આ વૃદ્ધાવસ્થા માં મદદ તો લેવી પડશે. આ બેબીની મમ્મી કોણ છે ? કદાચ એ મદદરૂપ થાય.. તો ચાલો આ ક્યુટ બેબી સાથે..

શુભ એ નાની સ્નેહા સાથે જાય છે. ઉછળતી કુદતી સ્નેહા એક નાની ઝુંપડી પાસે આવે છે.

બુમ પાડે છે.

" મમ્મી..ઓ મમ્મી.."

પણ કોઈ અવાજ આવતો નથી.

સ્નેહા બબડે છે.. આ હવે આ ઉંમરે તો સાંભળવાનું પણ ઓછું થયું લાગે છે.

સ્નેહા ઝુંપડીમાં જાય છે.

થોડીવારમાં એક વૃદ્ધ સ્ત્રી ને લઈ ને બહાર આવે છે.

"લો.. મમ્મી.. પપ્પા ને શોધી ને લાવી.. હવે તમે સાચવો.. હું તો શોધી શોધીને થાકી. આ ઉંમરે તો મારે રમવાનું હોય."

શુભ ને જોઈ ને એ વૃદ્ધ સ્ત્રી ચોંકી ગઈ.

બોલી:-" તું.. તું પણ અહીં ?"

સ્નેહા:-" લો.. મમ્મી તો પપ્પા ને ઓળખી ગઈ... પણ પાછું લડવા ઝઘડવાનુ ચાલું... મમ્મી તમે પપ્પા ને આવી રીતે લડો છો ને એટલેજ પપ્પા ઘરની બહાર જતા રહે છે.. ને પછી તમે તો જતા નથી... પ્રેમ કરો છો તો લડો છો કેમ ? મારે આ નાની ઉંમરે પોલીસ જેવું કામ કરવાનું! ભાઈ... સાબ.. થાકી હું તો તમારા બંને થી... પણ શું કરું ? આ વૃદ્ધ માં બાપ ની સેવા તો સંતાને તો કરવીજ પડે ને!. હવે મારૂં તો માથું દુઃખવા માંડ્યું..મારે તો મારા ગણેશજી સાથે રમવું છે."

એમ બોલીને બેબી સ્નેહા ઝુંપડીમાં જાય છે.

આ બાજુ એ વૃદ્ધા શુભ ને જોઈ ને ચોંકી ગઈ.

શુભે ધારી ધારીને એ વૃદ્ધા ને જોઈ.

ઓહ્. આ તો ગુજરી બજાર માં અથડાઈ હતી એ સુંદર ગોગલ્સ વાળી યુવતી.. તો... તો.. બેબી સ્નેહા ..એ નાની ક્યુટ બેબી!

શુભ:-" સોરી... એ પુસ્તક મેં પણ ખરીદ્યું. પછી ગેમ રમતા અહીં આવી ગયો.. મારૂં નામ શુભ. તમારૂં નામ... બેબી તો સ્નેહા ને ? એના પપ્પા ક્યાં ? એ મને કેમ પપ્પા કહે છે ? તમે અહીં બેબી સાથે કેવીરીતે ? હવે આ જંગલમાં થી બહાર કેવીરીતે નીકળી શકાશે ?"

એ વૃદ્ધા બોલી:-" હા, હું એજ યુવતી. મારૂં નામ શુભાંગી. એ ત્રણ વર્ષ ની બેબી સ્નેહા મારી સાથે હતી. હવે આ જંગલ માંથી નીકળવાનો રસ્તો શોધવો પડશે. મેં પણ એ જાદુઈ પુસ્તક એ ડોશી પાસે થી લીધું હતું. પણ મને ક્યાં ખબર હતી કે આવું થશે ?"

તો પછી બેબી સ્નેહા અહીં કેમ ? મને કેમ પપ્પા કહે છે ?

જુઓ હું તમને મારી વિતક કહાની કહું. હું એક યુવાન ને પ્રેમ કરતી હતી.માબાપ ની ઈચ્છા વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા. એ યુવાને સ્નેહા ના જન્મ પહેલાં જ મને છોડી ને ભાગી ગયો. સ્નેહા એ પપ્પા જોયા નહોતા.. પણ તમને જ્યારે ગુજરી બજાર માં જોયા. તમે એની તરફ સ્માઇલ કર્યું.. ત્યારે એ મને કહે કે મને પપ્પા પાસે જવું છે.. બાળક ની જીદ. માંડ માંડ સમજાવી. રાત્રે એ જાદુઈ પુસ્તક વાંચવાની શરૂઆત કરી હતી.ત્યારે સ્નેહા એના નાના ગણેશ સાથે રમતી મારા ખોળામાં બેઠી. એ જ વખતે મેં મારી આંગળી તેર નંબર પર મુકી.. પછી તને થયું એ રીતે અમે જંગલમાં આવી ગયા. સ્નેહા એના ગણેશ જી સાથે.. રસ્તા માં આ ખાલી ઝુંપડી મલી એટલે આરામ કરવા રોકાયા.. મહેરબાની કરીને મારી સ્નેહા નું દિલ તોડતા નહીં. એ તને પપ્પા કહે તો એ પ્રમાણે વર્તન કરજો. તને જોયા ત્યારથી આવા પપ્પા જ જોઈએ.. એમ બોલ્યા કરતી હતી. હવે હું ગુસ્સો નહીં કરું.. પ્લીઝ..."

ઓકે... હું બેબી માટે આટલું તો કરીશ. પણ આ વૃદ્ધાવસ્થામાંથી બહાર કેવીરીતે આવીશું. ?

મને એજ ચિંતા છે.. મારું તો મુખ અને બોડી પણ હવે આકર્ષક રહી નથી. જીવન કેવી રીતે જશે ?

ચાલો કોઈ ને કોઈ ઉપાય તો મલી જશે.

આટલું શુભ બોલે છે ત્યાં બેબી સ્નેહા ઝુંપડી ની બહાર આવે છે.

સ્નેહા:-" સમાધાન થયું કે નહીં.. ? મમ્મી જૂઓ ઘરમાં પાણી પણ નથી. મને તરસ લાગી છે. બાજુમાં કૂવો છે એમાંથી પાણી ભરી લાવોને.. પ્લીઝ... અંદર નાની માટલી છે."

શુભ:-" હા, બેબી હું ભરી લાવું છું. તારી મમ્મી થાકી જશે."

શુભાંગી:-" ના,ના, તમે થાકી જશો . કેટલું ચાલીને આવ્યા છો. ઘડીભર સ્નેહા સાથે રમો. બાપડી ક્યારની પપ્પા પપ્પા કરતી હતી. જો તમે ના આવ્યા હોત તો મારૂં અને સ્નેહા નું શું થાત ?"

સ્નેહા:-" ચાલો... હવે સુલેહ તો થઈ. આમ પ્રેમથી રહેતા હોત તો.. મમ્મી તરસ લાગી છે.. જાવ ને.."

આમ શુભાંગી નાનકડી માટલી લે છે. ને પાણી ભરવા જાય છે. કુવો છલોછલ હોય છે. પાણી ભરતા તકલીફ થતી નથી.

આ બાજુ સ્નેહા શુભ પાસે આવે છે.

બોલી:-" પપ્પા, મમ્મી તો કૂવે ગઈ.. તમારૂં એના પરનું ગીત ગાઈ ને મમ્મી પાસે જાવ. રાજી કરો. આવો ચાન્સ હું તમને આપું છું. હું પણ સાથે આવું છું."

ઓકે..

શુભ અને સ્નેહા કૂવા પાસે જાય છે.

શુભ ગાય છે.

'તને જાતા જોઈ પનઘટની વાટે

મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,

મારૂ મન મોહી ગયુ,'

આટલું ગાય છે એટલે સ્નેહા ખુશ થાય છે.

સ્નેહા મમ્મી પાસે જાય છે.

બોલી:-" મમ્મી જુઓ પપ્પા એ સરસ ગીત ગાયું.. હવે માટલી માથા પર મુકી ને જવાબ આપો.. પપ્પા તમને કેટલો પ્રેમ કરે છે.. તમારા કાન્હા ની કદર કરો.. નહીં તો પપ્પા નિરાશ થશે."

શુભાંગી વિચારે છે.. આ બેબી જબરી છે. બંને ને ભેગા કરવા ખેલ કરે છે.. આમ તો આ યુવાન સારો ને સોહામણો છે.. હવે મને ગમવા લાગ્યો છે.. બેબીને ખુશ રાખવી પડશે.

શુભાંગી ગાય છે:-

કાન કાંકરડી ના મારો રે, નવી નક્કોર છે માટલી..

વાહ મમ્મી સરસ જવાબ આપ્યો." સ્નેહા બોલી.

ત્યાં તો મોટું અટ્ટહાસ્ય સંભળાય છે.

ત્રણેય જુએ છે તો એ જાદુગરણી હોય છે.

આવીને શુભ ને કેદ કરે છે. ને લઈ જવા જાય છે.

શુભાંગી વિરોધ કરીને છોડાવા જાય છે.

જાદુગરણી બોલે છે .. આને છોડાવવો હોય તો નજીક મારી ગુફા છે ત્યાં આવીને છોડાવી જા.. તો તું સો નંબર પર પહોંચીશ. પછી તું અને આ બેબી મુળ રૂપ માં આવી શકશો.

આમ બોલીને શુભ ને પકડી ને જતી રહે છે.

આ જોઈ ને શુભાંગી ગમગીન થાય છે..

સ્નેહા બોલે છે..:-" લે મમ્મી .. આમાં શું .. પપ્પા ને છોડાવવા જવું તો પડશે જ. હું મદદ કરીશ.. પણ બસ મેગી જેટલી જ મિનિટમાં હું આવી.."

સ્નેહા ગણેશ જી ને લઈ ને ઝુંપડીમાં જાય છે. થોડીવારમાં ગણેશ જીને લઈને આવે છે. સાથે એના હાથમાં નાનકડું ચપ્પા જેવું હોય છે.

સ્નેહા:-" ચાલો મમ્મી.. ગણેશજી ની પ્રાર્થના કરીને આવી. મને આ નાનકડું ખંજર આપ્યું છે.. જુઓ એના પર ગણેશજીનું સૂંઢ ચિન્હ છે.. આનાથી સો નંબર પર હું પહોચાડીશ.".

શુભાંગી સ્નેહા ને સાથે લઈને ગુફા શોધે છે.

થોડીવારમાં ગુફામાં પહોંચે છે..

શુભ ને બાંધીને રાખ્યો હોય છે.

શુભાંગી :-" હું આવી ગઈ છું હવે શુભ ને મુક્ત કર."

જાદુગરણી અટ્ટહાસ્ય કરે છે.

" હવે તો આને યુવાન બનાવી ને એની સાથે લગ્ન કરીશ.ને તારી બલી આપીશ. આ બેબીને તો જંગલમાં છોડી દેવાની છું."

આ સાંભળી ને સ્નેહા ગણેશજીની મનમાં પ્રાર્થના કરે છે.

પછી ગુસ્સો કરતી બોલે છે:-" એ જાદુગરણી મારા પપ્પા ને મુક્ત કર.. મારી મમ્મી ને તો અડીશ પણ નહીં શકે."

હા..હા..હા.. એ જાદુગરણી હસે છે.. બેબી તું તારા રમકડાં સાથે રમ.

સ્નેહા નાનકડું ખંજર કાઢે છે.

જય ગણેશ બોલીને એ જાદુગરણીના શરીર તરફ ઘા કરે છે.

ખંજર ચકરડું ફરતુ ફરતુ મોટું થતું જાય છે.

ને જાદુગરણીના છાતીમાં વાગે છે.

જાદુ ખતમ થઈ જાય છે.

શુભ પોતાના ઘરે પહોંચે છે.

શુભાંગી અને સ્નેહા ગણેશજી સાથે એમના ઘરે પહોંચે છે.

શુભ ઘરે આવતા જુએ છે તો ..

...

ઓહ્ એક અઠવાડિયા માં આટલું બધું થયું !.

શુભાંગી અને મારી સ્નેહા ક્યાં રહેતા હશે ?

બીજા દિવસે રવિવાર હોય છે.

સવારે શુભે જાદુઈ પુસ્તક લીધું.

ગુજરી બજારમાં પુસ્તક આપવા જાય છે.

ગુજરી બજારમાં એને શુભાંગી અને સ્નેહા મલે છે.

સ્નેહા સ્મિત કરે છે.

ગુજરી બજારમાં એ ડોશી ને શોધે છે જેની પાસે થી પુસ્તક લીધું હતું.

પણ એ ડોશી દેખાતી નથી.

પુસ્તકો વેચતા બીજા માણસને પૂછે છે.

એ માણસ જવાબ આપે છે' એ કાલે રાત્રે જ મરી ગઈ. આજુબાજુ વાળા કહેતા હતા કે એ જાદુ જાણતી હતી.. એટલે જાદુના પુસ્તકો વેચતી હતી.

એક અઠવાડિયા થી દેખાઈ નહોતી..

રાત્રે એની છાતીમાં મોટું ખંજર લાગ્યું હતું. છરા પર હાથીની સૂંઢનું ચિત્ર હતું.

જાદુ કરતા કરતા એને વાગી ગયું હશે એમ બધા કહેતા હતા.

આ સાંભળી ને સ્નેહા હસી.

શુભ અને શુભાંગી એ પુસ્તક કચરાપેટીમાં નાખી દીધું.

સ્નેહા:-" જોયું પપ્પા , મેં તમને બંને ને જીતાડી દીધા ને.. હું તો દૂધ પૌંઆ ગણાવું.. છતાં પણ.... હવે ઝઘડો કરવાનો નહીં. મારા ગણેશજી આજે સવારે જ કહેતા હતા કે આજે પપ્પા મલી જશે. તમે મારા પપ્પા બનશો ને ?"

આ સાંભળીને શુભની આંખો ભીની થઈ ગઈ.

એણે ખૂબસૂરત યુવતી સામે જોયું..

આંખના ઈશારે પૂછ્યુ .. શું કરવાનું છે ?.

સ્નેહા આ જોઈ ને બોલી:-" બધી વાતમાં મમ્મી ને પૂછવાનું ? પપ્પા બનવું હોય તો મારી આંગણી પકડી ને રિવરફ્રન્ટ લઈ જાવ. જો ના પાડવી હોય તો પણ હું તમારી સાથે જ રહીશ. મમ્મી ને હું મનાવી લઈશ. ને.. હોં.. પુસ્તકો તો સારા જ વાંચવા.."

શુભે બેબી સ્નેહાનો એક હાથ પકડ્યો..

...

બેબી સ્નેહાનો બીજો હાથ શુભાંગી એ પકડ્યો.

રિવરફ્રન્ટ તરફ ત્રણેય જણે પ્રયાણ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama